તસવીરની આરપાર: ભારતે પાકિસ્તાનને જેવો જડબાતોડ જવાબ આપ્યો, એવું નાટક ‘જાણતા રાજા’ મોરબીમાં ભજવાય છે

-ભાટી એન.
મચ્છુ કાંઠો ને મોરબી, વચ્ચમાં વાંકાનેર,
ઇ ‘નર ફટાધર નિપજે ઈ’ પાણી હુંદો ફેર.
ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનને જેવો પાઠ: ભણાવ્યો છે, એવું ઐતિહાસિક યુદ્ધ મોરબીના આંગણે જાણતા રાજા મહા નાટકમાં છે, જેમાં શિવાજીનો અદ્ભુત જુસ્સો નિહાળવા જેવો છે.
ગુર્જર વસુંધરાનું વિશ્વ વિખ્યાત મોરબી સિટી છે…! ગુજરાતના અન્ય શહેરોની પેરેટીમાં અલગ તરી આવે છે…! મોરબીની સંનિધિમાં જશો તો રોમની નગરીના શિલ્પકળા અને લંડનની સ્થાપત્યકળાનાં દર્શન થશે…! નાવીન્યસભર બાંધણીથી શોભતું મયુરનગરી મન મોહી લે છે,,,! હૃદયને ઝંકૃત કરી દેશે. રૂપાળા પ્રવાસન સ્થળના અપ્રતિમ સૌંદર્યને માણવા જેવું સોહામણા સિટીની અંદર ‘માતૃભૂમિ વંદના ટ્રસ્ટ’ મોરબી દ્વારા નિર્મિત ભવ્યાતિભવ્ય પરમ વંદનીય ભારતમાતા ક્રાંતિ મંદિર. પરમ વંદનીય ભારતમાતા ક્રાંતિ મંદિરના વિવિધ પ્રકલ્પો,
મહર્ષિ દયાનંદ સરસ્વતી યજ્ઞશાળા, આર્ય ગૌ-શાળા, અમર જવાન સ્મારક, ગૌ માતા આધારિત સજીવ ખેતી, સંશોધન અને માર્ગદર્શન કેન્દ્ર, વૈદિક કુમાર ગુરુકુળ, વૈદિક ક્ધયા ગુરુકુળ, આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાલય મહર્ષિ દયાનંદના જીવનવૃતાંત પર આધારીત પ્રદર્શન, છત્રપતિ શિવાજી મહારાજના જીવનવૃતાંત પર આધારીત પ્રદર્શન સૃષ્ટિ આરંભથી અત્યાર સુધીનું ભવ્યાતિભવ્ય પ્રદર્શન.
આ પણ વાંચો: તસવીરની આરપાર : આપણી મહિલા સશક્તીકરણનાં દરેક મોરચે અગ્રેસર…
માતૃભૂમિ વંદના ટ્રસ્ટની રાષ્ટ્ર ભકતોને નમ્ર વિનંતી છે કે પરમ કૃપાળુ પરમાત્માએ બતાવેલ વેદ માર્ગ પર ચાલીને ઋષિ, મહર્ષિ, સંતો, મહંતો, વીર-વીરાંગનાઓએ પોતાનાં બલિદાનો આપીને નિરંતર શ્રેષ્ઠ કર્મો કરીને આ સૃષ્ટિને સ્વર્ગ સમાન બનાવી હતી, પરંતુ મહાભારતના સમય બાદ અનેક સંપ્રદાયવાદ, અંધ શ્રદ્ધા, કુરિવાજો, જાતિવાદ, ઊંચ-નીંચના ભેદભાવ
તેમજ ખોટી ઇશ્વર ઉપાસના પદ્ધતિઓથી આ વિશ્વનું અધ:પતન થયું. મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીના ‘વેદ તરફ પાછા વળો’ સૂત્રને અપનાવીને એક ઇશ્વરના સંતાન થઇને વસુધૈવ કુટુમ્બકમનો ભાવ જગાડવો એ આ રાષ્ટ્રીય યજ્ઞ આ સંસ્થાનો છે.
માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીની 201 મી જન્મજયંતી નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃત્તાંત પર આધારિત વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક ‘જાણતા રાજા’નો શુભારંભ તારીખ 02/05/2025 થી મોરબી સ્થળ : રાયગઢ કિલ્લો, રવાપર ધુનડા રોડ, પર ભવ્યાતીભવ્ય ‘રાયગઢ’ અદ્ભુત ક્લાત્મક ત્રણ હજાર ફૂટનું વિશાળ રંગમંચ ને 80 ફૂટ ઊંચો કિલ્લો જેમાં 300થી વધારે કલાકારો ભાગ લઈ રહ્યા છે…!!!?. જી, હા. છત્રપતિ શિવાજી મહારાજનાં જીવન પર આધારિત મહા નાટક વિશ્વનું સૌથી મોટું નાટક છે…!!!?. તેમાં સાચા હાથી, ઘોડા, ઊંટ, બળદ ગાડાં સાચુકલા જોવા મળે છે. અંદાજિત 1200 વ્યક્તિની સુચારુ બેઠક વ્યવસ્થા છે, પ્રફુલ્લિત રીતે માણી શકો એટલા માટે મોટી એલ. ઈ. ડી. પેનલમાં લાઈવ જોવા મળે છે.
આ પણ વાંચો: તસવીરની આરપાર : ઉનાળાનું અમૃત ફળ તરબૂચ ખાવ ને શીતળતાની તૃપ્તિ કરો તંતોતંત
પ્રથમ દિવસે મોરબી તેમજ ભુજ તથા હળવદથી બસ દ્વારા તેમજ મુંબઈ, ટંકારા, સુરેન્દ્રનગર, રાજકોટ વગેરે જગ્યાએથી અનેરા ઉત્સાહ સાથે રાષ્ટ્રભક્તો આવ્યા હતા. મહાનાટક જોઈ ખૂબ પ્રભાવિત થયા હતા અને કાર્યક્રમ સફળ રહ્યો હતો. માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા નિર્મિત પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ બનાવવાનું છે. તેની આબેહૂબ પ્રદર્શની બનાવાઈ છે તે જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. તેમજ મહર્ષિ દેવ દયાનંદ સરસ્વતીજીની જીવન પ્રદર્શની પણ અદભુત બનાવેલ છે, જે સવારે 9 કલાકથી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. જે વિનામૂલ્યે છે. તો આપ અને આપનાં બાળકોને અવશ્ય દેખાડો એવો અનુરોધમાતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
વિશ્વ પ્રસિદ્ધ મહા નાટક જાણતા રાજામાં 16 વર્ષથી શિવાજીનું પાત્ર ભજવે છે તેવા અનુભવી કલાકાર છે, તો પૂર્ણ મહારાષ્ટ્રનાં દોઢસો કલાકારો સામેલ છે, અત્યારે આ નાટકમાં મોરબીનાં 100 કલાકારો ભાગ લઈ રહ્યા છે જેમને છ દિવસની ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમાં નાના શિવાજી ખુદ મોરબીના બાળ કલાકાર ભાગ લઈ રહ્યા છે તો માતૃભૂમિ વંદના ટ્રસ્ટના કર્તવ્ય નિષ્ઠ મોભી મહેશભાઈ પટેલ ખુદ પ્રધાનજીનું પાત્ર ભજવી રહ્યા છે તો સાથે તેમના ધર્મ પત્ની અને પુત્ર પણ આ નાટકમાં કલાકાર તરીકે છે, જાણતા રાજા નાટક આ અગાઉ 2018 માં આવેલ ત્યારે ભરપૂર સફળતા સાંપડી હતી, મયુરભૂમિ મોરબીની પ્રજા આ નાટક જોવા હોંશે હોંશે આવે છે અને શિવાજીનાં જીવન કવન વિશે જાણે સાચે તે સમયનો ભવ્ય રાયગઢ કિલ્લો, તેમાં ઝરૂખા, બારી, દરવાજા ને મોટી પ્રતિમા છે. આ નાટકની મુખ્ય વિશિષ્ટતા એ છે કે તેનો પહેરવેશ ઓરીજનલ છે, તેની પાઘડીઓ, લેડીઝ પાત્રો પણ મહારાષ્ટ્રિયન ડ્રેસ પહેરે છે, તો મુસ્લિમ સુલતાનનાં સમયમાં મુસ્લિમ પહેરવેશ હોય છે, તેમજ ખાસ તો લડાઈ થાય ત્યારે તલવાર બાજી કરતા કલાકારોમાં લાઇટિંગ ઇફેક્ટ જબર દસ્ત હોય છે, તેને અનુરૂપ ગીતો પ્રમાણે સંગીત છે, આખા કિલ્લામાં કેવી લાઇટિંગ આપવી તેની સમજણ પ્રમાણે લાઈટ અપાય છે, તો તેમાં ડાયલોગ પણ ચોટદાર છે તેની માઈક વ્યવસ્થા અફલાતૂન છે. જોકે તેમાં રેકોર્ડિંગ કરેલ ગીત, કથા છે તેને અનુરૂપ હોઠ ફફડાવવાના ને અભિનય કરવાનો હોય છે, પણ દૂર બેઠેલા પ્રેક્ષકોને તો સાચેજ બોલતા હોય તેવી અનુભૂતિ તંતોતંત થાય છે, નાટકનો શુભારંભ મોરબીના કલેકટર ઝવેરી સાહેબે આરતી પૂજા કરી કરાવેલ.
આ પણ વાંચો: તસવીરની આરપાર : લીલામાંથી લાલ થાય મરચું તો રસોઈનો શહેનશાહ કહેવાય…
મોરબીમાં આઠ વર્ષ બાદ જાણતા રાજા મહા નાટક આવ્યું છે પણ તેમાં શિવાજીની દેશદાજ ઠાંશી ઠાંશીને ભરી છે. તેમની ન્યાયપ્રિયતા ઉજાગર થાય છે. તેના સમયમાં અમીર, ગરીબ સમાન રાખવામાં આવતા તો પ્રજા પણ શિવાજી પ્રત્યે નિષ્ઠા જોવા મળે છે. મરી જાય તેવી પળે પણ વફાદારી મૂકતા નથી, શિવાજીમાં કેટલી તાકાત છે તેની જાણ તેની માતા કહે છે અને દેશદાજવાળું મહા નાટક ત્રણ કલાકનું છે પણ તમને એક મિનિટ કંટાળો નાં આવે. ખરેખર ન્યાય પ્રિયતા, વફાદારી દેશ સેવાની ભાવના આજે પંદરમી ઓગસ્ટ, કે છવીસમી જાન્યુઆરીએ જોવા મળે છે, બાકી આઝાદીની ચળવળ કેમ થાય તેમનું ઉદાહરણ એટલે છત્રપતિ શિવાજી છે. માટે એક વાર દેશ દાજ જોવી હોય તો જાણતા રાજામાં છે. તેવો ભાવ ભારતે પાકિસ્તાનને જે રીતે સબક શીખવ્યો છે તેવો ભાવ જાણતા રાજામાં જોવા મળશે…