ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
EXHALE હિજરત
EXHAUST જાહેરમાં દર્શાવવું
EXHIBIT દેશનિકાલ
EXILE ઉચ્છવાસ
EXODUS થકવી નાખવું
ઓળખાણ રાખો
માનવ એકતાનું પ્રતીક ગણાતો અને સામાજિક ઉપરાંત સાંસ્કૃતિક અને પર્યાવરણની બાબતોને મહત્ત્વ આપતો ઓરોવિલે આશ્રમ ક્યાં આવ્યો છે એ ઓળખી કાઢો.
અ) આસામ બ) ઓડિશા ક) પુડુચેરી ડ) ગોવા
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ઈલા! દિવાળી! દીવડા કરીશું, તારા સર્યા વ્યોમ થકી અહીં શું ? આ પંક્તિમાં વ્યોમનો અર્થ શું થાય એ જણાવો.
અ) વાદળ બ) વ્યાસ ક) વીજળી ડ) આકાશ
માતૃભાષાની મહેક
સાધુ એટલે સજજન, સત્પુરુષ. પારકાનાં દુ:ખ મટાડવાનું કાર્ય કરે તે સાધુ. ગૃહસ્થ આદિ આશ્રમમાં રહીને તે તે આશ્રમના ધર્મનું યથાર્થ પાલન કરવાવાળા મનુષ્યનું નામ પણ સાધુ કહેવાય છે. ગૃહસ્થધર્મની ક્રિયાઓનું અનુષ્ઠાન કરનાર ગૃહસ્થ પણ સાધુ કહેવાય છે. જંગલમાં અથવા ગામની બહાર રહીને તપ કરનાર વાનપ્રસ્થાશ્રમીને પણ સાધુ કહેવાય છે.
ગુજરાત મોરી મોરી રે
ગુજરાતની કંઈ નદી કુંવારી નદી તરીકે ઓળખાય છે કારણ કે એનું પાણી સમુદ્રમાં નથી મળતું પણ કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે?
અ) રૂપેણ બ) મેશ્ર્વો ક) તાપી ડ) કાયલા
ઈર્શાદ
મેશ ન આંજુ રામ! લેશ જગ્યા નહીં,
હાય સખીરી! નયન ભરાયો શ્યામ!
- નિનુ મઝુમદાર માઈન્ડ ગેમ
૭૫ લાખ રૂપિયાના રોકાણ પર પહેલે વર્ષે ૧૨ ટકા નુકસાન કર્યા પછી બચેલી રકમ પર બીજે વર્ષે ૧૮ ટકા નફો કરતા બીજા વર્ષના અંતે કેટલી રકમ હાથમાં રહી?
અ) ૭૫,૩૪,૯૦૦ બ) ૭૭,૮૮,૦૦૦
ક) ૭૯,૫૬,૬૦૦ ડ) ૮૧,૭૫,૦૦૦
ગયા બુધવારના જવાબ
A B
PLAN યોજના
PLANE વિમાન
PLAIN સપાટ ભૂમિ
PLAINT ફરિયાદની અરજી
PLANT છોડ
ગુજરાત મોરી મોરી રે
હુડો
ઓળખાણ પડી?
Hryvnia
માઈન્ડ ગેમ
૧,૫૯,૦૦,૦૦૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઉંમર
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧). કિશોરકુમાર જીવણદાસ વેદ ૨). સુભાષ મોમાયા ૩). નીતા દેસાઇ ૪). શ્રદ્ધા આસર ૫). ભારતી બૂચ ૬). ડૉ. પ્રકાશ કટકિયા ૭). ભારતી પ્રકાશ કટકિયા ૮). લજિતા ખોના ૯). પુષ્પા પટેલ ૧૦). અમીષી બેન્ગાલી ૧૧). નિખિલ બેન્ગાલી ૧૨). મહેન્દ્ર લોઢાવિયા ૧૩). ખૂશરૂ કાપડિયા ૧૪). પ્રવીણ વોરા ૧૫). વિભા મહેશ્ર્વરી ૧૬). તાહેર ઓરંગાબાદવાલા ૧૭). શીરીન ઔરંગાબાદવાલા ૧૮). મીનળ કાપડિયા ૧૯). વર્ષા સૂયકાંત શ્રોફ ૨૦). જ્યોતિ ખાંડવાલા ૨૧). મુલરાજ કપૂર ૨૨). નંદકિશોર સંજાણવાળા ૨૩). હર્ષા મહેતા ૨૪). રમેશ દલાલ ૨૫). હિના દલાલ ૨૬). ઇનાક્ષી દલાલ ૨૭). જ્યાત્સના ગાંધી ૨૮). મનીષા શેઠ ૨૯). ફાલ્ગુની શેઠ ૩૦). મહેશ દોશી ૩૧). સુરેખા દેસાઇ ૩૨). સુનીતા પટવા ૩૩). રજનિકાન્ત પટવા ૩૪). અતુલ જશવંતરાય શેઠ ૩૫). વીણા સંપટ ૩૬). દેવેન્દ્ર સંપટ ૩૭). અંજુ ટોલિયા ૩૮). દિલિપ પરીખ ૩૯). ગિરીશ બાબુભાઇ મિસ્ત્રી ૪૦). નિતિન જે. બજારિયા ૪૧). જગદીશ ઠક્કર ૪૨). શિલ્પા શ્રોફ ૪૩). નયના ગિરીશ મિસ્ત્રી ૪૪). રસિક જૂથાણી (ટોરન્ટો, કેનેડા), ૪૫). ભાવના કર્વે.