ઈન્ટરવલ

રૂઢિપ્રયોગ કાવ્યના સહોદર સમાન છે

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

રૂઢિપ્રયોગ અને ચોવક એ કચ્છી સાહિત્યમાં સહોદર સમાન છે. નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે કચ્છ દેશના દેવી, જગદંબા આશાપુરાની શક્તિવંદના કરવા માટે વપરાયેલા એક રૂઢિપ્રયોગનું સ્મરણ થાય છે. બહુ માણવા જેવો રૂઢિપ્રયોગ છે.

“અસીં જાણો ન કીં, બુઝોં, બુઝેતી ત બાઈ,
ઢરચર મથા ઢારીએં, આશાપુરા તૂ આઈ”

અદ્ભુત અર્થ ધરાવે છે આ રૂઢિપ્રયોગ. સંપૂર્ણ અર્થ વાગોળીએં: અમે તો અબુધ છીએ, અમે કંઈ જાણતા નથી માત્ર તું જ એક સર્વજ્ઞાતા છો. હે, મા! એ તું જ છો જે રણસંગ્રામમાં અસૂરોનાં ધડ-માથાં ઢાળીને મોતને ઘાટ ઉતારે છે.’ માતાજીની શક્તિ અને ભક્તિનો અપરંપાર મહિમા તેમાં સમાયેલો છે. કાવ્યપંક્તિ જેવા આ રૂઢિપ્રયોગમાં, પણ “યથા ઢારીએં” “યથો ઢારણું”એ રૂઢિપ્રયોગનો પણ સુપેરે ઉપયોગ થયો છે. વળી રણભૂમિનું શબ્દચિત્ર તેના કારણેજ બન્યું છે.

કોઈ પણ ભાષા હોય, પરંતુ આવા પ્રયોગો ભાષામાં પ્રાણ પૂરતા હોય છે. ભાષાને સુંદરતા બક્ષતા હોય છે, અતિ આકર્ષક બનાવે છે. એટલા માટે જ રૂઢિપ્રયોગોને કાવ્યના સહોદર પણ કહી શકીએ! કાવ્યોની માફક જ એ ભાવજગતને સમજની સપાટી પર લાવવાનું સામર્થ્ય ધરાવે છે. જો કે એ પ્રકારની કાવ્યાત્મકતા ચોવકોમાં પણ ઘણીવાર જોવા મળે છે. આવો માણીએ:
ચોવક છે:

“બાપા ચુંઢે બાવરીયા, ને મા ચુંઢે બેર,
તેંજો પુતર ઘ઼઼ોડે ચડ્યો, ઈ વેસે કેર?

બાપ' એટલે બાપ.ચુંઢે’નો અર્થ થાય છે ચૂંટવું અને બાવરીયા એટલે બાવળ. બેર'નો અર્થ છેબોર’. પુતર' એટલે પુત્ર.ઈ વેસે કેર’ નો અર્થ થાય છે: એવું માને કોણ? વેસે' એટલે માનવું અનેકેર’ એટલે કોણ? આખી ચોવકનો શબ્દાર્થ છે: બાપ બાવળ ચૂંટે, ને જેની મા બોર વીણતી હોય, તેમનો પુત્ર ઘોડે ચઢ્યો એમ કોઈ કહેતો એવું માને કોણ?

ચોવકનો અર્થ અત્યંત ગર્ભિત છે. વિચારવંત વ્યક્તિ, સમાજની કેટલીય ઘટના વખતે તેનો ઉપયોગ કરે છે અને બહુવિધ અર્થ સમજે છે, પરંતુ સામાન્ય સપાટી પર તેનો અર્થ એવો થાય છે કે, પોતાની શક્તિ કે ક્ષમતા કરતાં મોટી વાત કરવી, પરંતુ અહીં કાવ્ય સ્વરૂપે વપરાયેલા પ્રતીકો જુઓ: મા'બાપ’ પુત્ર'ઘોડો’ બાવળ' અનેબોરડી’. ભાષાને કેટલી તાકાત બક્ષે છે!

આપણને કોઈ વસ્તુ સમય પર ન મળે તો તેની કોઈ કિંમત કે મહત્ત્વ રહેતું નથી. મતલબ સમય વહી ગયા પછી એ ઉપયોગી નથી રહેતી. તેના માટે એક સુંદર છણકો કરતી ચોવક કચ્છીમાં પ્રચલિત છે:
“બરઈ તોજી લપઈ, જુકો સજી રાત તપઈ” અર્થ આપું? ધૂળ પડી તારી એ લાપસીમાં, જેને બનાવતાં આખી રાત (આવડી વાર) લાગી!બરઈ’ શબ્દનો અહીં અર્થ થાય છે બળી',તોજી’ એટલે તારી',જુકો’નો અર્થ થાય છે જે સજી રાત' એટલે આખી રાત.તપઈ’નો અર્થ છે તપી કે ગરમ થઈ. (બનાવતા વાર લાગી).

હવે શું કામની તારી લાપસી? જેને બનાવતાં જ આવડી વાર લાગી. ભલે, તેં સ્વાદિષ્ટ બનાવવા માટે વધારે વાર લગાડી હશે (સજીરાત તપઈ), પણ એ હવે મારા કામની નથી (બરઈ)! સમય પર ન મળે તો સારામાં સારી વાનગી પણ નકામી! હવે આ ચોવક ક્યાં ક્યાં વાપરી શકાય એ તમે વિચારજો! ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button