ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
FLAG જ્વાળા
FLAIL અભિરુચિ
FLAM ધોકો, ડંગોરો
FLAME ધ્વજ
FLAIR બનાવટ, પ્રપંચ
ઓળખાણ રાખો
સ્વામી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણ પરમહંસના અવશેષો રાખ્યા હતા એ પ્રખ્યાત બેલુર મઠ (રામકૃષ્ણ મંદિર) કયા રાજ્યમાં સ્થિત છે એની ઓળખાણ પડે છે?
અ) ઓડિશા બ) કેરળ ક) પશ્ર્ચિમ બંગાળ ડ) કર્ણાટક
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
નર્મદની અમર રચનાની એક પંક્તિ છે ‘વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી’
આ પંક્તિમાં અરિ એટલે અર્થ શું થાય એ જણાવો
અ) બંધુ બ) કરવત ક) દુશ્મન ડ) અવની
માતૃભાષાની મહેક
પડવો – કાર્તિક સુદ એકમનું અનેરું મહત્ત્વ છે અને મંગળ દિવસ ગણાય છે. શંકરને મહેશ્ર્વરપણાનું, વિષ્ણુને સર્વેશ્ર્વરપણાનું, ગણેશજીને અષ્ટસિદ્ધિઓનું તથા સર્વકાર્યારંભમાં પ્રથમ પૂજનના માનનું અને રાવણને વેદના ભાષ્યનું સમર્થ જ્ઞાન પ્રાપ્ત આ જ દિવસે થયું હતું. આ જ દિવસે કૃષ્ણ ભગવાને ટચલી આંગળી પર ગોવર્ધન પહાડ ઉપાડ્યો હતો.
ગુજરાત મોરી મોરી રે
સ્વાતંત્ર્ય લડતમાં અંગ્રેજો સામે મોરચો માંડનાર તાત્યા ટોપે અને તેમના સૈનિકોએ કઈ ગુજરાતી વાનગીનો સ્વાદ લીધો હતો એ જણાવો. ચાંદની પડવાના દિવસે એ ખાવાનો રિવાજ છે.
અ) જલેબી બ) ઘારી ક) અડદિયા ડ) ગુજિયા
ઈર્શાદ
જીવવા મરવાની ખુદ્દારી બહુ મોંઘી પડી,
જિંદગી સાથે વફાદારી બહુ મોંઘી પડી.
—- રશીદ મીર
માઈન્ડ ગેમ
કોઈ એક સંખ્યામાં ૪૫ ઉમેર્યા પછી તેને ત્રણ વડે ગુણી જે જવાબ આવે એ સંખ્યાના અડધા કરતા જો જવાબ ૧૩૫ મળે તો એ સંખ્યા કઈ એ ગણતરી કરી જણાવો.
અ) ૩૦ બ) ૩૫
ક) ૪૫ ડ) ૫૦
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
EXHALE ઉચ્છવાસ
EXHAUST થકવી નાખવું
EXHIBIT જાહેરમાં દર્શાવવું
EXILE દેશનિકાલ
EXODUS હિજરત
ગુજરાત મોરી મોરી રે
રૂપેણ
ઓળખાણ પડી?
પુડુચેરી
માઈન્ડ ગેમ
૭૭,૮૮,૦૦૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આકાશ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) સુભાષ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) ભારતી બુચ (૯) નિતીન બજરિયા (૧૦) હર્ષા મહેતા (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીશી બંગાળી (૧૩) પુષ્પા પટેલ (૧૪) લજિતા ખોના (૧૫) મીનળ કાપડિયા (૧૬) પ્રવીણ વોરા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) મહેશ સંઘવી (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) નંદકિશોર સંજાણવાળા (૨૨) ભાવના કર્વે (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) મહેન્દ્ર લોઢાવિયા (૨૬) રજનીકાંત પટવા (૨૭) સુનીતા પટવા (૨૮) સુરેખા દેસાઈ (૨૯) મહેશ દફોશી (૩૦) અરવિંદ કામદાર (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) વિણા સંપટ (૩૩) કલ્પના આશર (૩૪) નીતા દેસાઈ (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) રમેશ દલાલ (૩૭) હિના દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) દિલીપ પરીખ (૪૦) જગદીશ ઠક્કર (૪૧) શિલ્પા શ્રોફ (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) વિલાસ સી. અંબાણી (૪૫) અબદુલ્ લા એફ. મુનીમ (૪૬) તાહેર ઔરંગાબાદવાલા (૪૭) શીરીન ઔરંગાબાદવાલા