દેશમાં સંપર્ક સંવાદનો આત્મા એટલે હિન્દી
પ્રાસંગિક -લોકમિત્ર ગૌતમ
ભલે રાજકીય રીતે કેટલાક નેતાઓ હિન્દીના નામે ઉત્તર ભારતના વર્ચસ્વની વાતો કરતા હોય,ભલે દેશના ન્યાયાલય અથવા અમલદાર વર્ગ હિન્દી માટે તર્ક વિતર્ક કરતા હોય,પરંતુ આખા દેશમાં સામાન્ય નાગરિક વચ્ચે નજર કરીએ તો સંપર્ક અને સંવાદ માટે હિન્દી સૌથી સહજ ભાષા છે.
આજની તારીખમાં હિન્દી આખી દુનિયામાં ત્રીજી સૌથી વધારે બોલાતી ભાષા છે. એટલે એ કહેવું હાસ્યાસ્પદ છે કે જો સરકારે હિન્દી પર ધ્યાન ન આપ્યું તો હિન્દી ભાષા ખતમ થઇ જશે. હકીકત એ છે કે હિન્દીનો વિકાસ સરકારોના પર્યત્નોથી નહીં થાય, કોઈપણ ભાષા સત્તાના સંરક્ષણથી જીવતી નથી રહેતી. તકનીકી રીતે તો એ ફક્ત સરકારી પ્રયાસોથી જીવંત નહીં રહે. એટલે દુનિયામાં હિન્દીને મહત્વપૂર્ણ જીવંત અને જાદુઈ આકર્ષણવાળી ભાષા બનાવવી હોય તો સાહિત્યમાં જે કંઈ લખાઈ રહયું છે એને છોડી દો અને હિન્દી લખવા અને વાંચવાવાળા એ સંકલ્પ કરે કે સોશિયલ મીડિયા પર ગંભીરતા દર્શાવશે. માત્રથી હિન્દી ભાષાના હાલ સુધરી જશે. હિન્દી લખવા અને વાંચવાવાળા માત્ર એટલો નિશ્ચય કરી લે કે તેઓ સોશિયલ મીડિયામાં બિનજરૂરી, વાહિયાત અને સમાજને પાછળ ધકેલવાવાળી વાતો નહીં લખે અને નહીં વાંચે. ભલે ઓછું વાંચીએ, ઓછું લખીએ પરંતુ જેટલું વાંચીએ ,લખીએ એ પ્રમાણિક અને ગંભીર હોય, તો જરુરુ ચમત્કાર થશે અને હિન્દી, અંગ્રેજી પછી દુનિયાની સૌથી મહત્વપૂર્ણ ભાષા બની જશે.
જો આપણે ધ્યાન આપ્યું હોય તો હિન્દીભાષી અભિવ્યક્ત કરવામાં ખુબ ઉત્સાહી અને ઉતાવળો હોય છે. પરંતુ ચિંતાની વાત એ છે કે સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર દરરોજ ત્રણ કરોડ થી વધુ થતી હિન્દી પોસ્ટમાં મોટાભાગે અંધવિશ્વાસ, જુનવાણી વાતો, જાતીય ઉન્માદ અને એકબીજાના પગ ખેંચવાની વાતો હોય છે. કહેવાનો મતલબ એ છે કે સોશિયલ મીડિયા પર દરરોજ સેંકડોની સંખ્યામાં હિન્દીની પોસ્ટ હોવા છતાં હિન્દી સમાજનું આ સામગ્રીના માધ્યમથી જરાપણ શિક્ષણ પ્રશિક્ષણ નથી થતું. ભલે સોશિયલ મીડિયા પર એ આરોપ લાગે કે તેના કારણે આપણા બધાનો સમય છીનવાઈ ગયો છે, પરંતુ હકીકત એ છે કે લખવા,વાંચવાની પરંપરાનો જે રીતે ખાત્મો થઇ રહ્યો છે, સોશિયલ મીડિયાએ એનાથી આપણને બચાવ્યા, બહુ સંપન્ન પણ બનાવ્યું છે. ગુગલના અહેવાલો પ્રમાણે આજે દુનિયામાં દરરોજ ૨.૫ કવીન્ટિલિયન અબજ બાઈટ ક્ધટેન્ટ પોસ્ટ કરવામાં આવે છે. સામાન્યમાં સામાન્ય માણસ સોશિયલ મીડિયા પર રોજના ૨ થી ૪ કલાક વિતાવે છે, અને એક હજાર થી બે હજાર શબ્દ દરરોજ વાંચે છે. જો ઈન્ટરનેટના શરૂઆતના વખતની કલ્પના કરીએ તો બહુ ભણેલા લોકો, જેમનો લખવા વાંચવાનો વ્યવસાય હતો, એવા લોકો પણ દરરોજ ૨૦૦૦ શબ્દ પણ નહોતા વાંચતા. આ રીતે જોઈએ તો સોશિયલ મીડિયા દ્વારા લોકોમાં વાંચવાની આદત કેળવાઈ છે. એ અલગ વાત છે કે આજે લોકો કાગળમાં કે ચોપડીઓમાં નથી વાંચતા પરંતુ સ્ક્રીન પર વાંચે છે. લખે પણ ત્યાં જ છે. પરંતુ એનાથી કોઈ ફરક નથી પડતો કે લોકો ક્યાં વાંચે છે અને ક્યાં લખે છે, સારી વાત એ છે કે લોકો વાંચે છે. પરંતુ દુ:ખની વાત છે કે આટલું વાંચવા,લખવા છતાં એનાથી કોઈ માનસિક કે બૌદ્ધિક વિકાસ નથી થતો. આટલું વાંચવા,લખવા છતાં લોકોની સમજણમાં કોઈ પ્રકારની વૃદ્ધિ જોવા નથી મળતી, ઉલટું ભ્રમ જરૂર દેખાય છે. હકીકતમાં એનું કારણ એ છે કે આપણે લખવા અને વાંચવાના મામલે ખુબ બિનજવાબદાર છીએ. ભલે સોશિયલ મીડિયાના આ જમાનામા વાંચવું લખવું આપણી આદતનો ભાગ બની ગયું છે, પરંતુ તાર્કિકતા અને વૈજ્ઞાનિક વિચાર જે તાર્કિકીતાનો જ એક ભાગ છે એ આપણામાં જરાપણ વિકસિત નથી થયો. આપણે એ જ અંધશ્રદ્ધા, આસમાજીક માન્યતાઓને પ્રોત્સાહન આપીએ છીએ. ભલે સોશિયલ મીડિયાને કારણે આપણું ઈન્ટરેક્શન અખિલ ભારતીય નહીં પણ વૈશ્વિક થઇ ગયું હોય, પરંતુ ન તો આપણામાં બીજા પ્રત્યે સન્માનનો ભાવ ખીલ્યો છે કે ન તો આપણે પોતાના સિવાય બીજા કોઈને મહત્વપૂર્ણ માનીએ છીએ.
હદ તો ત્યારે થાય છે કે જે ખોટા વિચાર અને ભાવનાઓ ઓછા ભણતરને કારણે થતી હતી, હવે એ અંધવિશ્વાસ,અને સામાજિક ખામીઓ સ્વદેશી હોવાનો ગર્વ થઇ ગઈ છે. આપણું સોશિયલ મીડિયા કંટેન્ટ બિનજરૂરી જાતિવાદ, બેમતલબની ઈર્ષા,અને નકામા પ્રપંચોની ભરમાર છે. જો સોશિયલ મીડિયા જેવા વૈશ્વિક મંચનો ઉપયોગ આપણે એકબીજાની જાણકારીને સમૃદ્ધ કરવામાં કરીએ તો એનાથી મોટું શિક્ષાનું બીજો કોઈ મંચ ન હોઈ શકે. વાસ્તવમાં દુનિયામાં એવો કોઈ મનુષ્ય નથી જેની પાસે કોઈ ખાસ માહિતી, કોઈ ખાસ અનુભવ અથવા કોઈ ખાસ નિષ્કર્ષ ન હોય. જો આપણે ઈમાનદારીથી આ મંચથી આપણી ખૂબીઓ બીજાને બતાવીએ અને બીજાની ખૂબીઓને વાંચીએ, મનન કરીએ અને આત્મસાત કરીએ તો રાતોરાત સમાજનો કાયાકલ્પ થઇ શકે છે. સમાજ સુશિક્ષિત, સામાન્ય જ્ઞાનથી ભરપૂર અને જરૂરી જાણકારીઓથી સમૃદ્ધ થઇ શકે છે.