ઈન્ટરવલ

હાશ, હવે મારું મંગળસૂત્ર સલામત છે!

વ્યંગ -ભરત વૈષ્ણવ

મધરાતે લપાતો છુપાતો રાજુ રદી ઘરની બહાર નીકળ્યો. એણે આજુબાજુ જોયું .એણે આગળપાછળ જોયું એણે ઉપરનીચે જોયું. એણે દસેય દિશાએ જોયું. એણે હૃદયના ધબકારા સાંભળ્યા. અમાસ હોવાથી ચંદ્ર ઉગ્યો ન હતો. પવનના સૂસવાટા સંભળાતા હતા. એણે ખિસ્સામાંથી ચાવી કાઢી. ચાવી સાઇકલના તાળામાં ભરાવી. તાળું ખોલી નાખ્યું. સાઇકલને થાંભલા સાથે ચેનથી બાંધેલી હતી.

ચેન ખોલી નાખી. રાજુ રદીએ ઊંડો શ્ર્વાસ લીધો. હાથથી મોં લૂંછ્યું. મનોમન ઓલ ઇઝ વેલ બોલ્યો. ‘હાશ હવે મારી સાઇકલ કોઇ ચોરી જશે નહીં.’ એમ બબડી ઘરમાં ઘૂસી સૂઇ ગયો. રાધારાણી થોડા દિવસથી ખિન્ન હતાં. વિષાદ અને અવસાદ અનુભવતાં હતાં. રાધારાણીના મનમાં ફડક હતી. રાધારાણી ઘરની બહાર હોય ત્યારે વધુ સાવધ થઇ જતાં. ગળામાં પહેરેલ ચેનને સાડી કે દુપટ્ટાથી બરાબર કવર કરી લેતાં. સૂતાં હોય ત્યારે પણ એનું મંગળસૂત્ર કોઇ છીનવી જશે એવી ધાસ્તી હતી.

હવે આજે રાધારાણી પ્રફુલ્લિત છે. આજે પીંછા જેવા હળવા થઇ ગયાં : હાશ, હવે કોઇ મારું મંગળસૂત્ર છીનવીને અન્ય કોઈ બાનુના ગળામાં ટીંગાડશે નહીં. ચાલો, ‘મંગળસૂત્ર સલામત તો ગળા ઘણા.’ અમારી ‘બખડજંતર ચેનલ’ ના સ્લિપિંગ પાર્ટનરનું નામ ભગાભાઇ છે. ભગાભાઇને ગૌવંશ પર અનન્ય પ્રીતિ છે. એમણે બે ભેંસો પાળી છે. ભેંસોના તબેલામાં સીસીટીવી પણ ગોઠવ્યાં છે. તેમ છતાં એમને એક ફડક છે કે કોઇ ડારો આપી કે ફડાકો ઝીંકીને એમની ભગરી ભેંસ છીનવી લઇને વિધર્મીને બળતું ઘર નહીં, પરંતુ દૂઝણું ઢોર અર્પણ કરી દેશે તો? . એ બિચારા રાત્રે ઊંઘી શકતા નથી. સવારના પાંચ વાગ્યા સુધી આંખનું મટકું પણ મારતા નથી. હવે એમને હાશ થઇ છે. ભેંસ સલામત તો દૂધ, દહીં, છાશ, ઘી બહોત ’ એવી નવી કહેવત બનાવી છે.ભગાભાઇ જાણે શનિ સીંગણાપુરમાં રહેતા હોય તેમ ઘરને , તબેલાને તાળા મારવાનું કર્યું છે. હવે શાંતિથી પ્રભુનામની માળા ફેરવે છે. ‘બખડજંતર ચેનલ’ ના માલિક બાબુલાલે એક ચિઠ્ઠી કાઢી. આ ચિઠ્ઠી કોઇ લવ લેટર ન હતી, ખંડણીની ઉઘરાણીનો ઝાંસો પણ ન હતો. બાબુલાલના મગજ પરથી ભાર હળવો થઇ ગયો. થોડા દિવસથી બાબુલાલ પગલાઇ ગયા હતા. આમ, તો ગમે તેને બાબુલાલ તેને છાસિયું કરી લે કે વડચકું ભરી લે. છેલ્લાં પંદર દિવસથી તમામને બચકું ભરી લેતા. બાબુલાલ રઘવાયા બઘવાયેલ હતા.બાબુલાલની જે કાંઇ મિલકત હતી તે છીનવીને આતંકીઓ, વધુ બાળકોવાળાને વહેંચી દેશે તેવો ભય હતો. બાબુલાલે સ્થાવર-જંગમ મિલકતની યાદી બનાવી હતી. બાબુલાલે પ્રસન્ન મને એ મિલકતની ચિઠ્ઠી ફાડી નાંખી : ‘હાશ, હવે કોઇ બળજબરીથી મિલકત આંચકીને બીજાને આપી દેશે નહીં. હું વહેલી સવારે ઊઠ્યો. મેં આળસ મરડી. મને અચાનક કશુંક યાદ આવ્યું આ હરામખોરોનો કોઇ ભરોસો નહીં. મેં સવાર સવારમાં નળની ચકલી ચેક કરી. કોઇ નળની ચકલી ઉખાડી નહીં ગયું હોય ને? હવે મારે એ ચેક કરવું નહીં પડે.

મતદારોને શાંતિ થઇ ગઇ કે રોજ ટીવી પર નેતાના ઢંગધડા વગરનાં નર્યાં જૂઠાં ભાષણો સાંભળવામાંથી મુક્તિ મળી ગઇ. ! રોડ શો કે સભાની ભીડનો હિસ્સો થવું પડશે નહીં. મિટ,માછલી- મુજરા- મંગળસૂત્ર, ઈત્યાદિ જેવી ઘટિયા વાતો કમ સે કમ પાંચ વરસ સાંભળવી નહીં પડે. બંધારણમાં સુધારો થશે નહીં. અનામત યથાવત્ રહેશે. આપણો વાડો સામેના નેતા માટે ખુલ્લો મૂકેલો. પક્ષાંતર એ હીનતમ પ્રવૃત્તિ છે. પક્ષનો પાલા બદલવાની ફૂલટાઈમ પ્રવૃત્તિ કરી હતી. દેશને કૉંગ્રેસમુકત બનાવવાની લ્હાયમાં ખુદની પાર્ટી કૉંગ્રેસયુકત બની ગઇ. આ ચૂંટણી રાહુલ ગાંધી એટલે કૉંગ્રેસને શહજાદેની ઉંમર જેટલી સીટો કૉંગ્રેસને નહીં આવે, ચૂંટણી પત્યા પછી ઇટાલી કે બેંગકોક જશે એવું કહેવામાં આવતું હતું પરંતુ, કૉંગ્રેસ પાર્ટી ફિનિક્ષ પંખીની જેમ રાખમાંથી પુન:જીવન પામી. ભારતને કૉંગ્રેસમુકત તો ન બનાવી શક્યા પણ અનાયામ અને અનાયાસપણે સશકત થવા માટેનું ટોનિક આપી દીધું!

હવે કોણ કોને ટેકો આપી સ્થિર કે અસ્થિર સ્વાધીન કે પરાધીન, રિમોટ કંટ્રોલ સંચાલિત સરકાર બનાવે છે એમાં હવે મતદારને કોઇ ખાસ ને રસ નથી એ વાસ્તાવિકતા છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પ્રિયંકા ચોપરાથી લઇને શાહરૂખ સુધીના બધા બોલિવૂડ સ્ટાર્સ પહેરે છે કરોડોની કિંમતના લક્ઝરી વોચીઝ પ્રિયંકાની માલતીથી આલિયાની રાહા સહિત ક્યુટ અને અડોરેબલ છે આ સ્ટાર ડોટર્સ ચુલા પર રોટલી સેકતો જોવા મળ્યો સ્પાઇડર મેન Virat Kohliના આ ડિફરન્ટ ડિફરન્ટ લૂક જોયા કે? છઠ્ઠો લૂક જોઈને તો ફીદા થઈ જશો તમે…