ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
DELTA મહાપૂર
DELUDE સંશોધન કરવું
DELUGE ઉચ્ચ કોટિનું
DELUXE નદીનો મુખત્રિકોણ
DELVE છેતરવું
ઓળખાણ પડી?
આપણા ‘ચંદ્રયાન ૩’ પછી રશિયા દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલવામાં આવેલા અવકાશયાનની ઓળખાણ પડી? દુર્ભાગ્યે ઉતરાણ કરે એ પહેલા ચંદ્રની સપાટી પર તૂટી પડ્યું હતું.
અ) કોસ્મોસ ૫૫ બ) વોસ્ટોક ૨૫ ક) લ્યુના ૨૫ ડ) સોયૂઝ ૨૩
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વિજ્ઞાન કહે કે ખાલી છે, કવિ કહે કે એ મઢેલું છે,
ગગન કરે દાવો ને નભ પણ ન રહે જરાય આઘું.
અ) તારામંડળ બ) વીજળી ક) આકાશ ડ) ગ્રહ
માતૃભાષાની મહેક
તારાઓને પણ સહેજસાજ ગતિ હોય છે, પરંતુ તે એટલી થોડી હોય છે કે બે હજાર વર્ષ જેટલો લાંબો ગાળો પડયા છતાં પણ તે ગતિનો કંઈ ધ્યાન ખેંચે એવો અનુભવ થતો નથી. એટલા માટે તેને સ્થિર માનવામાં આવે છે. તારાની સ્થિતિમાં એક મહિનામાં શુમારે બે કલાકનો એટલે દરરોજ લગભગ ચાર મિનિટનો ફરક પડે છે, કેમકે તે દરરોજ એક અંશ પશ્ર્ચિમ તરફ ખસતો જાય છે.
ગુજરાત મોરી મોરી રે
આજની તારીખમાં પણ અત્યંત જાણીતા આશા ભોસલેના ગુજરાતી ગીતમાં ખૂટતો શબ્દ ઉમેરો.
હે રંગલો, જામ્યો ————— ઘાટ, છોગાળા તારા,
હો રે રંગીલા તારા, રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો…
અ) સરોવરને બ) નર્મદાને ક) યમુનાને ડ) કાલિંદરીને
ઈર્શાદ
તમે વાતો કરો તો બહુ સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.
– સુરેશ દલાલ
માઈન્ડ ગેમ
(૮ Xડ ૧૭ X ૧૫) + (૧૨ X ૧૫ X ૧૧) = કેટલા થાય એ ધ્યાનપૂર્વક ગણીને જણાવો.
અ) ૪૫૪૦ બ) ૩૯૭૫
ક) ૪૦૨૦ ડ) ૫૦૦૫
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
CONSTANT સંકોચાવું
CONSTELLATION કબજિયાત
CONSTITUTION નક્ષત્ર
CONSTIPATION બંધારણ
CONSTRICT શાશ્ર્વત
ગુજરાત મોરી મોરી રે
બાજરો
ઓળખાણ પડી?
નેટ
માઈન્ડ ગેમ
૩૨,૯૪,૦૦૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
દાંત
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧). કિશોરકુમાર જીવણદાસ વેદ ૨). મુલરાજ કપૂર ૩). સુભાષ મોમાયા ૪). રસિક જૂથાણી (ટોરન્ટો, કેનેડા) ૫). શ્રદ્ધા આસર, ૬). ડૉ. પ્રકાશ કટકિયા ૭). ભારતી કટકિયા ૮). ભારતી બૂચ ૯). મીનળ કાપડિયા ૧૦). ખૂશરુ કાપડિયા ૧૧). વિભા મહેશ્ર્વરી ૧૨). હર્ષા મહેતા ૧૩). પુષ્પા પટેલ ૧૪). નિખિલ બેન્ગાલી ૧૫). મહેન્દ્ર લોઢાવિયા ૧૬). અમિષિ બેન્ગાલી ૧૭). લજિતા ખોના ૧૮). જ્યોતિ ખાંડવાલા ૧૯). મનિષ શેઠ ૨૦). ફાલ્ગુની શેઠ ૨૧). મહેશ દોશી ૨૨). રજનિકાન્ત પટવા ૨૩). સુનિતા પટવા ૨૪). દિલિપ પરીખ ૨૫). મહેશ સંઘવી ૨૬). વીણા સંપટ ૨૭). દેવેન્દ્ર સંપટ ૨૮). નિતા દેસાઇ ૨૯). ભાવના કર્વે ૩૦). કલ્પના આશર ૩૧). સુરેખા દેસાઇ ૩૨). જ્યોત્સના ગાંધી ૩૩). રમેશ દલાલ ૩૪). હિનાબેન દલાલ ૩૫). ઇનાક્ષીબેન દલાલ ૩૬). અરવિંદ કામદાર ૩૭). પ્રવીણ વોરા ૩૮). પુષ્પા ખોના ૩૯). જગદીશ ઠક્કર ૪૦). ગિરીશ બાબુભાઇ મિસ્ત્રી ૪૧). નિતિન જે. બજારિયા ૪૨). અંજુ ટોલિયા ૪૩). શિરિન ઔરંગાબાદવાળા ૪૪). તાહેર ઔરંગાબાદવાળા ૪૫). અબ્દુલ્લાહ એફ. મુનીમ