લઘુતમ વસ્તુઓ સાથે જીવન જીવવું એનું નામ શ્રેષ્ઠ જીવન…
તમને જે જોઈએ છે તે ખરીદવાને બદલે તમને જે જોઈએ છે તે જ ખરીદવું’ એ જે છે આદર્શ જીવનની શ્રેષ્ઠ પરિભાષા..
મગજ મંથનન -વિઠ્ઠલ વઘાસિયા
જો તમે તમારા જીવનને સરળ બનાવવાનો માર્ગ શોધી રહ્યા હો તો કદાચ ઓછી જરૂરિયાતવાળું જીવન તમારા માટે યોગ્ય હોઈ શકે છે.લઘુતમ વસ્તુઓ સાથેનું જીવન જીવવું એ ઉત્તમ જીવન ગણાય. તમારી ખરેખર જરૂરિયાતવાળી જ ચીજ વસ્તુઓ ખરીદવી.આમ જો તમે તમારો ખર્ચ ઘટાડવા માગો છો,તો એનો અર્થ એ થાય કે તમારે જરૂરિયાત ઘટાડવી પડે.અત્યારે લોકજીવન એવું બનતું જાય છે કે બિનજરૂરી વસ્તુઓની ખરીદી કરીને એકઠી કરવાનો ટ્રેન્ડ વધતો જાય છે.નાની અમથી વસ્તુની જરૂરિયાત ઊભી થઈ કે તરતજ એ વસ્તુ ખરીદી લેવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે આપણા ઘરમાં એવી અનેક ચીજ વસ્તુઓ પડેલી હશે કે જેનો ઉપયોગ માત્ર આપણે ખરીદી કર્યા પછી એકાદ વખત કે અમુક વખત જ કર્યો હશે. એનો અર્થ એ થાય કે આવી ચીજ વસ્તુઓ વગર પણ આપણે ચલાવી શક્યા હોત.
ઓછી જરૂરિયાતથી જીવન જીવવું એટલે જીવનમાં અનાવશ્યક વસ્તુઓ અને લાલચને છોડીને સીમિત જરૂરિયાત મુજબની વસ્તુઓ સાથે જીવવામાં સંતોષ માનવો.આનો હેતુ જીવનને સરળ બનાવવાનો અને શાંતિપૂર્ણ અનુભવવાનો છે.ઓછી જરૂરિયાતથી જીવન જીવવા માટે અનાવશ્યક ખર્ચ ટાળી અને બચત પર ધ્યાન આપવું જોઈએ.ફક્ત જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ અને વધુ ખરીદી ટાળવી જોઈએ.ઓછો વપરાશ કરીને કચરો ઉત્પન્ન કરવાનું ટાળીએ.આધ્યાત્મિક અને મેડિટેશન દ્વારા મનની શાંતિ મેળવવી.ગુણવત્તાવાળા સંબંધો પર ધ્યાન આપવું જોઈએ. અનાવશ્યક સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો ઉપયોગ ઘટાડવો જોઈએ.
આપણને બધાને વધુ વસ્તુઓ જોઈએ છે.વધુ ગેજેટ્સ,વધુ કપડાં,વધુ ખોરાક,વધુ મુસાફરી,વધુ સોશિયલ મીડિયા,વધુ મનોરંજન,વધુ પાર્ટીઓ અને ઘણું બધું.આ ‘વધુ’ માનસિકતા આપણને વધુ માટે ભૂખ્યા બનાવે છે.એટલા માટે આપણે વધુ કમાવા,વધુ ખર્ચા કરવા અને વધુ ખરીદવા માગીએ છીએ.આમ કરવાથી આપણી જાતને આપણે વધુ ખુશ અને વધુ સફળ માનીએ છીએ,પરંતુ જો વધુ સામગ્રી ખરીદવાથી અને તેની માલિકી લેવાથી ખરેખર આપણને સારું લાગતું હોય તો આપણે બધા જીવનમાં વધુ ખુશ હોવા જોઈએ કે નહીં ? વાસ્તવમાં નથી ને..!
ઓછી જરૂરિયાતથી જીવન જીવવા માટે આપણે ખરીદી કરતા પહેલા વિચારવું જોઈએ કે આ વસ્તુ મારા જીવનમાં કેવી રીતે ફીટ થશે? આ વસ્તુઓની ખરીદી કરવાથી તેનો કેટલી વાર ઉપયોગ કરીશ ? આમ વારંવાર વિચારીને ખરીદી કરવાથી બિનજરૂરી ચીજ વસ્તુઓ ઘરમાં આવતા અટકશે. અને જગ્યા પણ ઓછી રોકશે.
હમણાં હમણાં તો અમુક શહેરોમાં બિન જરૂરી વધારાની વસ્તુઓની ચેરિટી કરવા માટેનો વિચાર પ્રેરિત કરવામાં આવી રહ્યો છે. અમુક વિસ્તારોમાં ‘પ્રેમના પટારા’ નામે એવા સ્ટોર ઊભા કરવામાં આવે છે,જેમાં લોકો પોતાની જરૂરિયાત કરતાં વધારાની ચીજ વસ્તુઓ તેમાં મૂકી જાય છે.અને જરૂરિયાતમંદ લોકો તેમાંથી પોતાને ઉપયોગી ચીજ વસ્તુઓ લઈ જતા હોય છે.નિસ્વાર્થ ભાવે નિ:શુલ્ક ચાલતી આ વિનિમય પ્રથા ખૂબ આવકાર્ય છે. આ એક સારો વિચાર છે તેમ છતાં સૌથી સારો વિચાર તો એ જ છે કે આપણી જરૂરિયાતો ઘટાડીએ.ઘટાડવા પ્રયત્ન કરીએ.
એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ ‘મિનિમલિઝમ’માં દ્રઢ વિશ્ર્વાસ ધરાવતા હતા.‘જટિલતાને સરળ બનાવો.’ તેમણે પોતાના ધંધાના લોકોને પણ આ શીખવ્યું.એપલના ભૂતપૂર્વ સીઈઓ જો સ્કલીએ એકવાર એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મને સ્ટીવના ઘરે જવાનું યાદ છે અને એની પાસે લગભગ કોઈ ફર્નિચર નહોતું. એની પાસે ફક્ત આઈન્સ્ટાઈનનો ફોટોગ્રાફ હતો,જેની એમણે ખૂબ પ્રશંસા કરી અને એક દીવો,ખુરશી અને માત્ર એક પલંગ.તે ઘણી બધી વસ્તુ આસપાસ રાખવા માનતો ન હતો.’
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ પણ મિનિમલિઝમના
આગ્રહી હતા.પોતે માત્ર ત્રણ ચાર જોડી શૂટ રાખતા.રાષ્ટ્રપતિ ભવન ખાલી કરીને જ્યારે નીકળ્યા ત્યારે કહેવાય છે કે, તેમની પાસે સામાનમાં માત્ર એક
શૂટકેસ હતી.
રાજ્યસભાના સાંસદ અને લેખિકા સુધા મૂર્તિ-જેઓ બે દાયકાથી વધુ સમયથી ‘નો શોપિંગ પોલિસી’નું પાલન કરે છે.તેમણે ૩૦ વર્ષ પછી પોતાના માટે સાડી ખરીદી છે. આપણને આ જાણીને નવાઈ લાગે.ઈન્ફોસીસ કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર સુધા મૂર્તિ અને તેમના પતિ નારાયણ મૂર્તિ તેમના સાદા જીવન અને ઉચ્ચ વિચારો માટે જાણીતાં છે. કરોડોના માલિક હોવા છતાં તે સાદું જીવન જીવવામાં માને છે. પદ્મશ્રી સુધા મૂર્તિ પોતે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છ, પરંતુ તેમની સાદગી સાથે જીવન જીવવાની રીત દરેકના દિલ જીતી લે છે.
‘ધ વોઇસ ઓફ ફેશન’ સાથેના એક ઈન્ટરવ્યૂમાં સુધા મૂર્તિએ કહ્યું, ‘એવું માનવામાં આવે છે કે જ્યારે તમે કાશી જાવ ત્યારે તમારી મનપસંદ વસ્તુઓમાંથી કોઈ એક છોડી દેવી જોઈએ.મને શોપિંગ પસંદ હતું,તેથી મેં ગંગાને વચન આપ્યું હતું. મેં નક્કી કર્યું હતું કે, હું મારા બાકીના જીવનમાં ક્યારેય ખરીદી કરવા જઈશ નહીં.’
સુધા મૂર્તિની આ સાદગીમાંથી આપણે બધા પણ શીખી શકીએ છીએ.ઓછામાં ઓછી
વસ્તુઓ સાથે આપણે કેવી રીતે સારું જીવન જીવી શકીએ ? આપણે પૈસાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકીએ ?
આ લાઈફ સ્ટાઈલને ‘મિનિમલિઝમ લાઈફ સ્ટાઈલ’