ઈન્ટરવલ

શણગારો તો બાવળ પણ શોભે!

કચ્છી ચોવક – કિશોર વ્યાસ

“સોન જિત ઘ઼ડાજે, ઉતે અગે આ ચોવકમાં ઉપયોગમાં લેવામાં આવેલા શબ્દોના અર્થ મુજબ સંકલિત અર્થ એવો થાય છે કે, “સોનું જયાં ઘડાય ત્યાં તેનું મહત્ત્વ રહે! પ્રથમ શબ્દ ‘સોન’ એટલે સોનું, ‘જિત’નો અર્થ થાય છે જયાં અને ‘ઘડાજે’ એટલે ઘડાય. ‘ઉતે’નો અર્થ થાય છે ત્યાં અને ‘અગે’નો મૂળ અર્થ તો ‘આગળ’ એવો થાય છે, પરંતુ અહીં ‘અગે’નો પ્રયોગ છે, જે મહત્ત્વ કે માન-સન્માનના અર્થમાં લઇ શકાય! ચોવકનો ભાવાર્થ તો વળી જુદો જ છે! “સોન જિત ઘડાજે એટલે આપણા શરીરનું પિંડ જયાં બંધાય, જયાં આપણો જન્મ થાય એ ધરતી પર આપણા જીવનને પોષણ મળે, માન મળે, સન્માન મળે! અગ્રેસર તરીકે ગણના થાય! છેને ? શબ્દાર્થની અજાયબી?

સોનાની જ વાત શરૂ કરી છે તો, તેના પ્રયોગવાળી બીજી એક ચોવક પણ જાણીએ! ચોવક છે:- “સોનજી થારી મેં લો જી લીપહેલા શબ્દ સમૂહ “સોનજી થારી મેં તો અર્થ થાય છે, સોનાની થાળીમાં “લો એટલે લોખંડ અને ‘લી’નો અર્થ થાય છે, ‘રેખા’ કે લીટી કે મેખ! હવે યાદ કરો એક ગુજરાતી કહેવત! “સોનાની થાળીમાં લોઢાંની મેખ!’ એક વસ્તુ આખી ખૂબ જ સુંદર હોય પણ તેમાં કંઇક એવું હોય જે તેની સુંદરતામાં ડાઘ સમાન હોય! ભલે આપણે “સોનાની થાળી’નું ઉદાહરણ જોઇએ છીએ, પણ ભાવાર્થનું ઊંડાણ સમજવાની જરૂર છે. ચોવક, માણસનાં વ્યક્તિત્વના ઓપની, તેની પ્રતિષ્ઠાની કે સમાજમાંના સન્માનનીય સ્થાનની વાત કરીને કહે છે કે, આ બધા ગુણોને લુણો લગાડે તેવા અવગુણોની! જેના કારણે વ્યક્તિત્વ ઝંખવાતું હોય છે.

એક સુંદર મજાની ચોવક છે : ‘સુ઼ડબ સૂંણાં નેં પાલર ભિનાં’ અહીં પણ બે શબ્દના સમૂહનો એક અર્થ છે. “સુ઼ડબ સૂંણાં એટલે ચઢેલાં ડાચાં વાળો-વાળી! એ જ રીતે “પાબર ભિનાં એટલે વરસાદનાં તાજાં પાણીમાં પલળેલો કેલી! આટલી કવાયત પછી પણ અર્થ તો એટલો જ નીકળે છે કે, કોઇનો દેખાવ બરાબર ન હોવો!

ઘણાને સામે ચાલીને આફત વહોરી લેવાની આદત હોય છે. એવા લોકો માટે કચ્છીમાં એક ચોવક પ્રચલિત છે: “સુતલ કે છીર ડીંણું ‘સુતલ’ શબ્દનો અર્થ છે, સુતેલા અને ‘છીર’ એટલે છીર. ‘ડીંણું’ એટલે આપવું કે દેવું. વળી એક ગુજરાતીમાં પ્રયોજાતી કહેવત આ ચોવકનો મૂળ અર્થ સમજવા જોઇએ : ‘સૂતા સૂર જગાવવાં’ કે ‘સિંહની બોડમાં હાથ’ નાખવો!

‘સિભાજે ઇતરો વીતરીજે’ ‘સિભાજે’ એટલે સહન થાય તેટલું પણ અહીં ‘પહોંચી વળવા’ના અર્થમાં તેનો ઉપયોગ થયો છે. ‘ઇતરો’ એટલે ‘એટલું જ’ ‘વીતરીજ’નો અર્થ થાય છે. વેતરવું! કોઇ પણ આયોજન આપણે પહોંચી વળીએં કે પછી આપણી ક્ષમતા પ્રમાણે જ કરવું જોઇએ.

ઘણા લોકો, એટલે ક પુરુષો કે સ્ત્રીઓ જરા પણ શોભતાં ન હોય. પણ પાર્લર કે બ્યુટી પાર્લરમાંથી નીકળે અને પછી જરા ચિવટથી શણગાર કરે તો કંઇક અંશે શોભે! આવા અર્થમાં એક ચોવક છે, જેમાં હકીકત પણ છે અને કોઇની મજાક-મશ્કરી કરવાની કળા પણ છે. ચોવક છે: ‘સિણગાર્યો બાવર પ શોભે’ અર્થ થાય છે, બાવળને શણગારી એ તો એ પણ શોભી ઉઠે! ‘સિણાગાર્યો’ એટલે શણગારેલો. ‘બાવર’ એટલે બાવળ ‘પ’નો અર્થ છે પણ અને શોભે એટલે….. શોભે જ તો વળી!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…