ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
ધનોતપનોત નીકળી જાય. પછી શું ?
- ભૂતપલિત.
મારી પત્ની મારું કહ્યું માનતી નથી. - -તો તમે બીજાની પત્નીનું માનવાનું શરૂ કરો.
બજારમાં નીકળેલી બહેનનો ભાઈ કોણ હોય? - પાણી પૂરીવાળા ભૈયાજી.
મારે જાવું પેલે પાર…કવિને ક્યાં જવું હશે? - ટ્રમ્પજીના દેશ અમેરિકામાં… એ પણ, બે નંબરમાં !
એક મૂરખને એવી ટેવ…એને કઈ ટેવ હશે? - મૂર્ખામીભર્યા….સવાલ કરવાની!
જૂના મકાનની જેમ જૂના મેરેજનું રિડેવલોપમેન્ટ થાય તો? - વધુ જગ્યા મળે, પણ ભાડુંય વધુ આપવું પડે !
પોસિબલમાં કયું બળ હોય? - મન વત્તા બળ.
ભાવતાલમાં તાલ શેનો હોય?. - તોલવાનો તાલ ..
આજકાલ સંતસાધુના બફાટ કેમ વધી ગયા છે ? - પ્રવચન કરતાં બફાટ વધુ ઝડપથી પ્રસરે માટે!
પ્રેમમાં ગુરુત્વાકર્ષણનો કયો નિયમ લાગુ પડે? - લગ્ન અને પછી ગૃહસ્થાકર્ષણનો.
સ્વપ્નના સંસારનો ફાયદો શું? - ગમે ત્યારે છૂટાછેડા તો લઈ શકાય! .
લગ્નમાં સાત ફેરાં ને છૂટાછેડા માટે? - કોર્ટના અગણિત આંટાફેરા.
રામરાજ્યને હવે કેટલી વાર ? - રામ દેખાય એટલી ! .
પરીકથા કેમ સાંભળવા મળતી નથી? - પરીઓ હવે પડોશણ થઈ ગઈ છે એટલે.
છોરું કછોરું થાય તો મા-બાપે શું કરવાનું? - ટોકવાનું – રોકવાનું….ના માને તો
રડીને ચૂપ રહેવાનું !
આ પણ વાંચો : રમૂજી સવાલના મનમોજી જવાબ