ગ્રીન ટી કે બ્લેક કૉફી… કઈ સારી છે, કયું પસંદ કરવું? અહીં જાણો
વિશેષ – દિક્ષિતા મકવાણા
લોકો વજન ઘટાડવા અથવા સ્વસ્થ રહેવા માટે ઘણા પીણાં પીતા હોય છે. તેમાં બ્લેક કૉફી અને ગ્રીન ટી પણ સામેલ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ આ બંને પ્રકારની પીણા ફાયદાકારક ગણાવે છે. ચાલો જાણીએ કે આપણે દિવસમાં કેટલી વખત યોગ્ય માત્રામાં ગ્રીન ટી અને બ્લેક કૉફી પીવી જોઈએ.
આજે સમગ્ર વિશ્ર્વમાં મોટાભાગના લોકો સ્થૂળતા અને આળસનો શિકાર બની રહ્યા છે. વજન ઘટાડવા અથવા અન્ય સમસ્યાઓથી રાહત મેળવવા માટે ઘણા પ્રકારના પીણાંનું સેવન કરવામાં આવે છે. આમાં સૌથી સામાન્ય ગ્રીન ટી અને બ્લેક કૉફી છે. માર્કેટમાં નવા પ્રકારની ગ્રીન ટી અને બ્લેક કૉફી આવી રહી છે. તમને જણાવી દઈએ કે ગ્રીન ટી અને બ્લેક કૉફીના અલગ અલગ ફાયદા છે. આવી સ્થિતિમાં આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, આપણે કોઈપણ વિકલ્પ પસંદ કરતા પહેલા કેટલીક બાબતો જાણી લેવી જોઈએ.
જો તમે વજન ઘટાડવા અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર રાખવા માટે ગ્રીન ટી અથવા બ્લેક કૉફીનું નિયમિત પાલન કરો છો, તો તમારે તેમની સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ માહિતી જાણવી જોઈએ. ચાલો તમને જણાવીએ
ગ્રીન ટી
ગ્રીન ટી એક ચા છે જે કેમેલિયા સિનેન્સિસ નામના છોડના પાંદડામાંથી બનાવવામાં આવે છે. ગ્રીન ટીમાં રહેલું ગ્લુકોઝ આપણા ચયાપચયને સુધારે છે અને વજનમાં વધારો અથવા હૃદય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ અટકાવે છે. ગ્રીન ટીમાં એથિનાઇલ અને કેફીનનું પ્રમાણ વધુ હોય છે. જે આપણા મગજમાં થાક, તણાવ અને ચિંતાને ઘટાડે છે.
બ્લેક કૉફી
કૉફી મોટાભાગે બ્રાઝિલમાં જોવા મળે છે. બ્લેક કૉફી પીવાથી દિવસભરનો થાક, તણાવ, અનિદ્રા, ચિંતા અને સુસ્તી ઓછી થાય છે. બ્લેક કૉફી પીવાથી આપણું મગજ સક્રિય રહે છે. એક અભ્યાસ મુજબ બ્લેક કૉફી લીવર સંબંધિત અને ન્યુરોલોજીકલ રોગોને મટાડે છે.
બન્નેમાંથી કોની પસંદગી કરવી જોઈએ?
ગ્લુકોઝ મેટાબોલિઝમ: જો દરરોજ ગ્રીન ટી અને બ્લેક કૉફીનું સેવન કરવામાં આવે તો તેનાથી ઈન્સ્યુલિન લેવલ સુધરે છે. જો કે ગ્રીન ટી દ્વારા થોડું સારું પરિણામ મેળવી શકાય છે. સંશોધન મુજબ તે બ્લડ સુગર લેવલને સારી રીતે સંચાલિત કરવામાં વધુ સક્ષમ માનવામાં આવે છે.
એન્ટિઓક્સિડન્ટ્સ:
રિસર્ચ અનુસાર બંને ડ્રિંક્સમાં એન્ટિઓક્સિડન્ટ્સ મળી આવે છે. ગ્રીન ટી અને બ્લેક કૉફી તમારા લોહીના પ્રવાહમાં એન્ટીઑકિસડન્ટનું સ્તર વધારે છે, અને ગ્રીન ટીમાં સૌથી વધુ એન્ટીઑકિસડન્ટ અસરો હોય છે.
સેવન કેવી રીતે કરવું
ગ્રીન ટી:
લંચના લગભગ એક કલાક પહેલા ગ્રીન ટી પીવાથી ઘણા ફાયદા થાય છે. તમે તેને સાંજે નાસ્તાના ૧-૨ કલાક પછી પણ પી શકો છો. પરંતુ રાત્રે સૂતા પહેલા ગ્રીન ટી બિલકુલ ન પીવી, તેનાથી ઊંઘમાં ઘણી તકલીફ થશે.
બ્લેક કૉફી:
આપણે ક્યારેય પણ ખાલી પેટ બ્લેક કૉફી ન પીવી જોઈએ. આપણે દિવસમાં માત્ર ૨ કે ૩ કપ જ પીવી જોઈએ. જો તમે વજન ઘટાડવા માટે તેનું સેવન કરો છો, તો તેને પીવાનો યોગ્ય સમય રાત્રિભોજન પછી માનવામાં આવે છે. તેમાં ક્લોરોજેનિક એસિડ જોવા મળે છે, જે આપણા શરીરમાંથી ગ્લુકોઝના ઉત્પાદનની માત્રાને ઘણી હદ સુધી ઘટાડે છે.