ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

ધક્કા કેટલા પ્રકારના હોય?
* ધરમ ધક્કો અને લબડ ધક્કે…
રાતા પાણીએ રોવાનું… એ ક્યાંથી નીકળે?

* લાલ આંખમાંથી…
સૌથી આકરો તાપ કયો?

* પશ્ર્ચાતાપ…
કલ આજ ઔર કલ પછી શું?

* મિરેકલ, મેજિકલ, ટિપિકલ, મ્યુઝિકલ…
મને ઘોડી લાવવાની ઈચ્છા છે.

* પહેલાં ઘોડો લઈ આવો… નહીં તો ઘોડીને એકલવાયું લાગશે…
લગ્નમાં મહેમાનને સાફા કેમ પહેરાવાય છે?

* ટોપી પહેરાવે તો યજમાનની આબરૂ જાય…
નવપરિણીત યુગલ કંસાર કેમ જમે છે?

Also read:

* એ દિવસે એમણે જાતે રસોઈ બનાવવી ના પડે એટલે…
વરરાજા પરણવા માટે કેમ ઘોડા પર કે કારમાં બેસીને જાય છે?

* એકલા બેસવાનો એ છેલ્લો ચાન્સ હોય છે…
લિખિતંગમાં સહી કરનાર કોઈને કેવી રીતે તંગ કરી શકે?

* નોટિસ મોકલીને…
મોબાઈલ ઉપવાસ પછી પારણું શેનાથી કરવાનું?

* ઈમોજી જોઈને…
રિસાઈ જઈને ધાર્યુ કામ કરાવી શકાય આવું કેમ?

* આ ‘સુવિધા’ માત્ર બહેનો માટે જ છે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button