ઈન્ટરવલ

અમેરિકામાં ભારતીય મૂળની માતાએ 11 વર્ષના પુત્રને પહેલા ડિઝનીલેંડ ફેરવ્યો, પછી ગળું દબાવી કરી હત્યા

ન્યૂયોર્કઃ અમેરિકામાં ભારતીય મૂળની એક મહિલા પર તેના 11 વર્ષીય પુત્રનું ગળું દબાવીને હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે. મહિલાએ ત્રણ દિવસ સુધી પુત્રને ડિઝનીલેંડમાં ફેરવ્યા બાદ કેલિફોર્નિયાની એક મોટલમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આરોપી મહિલા સરિતા રામારાજુ (ઉ.વ.48)એ 19 માર્ચની સવારે પોલીસને ફોન કરીને જણાવ્યું કે, તેણે તેના પુત્રની હત્યા કરી હતી અને આપઘાત કરવા ગોળીઓ ખાઇ લીધી હતી. જ્યારે પોલીસ સાંતા એના સ્થિત મોટલ પહોંચી ત્યારે બાળક મૃત મળી આવ્યું હતું. રૂમમાં ડિઝનીલેંડની યાદગાર વસ્તુઓ વેર વિખેર હાલતમાં પડી હતી.

2018માં લીધા હતા છૂટાછેડા
સરિતાએ 2018માં તેના પતિ પ્રકાશ રાજુ સાથે છૂટાછેડા લીધા હતા. પુત્રની દેખભાળનો અધિકાર કોર્ટે પ્રકાશને આપ્યો હતો, પરંતુ સરિતાએ પુત્રને મળવાની અને તેની સાથે ફરવા જવાની મંજૂરી માંગી હતી. આ રીતે તેણી પુત્રને લઈને ડિઝનીલેંડ ફરવા લઈ ગઈ હતી. જ્યાં તેણે ગળું દબાવીને પુત્રની હત્યા કરી હતી. મોટલના રૂમમાંથી એક છરી મળી હતી. જેને એક દિવસ પહેલા જ ખરીદવામાં આવી હતી.

આ પણ વાંચો…દક્ષિણ કોરિયાના 20થી પણ વધારે જંગલોમાં લાગી ભયાનક આગ, બે અગ્નિશામકના મોત

દોષી સાબિત થશે તો તેને 26 વર્ષની જેલ થઈ શકે છે
ઓરંજ કાઉન્ટી જિલ્લા એટોર્ની કાર્યાલય મુજબ, જો સરિતા દોષી સાબિત થશે તો તેને 26 વર્ષની જેલ થઈ શકે છે. પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ, હત્યા એક કલાક પહેલા કરવામાં આવી હતી. ઓરેન્જ કાઉન્ટીના જિલ્લા એટોર્ની ટૉડ સ્પિટ્ઝરે કહ્યું, કોઈ બાળક માટે સૌથી સુરક્ષિત સ્થાન તેની માતાનો ખોળો હોય છે. પરંતુ અહીંયા એક માતાએ જ તેના બાળકની ક્રૂરતાથી હત્યા કરી હતી. સરિતાની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે મામલાની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.

પતિ-પત્નીએ એકબીજા પર લગાવ્યા આરોપ
રામારાજુએ તેના પૂર્વ પતિ પર માદક પદાર્થના સેવનનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે તેનો પતિ દારૂ, ડ્રગ્સ અને ધુમ્રપાન કર્યા બાદ ખૂબ આક્રમક થઈ જાય છે. પતિએ પણ તેની પૂર્વ પત્ની પર હળાહળ જૂઠ બોલતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button