રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
દીકરીને ગાય દોરે ત્યાં જાય તો, દીકરો?
* ફાવે ત્યાં જાય.
પારકી માતા કાન વીંધે. નાક કેમ નહીં?
* નાક ખેંચવાનો અધિકાર સાસુમાને મળ્યો છે.
સાસરિયું સોનાની ખાણ હોય તો પિયર માટે શું?
* પ્રેમ-પરિવાર અને પરંપરાનું વિશ્વ.
દેવું કરીને ઘી પીવું જોઈએ પછી તેલ કોણ પીશે ?
* તમને ઘીની ઉધારી માટે રકમ આપનારા !
યુવતીઓ હેર સ્ટાઈલ બગડી ના જાય એ માટે હેલ્મેટ પહેરતી નથી?
* ઓળખ છુપાવવા આવી ઘણી સ્ટાઈલ યુવતી જાણતી હોય છે
પ્રભાતિયાં બપોરે ગાઈએ તો?.
* ગાઈ જૂઓ પછી પાડોશી ભડકે તો અમને ન કહેતા માણસનું મન કેમ બદલાતું રહે છે?
એ ઝડપથી તન નથી બદલી શક્તો એટલે
પબ્લિક ગાર્ડનમાં આવતાં કપલ પર ‘લવ ટેક્સ’ લેવાય તો?
* તો પ્રેમી અને પ્રેમિકા વારાફરતી એન્ટ્રી લેશે.
મારે અંતરિક્ષમાં જવાની ઈચ્છા છે
* લેણદારોને જાણ કર્યા વગર જરૂર જઈ શકાય !
લગ્ન માટે યુ.એસ. (અમેરિકા) રિટર્ન મુરતિયાની બોલબાલા હતી. હવે શું ?
* હવે, રિટર્ન યુ.એસ.વાળા મુરતિયાનો ટ્રેન્ડ શરૂ થશે
સાધુ તો ચલતા ભલા તો સંસારી?
* ફરતા- ભાગતા- ભમતા- ભટકતા ભલા..!
રાજાને ગમે તે રાણી તો રાણીને ગમે એ કોણ?
* ગુલામ જોરુ કા !
મહાભારત ના થયું હોત તો?
* તમે આવો સવાલ ના પૂછત !
અમુક જયોતિષી હાથમાં જુદાજુદા નંગની વીંટી કેમ પહેરે છે ?
* સેમ્પલ દેખાડવા…!
સૌથી શ્રેષ્ઠ વાર કયો?
* પરિવાર.