ઉનાળામાં શીતળતા બક્ષે ગુણકારી શેરડી
તસવીરની આરપાર — ભાટી એન.
ઉનાળાની ઋતું આવે એટલે તેની સાથે ગરમીનો પારો આસમાને ચડે..! ને જીવમાત્રને શીતળતા જંખે ને પેટમાં ઠંડક આપવા ધરતીનું અમૃત (શેરડી)નો રસ એકાદ ગ્લાસ આદું, લીંબુ નાખી તેમાં થોડો બરફ હોય તો મોજ પડી જાયને…!? અત્યારે ગુજરાતમાં ચૂંટણીની ગરમીને ઉનાળાની ગરમી ભેગી થઈ છે….! તેમાંય વાદ વિવાદે તો વાત મુકી દીધી છે. ખેર એ વાત જવાદો આપણે ઉનાળો આવે એટલે શેરડીના રસના ચિચોડા બજારોમાં જોવા મળે તો સોરઠની શાન કેશર કેરીઓ ખાવાની મોજ આવે પણ આજે શેરડી વિશે વિગતે જાણકારી મેળવી છે.
શેરડીને હિન્દીમાં ગન્ના કહેવામાં આવે છે તે એક ઊંચું બહુ વર્ષાયુ તૃણ છે. અને તેનું માત્ર વાવેતર જ થાય છે. તેના સાંઠાઓ વિવિધ જાડાઈ ધરાવે છે. તેનો રંગ આછો કે ઘેરા લીલાથી શરૂ થઈને ઘેરો પીળો, લાલ, જાંબલી અને ઘણી વાર પટ્ટિત (STRIPED) હોય છે. સાંઠામાં રેસાનું પ્રમાણ ઓછું અને સુક્રોઝનું પ્રમાણ વધારે હોય છે પર્ણો સાદાં એકાંતરિક દ્વિપંક્તિક અદંડી, અનુપપર્ણીય, લાંબા સાંકડા કે પ્રમાણમાં પહોળા, ઉન્નત કે નિલંબિત હોય છે.તેમનો રંગ આછાથી માંડી ઘેરો લીલો અને કેટલીકવાર જાંબલી છાંટવાળો હોય છે આ શેરડીનો વધારે જાડો, ઊંચો, સુંદર અને રંગીન લીલોછમ સાંઠા ેને યાન ધરાવતી હોવાથી તેને ‘જાડી શેરડી’ કે ‘નોબલ શેરડી’ કહે છે. તેની છાલ તુલનામાં પોચી હોય છે. તેનું પહેલા ખાંડના ઉત્પાદન માટે બધાજ ઉષ્ણકટિબંધીય દેશોમાં વાવેતર થતું હતું, જોકે તે શુષ્કતા સામે ટકી શકતી નથી ભારતની ઉપોષ્ણ આબોહવા (જ્યાં કેટલીક- વાર હિમ પડે છે.) તેમાં પણ તેને ઉગાડવામાં આવે છે.
દક્ષિણ પૅસિફિકના ટાપુઓ આ જાતિના વિભિન્ન વંશજોનું પ્રાકૃતિક ગૃહ છે. શેરડીના પ્રકારોને બહુરંગસૂત્રી સંકર ગણવામાં આવે છે. શેરડી (૪ વનસ્પતિ હોવાથી તે તીવ્ર પ્રકાશમાં પણ પ્રકાશસંશ્ર્લેષણની પ્રક્રિયા કરી શકે છે. વળી પ્રકાશસંશ્ર્લેષણના દરપણ (૩ વનસ્પતિઓ કરતાં ઝડપી હોવાથી અને અન્ય (૪ વનસ્પતિઓ ઘણું વધારે ઉત્પાદન આપે છે. શેરડીના પાકને ગરમ ભેજવાળી આબોહવા માફક આવે છે. રોપણી વખતે ૧૨૦સે.થી ઓછુ તાપમાન થાય ત્યારે તેનો ઉગાવો (સ્ફુરણ) ઓછો જોવા ેમળે છે. અને ૩૩૦ સે.થી વધુ તાપમાને શેરડીની વૃદ્ધિ ઓછી થાય છે. સારી નિતારશક્તિ ધરાવતી મધ્યમ કાળી તેમજ ગોરાડુ અને ૭૫ થી ૧૫૦ સે.મી. ઊંડી જમીન માફક આવે છે. શેરડીની રોપણી ઓકટોબર, નવેમ્બર અને જાન્યુઆરી, ફેબ્રુઆરી માસમાં કરવામાં આવે છે. શેરડીની રોપણી જોડિયા હારમાં કરવામાં આવે છે બે જોડિયો ચાસ વચ્ચે ૬૦ થી ૧૨૦ સે.મીના અંતરે રોપવામાં આવે છે. શેરડીનો પાક લાંબા સમય સુધી જમીન ઉપર રહેતો હોવાથી વધારે ઉત્પાદન આપે છે. ભારતમાં શેરડીનો રોકડિયો પાક છે. ને શેરડી શરીર માટે ગુણકારી છે. પણ ડાયાબિટીશવાળાએ ધ્યાન રાખવું પડે. અનેકાનેક ગુણવાળી શેરડી છે.