બુઢ્ઢા ખાય તો જુવાન બની જાય, આવી છે બાજરાની તાકાત…!
બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન: ઘોડે પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન
તસવીરની આરપાર – ભાટી એન.
ખેતરોમાં વિવિધતાસભર જણસ નિહાળવા મળે પણ ઉનાળાની ઋતુમાં માઇન્ડ બ્લોઇંગ લીલાછમ લાંબા પાનને ઉપર ઉન્નત શિખર હીરા મોતીના દાણા ગોળાકાર ચમકતા આખા ડુંડામાં ખીચો બાજરો મોતીથી ભરેલ હોય તેમ કુદરત બેમિસાલ પાક તૈયાર કરી આપે છે. પણ પશુ, પક્ષી, ચકલા, પોપટ તેમાં ભાગ બટાઇ કરી બાજરો બરાબર પાકી જાય તે વેળા ચકલા, પોપટ બાજરો ડુંડામાંથી આવે તે તસવીર એકસ્ટ્રા ઓર્ડિનરી એક તસવીરકાર તરીકે લાગે પણ ખેડૂતને પોતાનો પાક બચાવવાનો હોવાથી અવાજ કરી પક્ષીઓને ભગાડે પણ આપણે આજે બાજરા વિશે જાણીશું !?
બાજરો કે બાજરી બહોળાપણે ઉગાડવામાં આવતી જાત છે! સામાન્ય પણે એ સ્વીકારવામાં આવેલું છે કે બાજરાની જાત આફ્રિકામાં ઉત્પન્ન થઇ અને ત્યાંથી ભારતમાં આવી અગાવના પુરાતત્ત્વીય દસ્તાવેજો અનુસાર ઇ. પૂ. ૨૦૦૦માં બાજરાની આ જાત ભારતમાં આવી હશે! બાજરો સૂકા કે ઓછા પાણીવાળા વિસ્તારોમાં ઓછી ઉપજાઉ જમીનમાં અને ઉચ્ચ તાપમાનમાં ઉત્પાદન માટે અનુકૂળ છે! વધુ ક્ષારવાળી કે ઓછી પી. એચ. ધરાવતી જમીનમાં પણ તેનું સારું ઉત્પાદન થાય છે. પોતાની પ્રતિકૂળ સ્થિતિને અનુકૂલન સાધવાની પ્રકૃતિને કારણે તે જયાં અન્ય ધાન્ય પાકો જેવા કે મકાઇ અને ઘઉં ન ઊગી શકે ત્યાં પણ બાજરો ઊગે છે.
આજે આ બાજરો વિશ્ર્વના લગભગ ૨,૬૦,૦૦૦ ચો. કિ. મી. વિસ્તારમાં ઊગે છે! તેનો ફાળો બાજરાનો વૈશ્ર્વિક ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં છે.
ભારતમાં બાજરાનાં નામો પણ ભિન્ન છે! ક્ધનડ-સાજજે, તમિલમાં-બાજરા, હિંદી-પંજાબીમાં બાજરી, મરાઠીમાં પણ બાજરી, તેલુગુ-સજજાલુ કહે છે. જયાં બાજરો પારંપારિક રીતે ઉગાડવામાં આવે છે. ત્યાં રોટલા, પાંઉ, કાંજી બાફીને ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે તેનો ઉપયોગ ચારા કે કડલ તરીકે થાય છે અને પક્ષીઓને ખવડાવા ખાસ કરીને મરઘા ઉછેર કેન્દ્ર, બટેર (લેલાં) ટર્કી, તેતર અને જંગલી કબૂતર જેવાં લડાકુ પક્ષીઓને ખવડાવામાં થાય છે. બાજરી મરઘાને ખવડાવાથી ઓમેગા ૩’ નામના ફેટી એસિડની માત્રા વધુ મળે છે! ખાદ્ય પદાર્થ તરીકે બાજરો વપરાય છે. બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ હોય છે. જેથી તેને ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે અને શરીર અંદર અને બહારથી પણ ઊર્જાવાન રહે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જેથી તે સરળતાથી પચી જાય છે અને પાચનને દુરસ્ત રાખવામાં મદદ કરે છે.
કબજિયાતનું અને ગેસની પરેશાની હોય તો સમસ્યામાં રાહત મળે છે. તેમ છતાં ડોકટરની સલાહ લેવી જરૂરી છે. બાજરીનું વાવેતર ફેબ્રુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં ઠંડી ઓછી વાવેતર કરવામાં આવે છે. બીજમાં અંકુરણ મોડું અને ખૂબ જ ધીમું થાય છે. પણ બાજરો તાકાતવાન છે. બુઢ્ઢા જુવાન બની જાય! હાલે આ બાજરાનો પાક તૈયાર થઇ ગયો છે. વાંકાનેર તાલુકાના ધમલપર ખાતે એક ખેતરમાં લહેરાતો બાજરો ને બાજરો ખાતો પોપટની તસવીર જોતા મજા આવશે.