ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
FLAUNT ખોડખાંપણ
FLAW રૂંવાટી
FLOAT વહેવું
FLOSSદેખાડો
FLOW તરતું
ઓળખાણ પડી?
ભારતના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયની ઓળખ ધરાવનાર અરિગનાર પ્રાણી સંગ્રહાલય દેશના કયા શહેરમાં સ્થિત છે એ કહી શકશો?
અહીં ૧૫૦૦ પ્રકારના જાનવર જોવા મળે છે.
અ) બેંગલૂરુ બ) ચેન્નઈ ક) ઈમ્ફાલ ડ) મોરબી
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
રોગ, ઋ ણ અને શત્રુને ઊગતા જ ડામવા જોઈએ.
આ પંક્તિમાં ઋણનો અર્થ શું થાય એ જણાવો
અ) ઋણાનુબંધ બ) ઋષિ ક) દેવું ડ) રાખ
માતૃભાષાની મહેક
ગોળ અંધારે ખાધો હોય તો પણ ગળ્યો લાગે અને એ જ ગોળ અજવાળામાં ખાઈએ તો પણ એ ગળ્યો જ લાગે. એનો સ્વાદ કંઈ બદલાઈને તૂરો કે કડવો કે બીજો કંઈ ન થઈ જાય. તાત્પર્ય એટલું જ કે ખરૂં – સાચું હોય એ દરેક પરિસ્થિતિમાં ખરું – સાચું જ સાબિત થાય છે. એ ક્યારેય ખોટું સાબિત નથી થતું. સાચને ન આવે આંચ જેવી આ વાત છે.
ગુજરાત મોરી મોરી રે
રમેશ પારેખ લિખિત મશહૂર રચનાની પંક્તિમાં ખૂટતો શબ્દ ઉમેરો.
સાંવરિયો રે મારો સાંવરિયો,
હું તો —— માંગુ ને દઈ દે દરિયો.
અ) ભરતી બ) મોજાં ક) ખોબો ડ) ચપટીક
ઈર્શાદ
જીવતર મોંઘો તાકો દરજી, સમજી સમજી કાપો દરજી,
કર્મોની મીટરપટ્ટીથી, જાત તમારી માપો દરજી.
– જુગલ દરજી
માઈન્ડ ગેમ
કોઈ એક સંખ્યાના બમણા કરી જે જવાબ મળે એમાં મૂળ સંખ્યા ઉમેર્યા પછી એમાંથી મૂળ સંખ્યાની અડધી રકમ બાદ કરતા જો જવાબ ૫૫ મળે તો મૂળ સંખ્યા જણાવો.
અ) ૧૬ બ) ૨૨
ક) ૨૮ ડ) ૩૪
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
SOAK પલાળવું
SOCK મોજું
SHOCK આઘાત, આંચકો
SHIN પગનો નળો
SHINE ચળકવું
ગુજરાત મોરી મોરી રે
શકટનો
ઓળખાણ રાખો
ઈજીપ્ત
માઈન્ડ ગેમ
૫૦ અંશ
ચતુર આપો જવાબ
પડદો
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧). મુલરાજ કપૂર ૨). કિશોરકુમાર જીવણદાસ વેદ ૩). સુભાષ મોમાયા ૪). રસિક જુઠાની ટોરન્ટો કેનેડા ૫). નીતા દેસાઈ ૬). શ્રદ્ધા આશર ૭). હર્ષા મેહતા ૮). ભારતી બૂચ ૯). ખુશરૂ કાપડીયા ૧૦). નિખિલ બંગાળી ૧૧). અમિષિ બંગાળી ૧૨). પુષ્પા પટેલ ૧૩). તાહેર ઔરંગાબાદવાલા ૧૪). શીરીન ઔરંગાબાદવાલા ૧૫). વિભા મહેશ્વરી ૧૬). અબ્દુલ્લાહ એફ મુનીમ ૧૭). મહેન્દ્ર લોઢાવીયા ૧૮) મીનળ કાપડીયા ૧૯). જયોતી ખાંડવાલા ૨૦). મનીષા શેઠ ૨૧). ફાલ્ગુની શેઠ ૨ર્૨). મહેશ દોશી ૨૩). ભાવના કર્વે ૨૪). સુરેખા દેસાઈ ૨૫). રજનીકાંત પટવા ૨૬). સુનીતા દેસાઈ ૨૭). નંદ કિશોર સંજાણવાલા ૨૮) દેવેન્દ્ર સંપટ ૨૯). વીણા સંપટ ૩૦). ક્લ્પના આશર ૩૧). પ્રવીણ વોરા ૩૨). અંજુ ટોલીયા ૩૩). જયવંત પદમશી ચિખલ ૩૪). હિના દલાલ ૩૫). ઈનાક્ષી દલાલ ૩૬) જ્યોત્સના ગાંધી ૩૭). દિલીપ પરીખ ૩૮). મહેશ સંધવી૩૯). નિતીન જે. બજરીયા ૪૦). જગદીશ ઠક્ક્ર ૪૧). દીના વિકાંશિ ૪૨). અરવિંદ કામદાર ૪૩). ડો. પ્રકાશ કટકિયા ૪૪). લલીતા ખોના ૪૫). પુષ્પા ખોના ૪૬). વર્ષા સૂર્યકાંત શ્રોફ ૪૭). રમેશ દલાલ