અત્યાધુનિકયુગમાં વિલર એન્ડ વિલશનનાં દેશી મશીનથી સિલાઈકામ થાય છે!!!
તસવીરની આરપાર – ભાટી એન.
માણસને કપડા પહેરવા જીવન જરૂરી છે! તેની શોધ તો સદીઓ અગાઉ થઈ તેનો ઈતિહાસ જાણીશું પણ આ આર્ટિકલ લખવાની પ્રેરણા મોરબી જિલ્લાના વાંકાનેર મેઈન બજારમાં અપાસરા શેરીના નાકે નાની ઓરડીમાં ૧૦૦ વર્ષ જુનવાણી સિલાઈ મશીનથી દરજી કામ કરતા રોહિતભાઈ લીલાધરભાઈ ગોહેલ જેઓ ૪૫ વર્ષથી વિલર એન્ડ વિલશન, યુ.એસ.એ નું પ્રાચીન સિલાઈ મશીનથી આજે પણ દરજી કામ કરે છે! આ દેશી મશીનમાં માત્ર મેઈન ત્રણ પાર્ટસથી સિલાઈ કામ કાપડ પર થાય છે..! હાથલો, કનેક્ટ રોડ ની મુખ્ય ભૂમિકા હોય છે. ઘોડાના વાળના બ્રસમાંથી દોરો પસાર થાય છે ને આ સિલાઈ મશીન ભલે નાનું હોય પણ તાલ પત્રી જેટલી જાડીમાં પણ આસાનીથી સિલાઈ થાય છે. નાનું નાજુકડું મશીન અંદાજે એકફૂટ લાંબુને છ ઈંચ પોહાળાઈવાળું મશીન જોકે અત્યારે બંધ થઈ ગયા છે. પણ રોહિતભાઈ આ જુનવાણી મશીન સાચવીને પોતાની આજીવિકા રળે છે.
હાથ સિલાઈ કરવી એ આપણી પ્રાચીનકલા છે. જે હજારો વર્ષ પુરાણી છે.
તે સમયે સિલાઈકામ જાનવરોના હાડકાં અને શિંગડામાંથી સોય બનાવી હાથેથી સિલાઈ કામ કરતા હતા..! ‘હા’, ત્યારબાદ તેમાં બદલાવ આવતા લાકડામાંથી સોય બનાવી હતી..! અને ધીમે…ધીમે…વિવિધ ધાતુની સોય બનાવીને પછી હાથથી સિલાઈકામમાં વેગ આવ્યોને પ્રથમ’ તો હાથેથી સિલાઈકામ કરેલા કપડા પહેરતા. સમયાંતરે તેમાં દેશી સિલાઈ મશીન આવ્યા જેમાં વિલર એન્ડ વિલસન જેવી યુ. એસ.એ ની કંપનીએ ખૂબ
જહેમત બાદ દોઢસો વર્ષ અગાઉ દેશી સિલાઈ મશીન બનાવ્યુંને કાયદેસરની સિલાઈકામ થવા લાગ્યું જેમાં માનવી આધુનિકતાવાળાં વસ્ત્રો પહેરવા લાગ્યા આ મશીન આમ તો આખા આંટાવાળું મશીન કહેવાય છે.
સમય જતા અડધા આંટાના અને આખા આંટાના સિલાઈ મશીન બનવા લાગ્યાં જેમાં ઓઈલ હાથેથી તમામ સ્પેર પાર્ટસમાં ઉજવું પડતું આ ટેક્નિક ઘણા વર્ષો સુધી ચાલી સિલાઈ મશીનને કારણે આજનાં ફેશનેબલ કપડા બનાવવા શક્ય અને સરળ બન્યા છે..! સિલાઈ મશીન શોધવાનો શ્રેય કોઈ એક નહીં પણ અનેક શોધકોને આપવો પડે. સૌથી પહેલા સિલાઈ મશીન વાઈસેંથોલ નામની વ્યક્તિએ ઈ.સ. ૧૭૫૫ માં બનાવ્યું હતું જેમાંં જેમાં એક સોયનો ઉપયોગ થતો હતો જેની મધ્યમાં એક છેદ હતો અને સોયના બંને માથાં અણિયાવાળા હતા. ત્યારબાદ ઈ.સ.૧૭૯૦માં બીજા સિલાઈ મશીનની શોધ થઈ તેની શોધ થૉમ્સ સેન્ટ નામના અંગ્રેજે કરી હતી. સિલાઈ મશીનના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. મિકેનિકલ સિલાઈ, ઈલેકટ્રોનિક સિલાઈમશીન, કમ્પ્યુટરાઈઝડ સિલાઈ મશીન. આ સિલાઈ મશીન અન્યની તુલનામાં ખૂબજ ઝડપી છે. મોટા ભાગે આ મશીનનો ઉપયોગ ફેક્ટરીમાં કરવામાં આવે છે. આજે તો ટોટલી ઓટોમેટિક મશીન લાખોની કિંમતના આવી ગયા છે ને દરજીકામમાં અત્યાધુનિકતા આવી છે. તેમાં સિલાઈકામ બેનમૂન થાય છે. અને તેની મજબૂતાઈ ઘણી હોય છે. આપણી જિંદગીની સાથે સિલાઈ મશીનનું મહત્ત્વ અતુલ્ય છે. હવે તો મલ્ટિનેશનલ કંપની પણ દરજીકામ થોકબંધ કપડા સિવી કરી રહેલ છે.