ઈન્ટરવલ
રમુજી સવાલના મનમોજી જવાબઃ તમે પણ પૂછો સવાલ ને મેળવો મસ્ત જવાબ

દર્શન ભાવસાર
ટ્રેન સમયસર આવતી ના હોય તો ટાઈમ ટેબલ શા માટે બનાવાય છે?
- ટ્રેન વહેલી છે કે મોડી આવી તે જાણવા…
આજે પાંડવો જીવતા હોત તો? - તો લગ્ન માટે યુવામેળામાં આંટાફેરા મારતાં હોત…
ટીવી સિરિયલોમાં સાસુ વહુના કંકાસ ક્યારે બંધ થશે? - તમારું ટીવી સ્વીચ ઓફ્ફ કરશો ત્યારે…
મંદિરમાં અમુક ભક્તો ઘંટ કેમ વગાડે છે? - મિસ કોલની આદત પડી ગઈને….
લાઈફ જેકેટથી પાણીમાં ડૂબતાં બચી શકાય. વાઈફ જેકેટ હોય તો? - બીજાની વાઈફ પાસે જતાં અટકી શકાય…
લોકો બહુમાળી બિલ્ડિંગમાં કેમ રહેવાનું પસંદ કરે છે? - નીચેવાળાથી ખબર- બેખબર રહેવા…
ગુજરાતમાં નકલી સરકારી અધિકારીઓ, નકલી સરકારી કચેરી, નકલી જજ પકડાયા. આટલું બધું અંધેર તંત્ર? - અંધેર તંત્ર હકીકતમાં અસલી છે….
છેતરપિંડીની રીત કેમ વધતી જાય છે?
આ પણ વાંચો : અજબ ગજબની દુનિયા: જાણો દુનિયામાં શું બન્યું અવનવું - છેતરાવાવાળા વધી ગયા છે માટે…
બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યા હલ થાય? - ટ્રાફિક તો ઠીક, બ્રિજ કોન્ટ્રાકટરની ગરીબી જરૂર દૂર થાય છે…
‘એક હૈ તો, સબ સેફ હે’ આ અભિગમ કોના માટે શકય છે? - કુંવારા માટે…
લાડવાનો ખાવા સિવાય શું ઉપયોગ? - છુટ્ટો મારવા.. ને ‘ઘડો લાડવો’ કહેવતમાં …
હવામાન વિભાગ વરસાદની આગાહી કરી શકે તો ખાડાની કેમ નહીં? - એના માટે કોન્ટ્રાકટર ગઘઈ નથી આપતાં…
ઉંમરલાયક હોવા છતાંય મને ક્ધયા મળતી નથી. - તો ક્ધયાલાયક બની જુઓ….