ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
SOAK પગનો નળો
SOCK ચળકવું
SHOCK મોજું
SHIN પલાળવું
SHINE આઘાત, આંચકો

ઓળખાણ રાખો
રાજવીઓની કબર તરીકે વિશ્ર્વ પ્રસિદ્ધ એવા આ સ્મારક કયા દેશમાં જોવા મળે છે એ કહી શકશો? આ સ્મારકનો જગતની સાત અજાયબીમાં સમાવેશ છે.
અ) કેન્યા બ) ઈરાક ક) સાઉદી અરેબિયા ડ) ઈજીપ્ત

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
તમે ‘આતમને ઓઝલમાં રાખ મા’ નાટક જોયું?
આ પંક્તિમાં ઓઝલનો અર્થ શું થાય એ જણાવો
અ) ઓછાડ બ) ઓશિંગણ ક) પડદો ડ) પરવા

માતૃભાષાની મહેક
હરણ એટલે કૂદાકૂદ કરતું સિંગવાળું ચોપગું પ્રાણી એવું સ્મરણ થાય એ વાત સાચી, પણ હરણનો બીજો અર્થ ઉપાડી જવું, ઝૂંટવી લેવું, જુલમથી ઝૂંટવી લાવવું એવો પણ થાય છે. હરણ કરીને પણ પત્ની મેળવવાની પ્રથા હતી. રુકિમણી હરણ, ઉષાહરણ અને સુભદ્રા હરણના પ્રસંગો ખૂબ જ જાણીતા છે. પ્રાચીન રોમન ઇતિહાસમાં સેલાઈન સ્ત્રીઓનાં હરણનો મહાપ્રસંગ જાણીતો છે.

ગુજરાત મોરી મોરી રે
ભક્ત કવિ નરસિંહ મહેતા લિખિત મશહૂર રચનાની પંક્તિમાં ખૂટતો શબ્દ ઉમેરો.
હું કરું હું કરું એ જ અજ્ઞાનતા,
——– ભાર જ્યમ શ્ર્વાન તાણે.
અ) જીવનનો બ) બળદનો ક) જ્ઞાનનો ડ) શકટનો

ઈર્શાદ
રખે કદી તું ઉછીનાં લેતો, પારકાં તેજ ને છાયા,
એ રે ઉછીનાં ખૂટી જશે, ઊડી જશે પડછાયા.
—- ભોગીલાલ ગાંધી

માઈન્ડ ગેમ
સમદ્વિભૂજ ત્રિકોણમાં જો એક ખૂણાનું માપ ૮૦ અંશ હોય તો બાકીના બંને સરખા માપના ખૂણા પ્રત્યેક કેટલા અંશના હશે એ ભૂમિતિનું
જ્ઞાન કામે લગાડી જણાવો.
અ) ૩૦ અંશ બ) ૫૦ અંશ ક) ૬૫ અંશ ડ) ૯૦ અંશ

ગયા બુધવારના જવાબ
A B
CONTRAST તફાવત
CONTRIVE યોજના ઘડવી
CONTROL અંકુશ
CONTROVERSY વિવાદ
CONTRABANDઉ દાણચોરી

ગુજરાત મોરી મોરી રે
નડિયાદ

ઓળખાણ પડી?
ઘોઘા

માઈન્ડ ગેમ
૧૧૧૦

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
હિંમત

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) હર્ષા મહેતા (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) અમીશી બંગાળી (૧૧) નિખિલ બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) લજિતા ખોના (૧૪) પુષ્પા પટેલ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) કલ્પના આશર (૨૧) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) અબદુલ્લા એફ મુનીમ (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) ખુશરૂ કાપડિયા (૨૯) મહેશ દોશી (૩૦) વિણા સંપટ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) પુષ્પા ખોના (૩૩) ભાવના કર્વે (૩૪) અંજુ ટોલિયા (૩૫) દિલીપ પરીખ (૩૬) મીનળ કાપડિયા (૩૭) પ્રવીણ વોરા (૩૮) વર્ષા સૂર્યકાંત શ્રોેફ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) જગદીશ ઠક્કર (૪૪) દીના વિક્રમશી (૪૫) અરવિંદ કામદાર (૪૬) નિતીન બજરિયા (૪૭) વિજય આસર (૪૮) જયવંત પદમશી ચિખલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button