ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ રાખો
ગુજરાતી કહેવતોમાં પણ સ્થાન ધરાવતા ખંભાતના અખાત પર આવેલા બંદરની ઓળખાણ પડી? અહીંથી ચાલતી રો રો ફેરી સર્વિસ લોકોમાં ખૂબ લોકપ્રિય છે.
અ) કંડલા બ) જખૌ ક) ઘોઘા ડ) વેરાવળ
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
CONTRAST યોજના ઘડવી
CONTRIVE દાણચોરી
CONTROL વિવાદ
CONTROVERSY તફાવત
CONTRABAND અંકુશ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
બહુ જાણીતી ઉક્તિ છે કે ’જો હૈયામાં હોય હામ તો કામ થાય તમામ.’ આ પંક્તિમાં હામનો અર્થ શું થાય એ જણાવો
અ) હાથ બ) હોશિયારી ક) હળવાશ ડ) હિંમત
માતૃભાષાની મહેક
રામાયણના જે કેટલાક પાત્ર અચરજ પમાડનાર છે એમાં એક નામ છે કુંભકર્ણનું. સગપણમાં એ રાવણનો નાનો ભાઈ થાય. તેણે ખૂબ આકરું તપ કર્યું હતું. એની તપશ્ર્ચર્યા જોઈ બ્રહ્માએ તેને વરદાન માગવા કહ્યું હતું. વરદાનમાં કુંભકર્ણ ‘ઇન્દ્રપદ’ ની બદલે ‘નિદ્રાપદ’ માગી બેઠો, જેને પરિણામે વર્ષના છ મહિના તે ઊંઘી રહેતો હતો.
ગુજરાત મોરી મોરી રે
દાળ, સેવ અને આખા મસૂરના ત્રિવેણી સંગમથી તૈયાર કરવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી ભૂસુ સાથે ગુજરાતના કયા શહેરનું નામ જોડાયેલું છે એ જણાવો.
અ) નવસારી બ) ભાવનગર ક) નડિયાદ ડ) તળાજા
ઈર્શાદ
દુ:ખ એ સુખ સમાન હતું, કોણ માનશે?
મૃગજળમાં જળનું સ્થાન હતું, કોણ માનશે?
- વજ્ર માતરી માઈન્ડ ગેમ
એક પણ અંકના પુનરાવર્તન વિનાની ત્રણ આંકડાની સૌથી નાની સંખ્યામાં એક પણ અંકના પુનરાવર્તન વિનાની ત્રણ આંકડાની સૌથી મોટી સંખ્યા ઉમેરવાથી શું જવાબ મળે?
અ) ૯૯૯ બ) ૧૧૧૦ ક) ૧૦૫૦ ડ) ૧૧૫૫
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
FLAG ધ્વજ
FLAIL ધોકો, ડંગોરો
FLAM બનાવટ, પ્રપંચ
FLAME જ્વાળા
FLAIR અભિરુચિ
ગુજરાત મોરી મોરી રે
ઘારી
ઓળખાણ પડી?
પશ્ર્ચિમ બંગાળ
માઈન્ડ ગેમ
૪૫
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
દુશ્મન
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) ભારતી બુચ (૯) નિતીન બજરિયા (૧૦) હર્ષા મહેતા (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીશી બંગાળી (૧૩) પુષ્પા પટેલ (૧૪) લજિતા ખોના (૧૫) મીનળ કાપડિયા (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) નયના ગિરીશ મિસ્ત્રી(૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) નંદકિશોર સંજાણવાળા (૨૨) ભાવના કર્વે (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) મહેન્દ્ર લોઢાવિયા (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) સુરેખા દેસાઈ (૨૯) રસિક જૂઠાણી ટોરંટો (૩૦) મહેશ દોશી (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) વિણા સંપટ (૩૩) કલ્પના આશર (૩૪) નીતા દેસાઈ (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) રમેશ દલાલ (૩૭) હિના દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) દિલીપ પરીખ (૪૦) જગદીશ ઠક્કર (૪૧) શીરીન ઔરંગાબાદવાલા(૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) તાહેર ઔરંગાબાદવાલા (૪૫) અબદુલ્ લા એફ. મુનીમ