તસવીરની આરપાર : આકરુમાં જોરાવરસિંહ જાદવનું ‘વિરાસત મ્યુઝિયમ’ લોકકલા સંસ્કૃતિની ઝાંખી કરે છે
-ભાટી એન.
ગુજરાતની લોકકલા, લોક સંસ્કૃતિ, કલા, છબીકલાથી તરબતરને ઇન્ટરેસ્ટિંગ ઇન્સ્ટિટયૂટ જેવું મ્યુઝિયમ બોટાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ‘આકરુ’ ગામે ભવ્યતાતિભવ્ય ગ્રામિણ ‘વિરાસત’ને ઉજાગર કરતું પદ્મશ્રી-જોરાવરસિંહ જાદવ (વાઇસ ચેરમેન સંગીત નાટક અકાદમી ભારત સરકાર)એ પોતાનું જન્મ સ્થળ. વતન ‘આકરુ’માં પિતાશ્રીનું વતનનું ઋણ ચૂકવવાનું સ્વપ્ન જોરાવરસિંહ જાદવનું મૂતિમંત થયું છે…!
‘વિરાસત મ્યુઝિયમ’માં દિલ્હીના દરબાર સુધીની યાત્રાનું દર્શન કરાવતું મ્યુઝિયમ જરા હટકે છે…! અદ્ભુત અલૌકિકને ગરવી વસુંધરા પ્રતિબિંબનું સેટિસ્ફેકશન (આત્મ સંતોષ) થાય તેવું નવલું નઝરાણું બનાવતા પૂરાં ત્રણ વર્ષ લાગી ગયાં. આ મ્યુઝિયમ આમ તો ખોબા જેવડું ‘આકરુ’ ગામમાં બનાવ્યું છે.
પણ તેમાં સુવિધાને સંગ્રહ માટે કાષ્ટકલાના કલાકોતરણીવાળા કબાટ બ્લેક સીસમના કે સાગના હોય તેમ લાગે છે. સુચારૂ રિતે ક્રમશ: ગોઠવણ કરી છે. અત્યાધુનિક સ્ટાઇલની લાઇટોથી ઝગમગ મ્યુઝિયમમાં એરકન્ડિશન વ્યવસ્થા છે. કોન્ફરન્સ હોલ છે. જેમાં મોટું ટી. વી. રાખી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવી શકાય.
‘આકરુ’ ગામ આદર્શ બ્યુટિફૂલ ગામ છે. તેનું જરા વર્ણન કરું તો ગામમાં પ્રવેશતા મોટી શેરી છે. ત્યાંથી વિરાટ ડેલીવાળાં મકાનો જોતા ગામની સુખસમૃદ્ધિનો આછેરો પરિચય મળી જાય છે. ગામમાં વચ્ચે પ્રાચીન ચોરો આજે પણ દેશી નળિયાવાળો છે. જોતા સાત્વિક ધર્મનું સાનિધ્ય પૂરું પાડે છે.
આકરુ ગામ રાજવી સમયનું હોવાથી ઝરુખા જેવી ડિઝાઇનવાળાં પ્રાચીન મકાનો નિહાળવા મળે ગામના છેવાડે એક ટાવર બનાવેલ છે. જે ચબૂતરો જેવો છે ને અલગ ભાતનો છે. જેમાં બહુચર માતાજીનું મંદિર છે. ગામ રળિયામણું લાગે છે. તેનું કારણ વિશાળ ગામને પાધર તળાવ સુશોભિત લાગે છે. ત્યાં ભોળાનાથનું સરસ મંદિર પણ છે.
આ ગામ ધાર્મિકતાથી તરબતર છે તેનું રહસ્ય છે. શ્રી માધવાનંદ આશ્રમ ખૂબ મોટો છે. ગામ આખું તેને માને છે. અરે અમુક ઘરની ઉપર ‘માધવાનંદ’ જેવા સોહાણા શબ્દો લખ્યા છે. આકરુ ગામની શેરીઓ સુઘડને શિસ્તબદ્ધિ છે. અરે જે ગામમાં જોરાવરસિંહ જાદવ હોય તે ગામ તો જોરાવર હોય જ ને…! ગામ આકરુ છે પણ નિર્મળ નીર જેવું છે…!
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું ‘વિરાસત મ્યુઝિયમ’માં કેવું છે. ગામની વચ્ચે આછા પીળા રંગનું બ્લેક કાષ્ટકલાની થાંભલીઓ ને મુખ્ય પ્રવેશદ્વારની શું વાત કરું લાકડામાં ભરપૂર કલા છે. ને જાડું પણ તગડું છે…! પ્રવેશતા જ ખોડિદાસ પરમારની સ્ટાઇલનાં રેખાચિત્રોને ડાંગના દેશી કલાકારોએ ભીન્ન ભીન્ન રંગના ઘોડાઓ દોરેલ છે. પટાંગણમાં વિશાળ પ્રાચીન નંદી પથ્થરમાં કોતરેલ નિહાળવા મળે છે.
આ મ્યુઝિયમ ગામડામાં હવેલી હોય તેવી પ્રતીતિ તંતોતંત થાય છે. પ્રવેશતા જ જોરાવરસિંહના પિતાશ્રી દાનુભાઇ જાદવ. માતુશ્રી પામબા જાદવ. માતુશ્રી ગંગાબ જાદવને ધર્મપત્ની સજજ કુંવરબા જાદવની તસવીરો જોવા મળે છે. મ્યુઝિયમમાં ડાંગના ચિત્રકારોનાં ચિત્રોને ગુજરાતના વિખ્યાત ચિત્રકારોનાં ચિત્રો છે. કાલબેલા નૃત્યકાર ગુલાબો.
Also Read – ફોકસ: આવું ‘કામ’ સાવ ન-કામુંં…!
સિદી બાદશાહને ડાંગના નૃત્યકારની તસવીરો નયનરમ્ય લાગે છે. જોરાવરસિંહ ભાઇને મળેલ પદ્મશ્રીથી લઇને અસંખ્ય અવૉર્ડને નરેન્દ્ર મોદીથી માંડી મોરારિબાપુ સુધીના મહાનુભવો સાથેની તસવીરો. ગુજરાતની પાઘડી, તલવાર, શંખ, હોકા, ચોપાટ, પંચધાતુની મૂર્તિઓને સોવિનિયા દેશની મેરિયા શ્રેયશે આદિવાસ વિસ્તારમાં રિસર્ચ કરી તેની બુકની પ્રસ્તાવના તેમણે લખેલ તે પત્રને ત્રાંબા, પીતળનાં વાસણો, માટીનાં રમકડાંને તેમણે લખેલ બુકો બે કબાટ ભરીને છે.
આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન તા. ૧૭-૧૧-૨૪ના મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે થયેલ, આ પ્રસંગે વજુભાઇવાળા, શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા. સાંસદ દેવુસિંહ ચૌહાણ, ડો. સંધ્યા પુરેચાજી, જગદીશાનંદ સાગરજી મહારાજ, અલૌકિક સ્વામી, કે.જી. વણઝારા, રણછોડભાઇ ભરવાડે હાજરી આપી હતી. આ વિરાસત મ્યુઝિયમ એકવાર અચૂક જોવા જજો. – આલેખન તસવીર: ભાટીએન