ઈન્ટરવલ

વસંત ઋતુમાં ખાખરો (કેસૂડા)નાં વૃક્ષો લાલ ચટક બની ખીલી જાય છે!

તસવીરની આરપાર -ભાટી એન.

ઉજડ ઉનાળામાં કેસૂડો પ્રધાન…!? શિયાળાની શીતળતાએ વિદાઈ લીધી છે. અને ઉષ્ણતામાનનો પારો ધીમી ધારે આગળ વધતો જાય છે…! તેમ ઉનાળો આવે ને વન વગડો કે જંગલ સૂકું ભટ્ટ થઈ જાયને ખાખી વેરાગ લાગી તેવું પાનખર જેવું દૃશ્ય નિરખવા મળે પણ એક વૃક્ષ એવું છે કે તે ઉનાળામાં જ સોળે કળાએ ખીલે…!? ‘હા’ તે છે. વૃક્ષનું નામ ખાખરો અથવા કેસૂડો કે ખાખરિયા, ખાકડા, ખાખડો, ખાખર અથવા પલાસ એક જાતનું કેશરી ચટાક ફૂલોથી ઝુલતું વૃક્ષ…! સંસ્કૃતમાં તેને બીજસનેહ, બ્રાહ્મોયાદક અને ત્રિપત્રક એવા જુજવા નામોથી ઓળખવામાં આવે છે.

હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ, રંગો મેં રંગ મિલ જાતે હૈ. આપણે હોળી ધુળેટીના દિવસે લાલ ચટક રંગથી રંગવાની મજા નિરાળી હોય છે. પણ હવે તો ફાસ્ટ રંગો કેમિકલવાળા આવતા ને કાળા રંગોથી ધુળેટી રમતા શરીરમાં તે રંગ જતો નથી ને ઊલટાનું નુકસાન કરે છે. પણ કેસૂડાના ફૂલના અઢળક ફાયદા: આયુર્વેદના જાણકાર તેના ઉપયોગ વિશે વિસ્તૃત કહે છે કે હોળી આવે ત્યારે જાણે કુદરત પણ રંગોમાં રંગાઈ જતી હોય તેવો માહોલ કેસૂડા પર કેસૂડાના કલગી જેવા અણીદાર કાજુ જેવા કેસરી કેસૂડાના ફૂલ ખીલી ઊઠતાં હોય છે. હાલમાં ગુર્જર વસુંધરાના કાઠિયાવાડમાં પંચમહાલ સહિત આડે વગડે ખાખરાનાં વૃક્ષો નિહાળવા મળે આવો અદ્ભુત નજારો અદ્ભુત વનરાયનો અનેરો આનંદ સંગાથે ઋતુનો રાજા પણ છે.

વસંત ઋતુરાજની છડી પોકારતા મનમોહક કેસૂડાના ફૂલ રસ્તા પરથી નિરખતા ખાખરાના લીલા પાનો ગાયબ થઈ જાય છે. અને કેસરી રંગોથી લચિત લુંબોઝુંબો કેસૂડો ઋતુકા રાજા બની જાય છે. અને વસંતના વધામણા વેલકમ કરવા ઊભો રહે છે.! રંગોત્સવમાં કેસૂડાના પાણીથી સ્નાન કરવાથી શીતળતા થાય છે. ઘણા લોકો કેસૂડાને ઉકાળીને પીવાથી ફાયદો થાય છે. પેશાબની બળતરા અને નસકોરી ફૂટવાની સમસ્યામાં કેસૂડાના ફૂલ ઉપયોગી થાય છે. કેસૂડાના ફૂલને આખી રાત પલાળી દેવામાં આવે, સવારે ગાળીને તેમાં સાકર નાખીને પીવાથી પેશાબની બળતરા અને નસકોરી ફૂટવાની સમસ્યામાં રાહત થાય છે…! કેસૂડાનાં ફૂલનું શરબત પીવાથી પેશાબની બળતરા અને શરીરપરના સોજા મટે છે સોજા ઉપર કેસૂડાના ફૂલની પોટલી અથવા લેપ લગાવાથી સોજામાં જલ્દી ફાયદો થાય છે. ખાસ કરી ચામડી સંબંધી રોગોને કેસૂડાનાં સેવનથી ઊર્જા મળે છે…! શરીરમાં પાણીની ઊણપ પૂરી થાય છે…! તેનાથી લોહી પણ વધે છે…! તાવમાં પણ તેનો ઉપયોગ થાય છે ઉદરના રોગો માટે કેસૂડો રામબાણ ઈલાજ જેવું કામ કરે છે…! આંખોની બીમારીઓ ઠીક થાય છે. તેના ઉપયોગથી રતોડીની સમસ્યાથી છુટકારો મળે છે…! તેના સેવનથી લોહીનું સર્ક્યુલેશન કંટ્રોલ કરવામાં કામ કરે છે. કેસૂડાનાં ફૂલ પરફ્યુમ જેવું સુગંધિત હોય છે. આમ ઉનાળાની વસંતઋતુમાં ખાખરાનું વૃક્ષ (કેસૂડા)ઓ ચોગરદમ લાલ ચટક નિરખવા મળે છે ને તેનો રસ પીવા પક્ષીઓ આવે છે. તો આપણે પણ ધુળેટીના દિવસે કેમિકલવાળા રંગોના બદલે કેસૂડાના રંગથી ધુળેટી રમીયે ને તન-મનમાં શીતળતાનો અહેસાસ કરીએ.

તસવીર આલેખન: ભાટી એન.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button