ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો

A B

BALE રૂપાળી સ્ત્રી
BAIL મોટો જથ્થો
BELL ગાંસડી
BELLE ઘંટડી

BULK જામીન

ઓળખાણ રાખો
ભગવાન બુદ્ધના અવશેષો ઉપરના ગોળ ઘુમ્મટવાળા સ્થાપત્ય તરીકે ઓળખાતા સ્તૂપ સરોવર કાંઠે કયા એશિયાઈ દેશમાં જોવા મળે છે એની ઓળખાણ પડી?

અ) શ્રીલંકા બ) મ્યાનમાર ક) મલેશિયા ડ) વિયેતનામ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
’જર થોડા ને સ્નેહ ઘણા, ને તું શું મારશે પારધી, અમે વણમાર્યાં મૂઆં’ એ મજેદાર કહેવતમાં જર શબ્દનો અર્થ શું થાય એ જણાવો.

અ) ઝવેરાત બ) જોર ક) દોલત ડ) દુ:ખ

માતૃભાષાની મહેક

હરિનો અર્થ એવો થાય છે કે, પુણ્ય, પાપ, રાગ દ્વેષ, શુભ, અશુભ વૃત્તિની મલીનતા રૂપ ઉપાધિને હરી લે, નાશ કરે તે ચૈતન્ય આત્મા હરિ ગણાય છે, અવિદ્યારૂપ કારણ સહિત સંસારને હરી લે છે તેથી તે હરિ કહેવાય છે. સર્વ કાળમાં લીધેલું પ્રભુનું નામ કદી વ્યર્થ જતું નથી, પણ સર્વ દોષોને હરે છે અને ઉત્તરોત્તર ગતિ આપનારું થાય છે. તેથી ભવ સંસારરૂપ પુનરાવૃત્તિ હરનારા હોવાથી તે વિષ્ણુ હરિ કહેવાય છે.

ગુજરાત મોરી મોરી રે
સરકારી કચેરીના આંટાફેરા કેવા વિકટ હોય છે એ સમજાવતી કહેવતના શબ્દો આડાઅવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.

તેડાં જમનાં તેડાં પણ ખોટાં સાચાં સરકારનાં

ઈર્શાદ
લઈ રસાલો રૂપનો, ક્ધયા મંદિર જાય,
’ઓ હો દર્શન થઈ ગયા’ બોલે જાદવરાય.

—- ઉદયન ઠક્કર

માઈન્ડ ગેમ
એવી કઈ સંખ્યા છે જેને શૂન્ય સિવાય કોઈ પણ સંખ્યાથી ગુણતા જે જવાબ આવે એ જવાબની દરેક સંખ્યાનો છેવટ સુધી સરવાળો કરતા પણ જવાબ એ જ સંખ્યા મળે?
અ) ૩ બ) ૭

ક) ૯ ડ) ૧૧

ગયા બુધવારના જવાબ
A B
MAD પાગલ
MADE બનાવ્યું
MAID નોકરાણી
MEND સુધારવું

MEADOW ઘાસવાળી જમીન

ગુજરાત મોરી મોરી રે

કરમમાં તેલ હોય તો ઘી ક્યાંથી મળે

ઓળખાણ પડી?

ડુમસ

માઈન્ડ ગેમ

૮૬૪૨૦

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો

ઔષધ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રધ્ધા આશર (૬) લજીતા ખોના (૭) ભારતી બુચ (૮) ખુશરૂ કાપડિયા (૯) પુષ્પા પટેલ (૧૦) નિખિલ બંગાળી (૧૧) અમીશી બંગાળી (૧૨) ડૉ. પ્રકાશ કટકિયા (૧૩) ભારતી પ્રકાશ કટકિયા (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) મીનળ કાપડિયા (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) રમેશ દલાલ (૧૯) હીના દલાલ (૨૦) ઈનાક્ષી દલાલ (૨૧) મનીષા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) જ્યોતી ગાંધી (૨૪) મહેશ દોશી (૨૫) ભાવનાકર્વે (૨૬) રસિક જૂઠાણી ટોરંટો કેનેડા (૨૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૮) કલ્પના ઓશર (૨૯) અરવિંદ કામદાર (૩૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૧) સુરેખા દેસાઈ (૩૨) નયના ગિરીશ મિસ્ત્રી (૩૩) સુનીતા પટવા (૩૪) રજનીકાંત પટવા (૩૫) જયવંત પદમશી ચિખલ (૩૬) તાહેર ઔરંગાબાદવાલા (૩૭) શીરીન ઔરંગાબાદવાલા (૩૮) અબદુલ્ લા એફ. મુનીમ (૩૯) પુષ્પા ખોના (૪૦) નિતીન જે. બજરીયા (૪૧) નયના ગિરીશ મિસ્ત્રી

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત