ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.comપર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
PLAN વિમાન
PLANE સપાટ ભૂમિ
PLAIN છોડ
PLAINT યોજના
PLANT ફરિયાદની અરજી
ઓળખાણ પડી?
કદમાં વિરાટ અને ગંજાવર તાકાત ધરાવતા રશિયાને યુદ્ધમાં મચક નહીં આપનાર કદમાં અને તાકાતમાં વામન એવા યુક્રેનનું ચલણ કયા નામે ઓળખાય છે?
A) New Kwanza b) Peso c) Dram d) Hryvnia
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વર્ષમાં એક વાર આવું ત્યારે બધા રાજી રાજી થાય,
પણ હું વધી જાઉં એ જાણી દુ:ખી દુ:ખી થઈ જાય.
અ) વેકેશન બ) ઉંમર ક) નસીબ ડ) નોકરી
માતૃભાષાની મહેક
ઝાંઝર એટલે ઝમઝમ વાગે એવું સ્ત્રીઓના પગનું એક ઘરેણું, નૂપુર, પગલાને ઠેકે ઠેકે રૂમઝૂમ રૂમઝૂમ થતું સ્ત્રીઓને પગે પહેરવાનું ઝીણી ઝીણી ઘૂઘરીઓવાળું ઘરેણું. ઝાંઝર પહેરવાં એટલે નાચનારીનો વેશ લેવો અથવા બેડી પહેરવી. કેદી થવું કે હાથે પગે સાંકળ પડવી એવો પણ એક અર્થ થાય છે. ઝાંઝર વેચીને શેઠાણી કહેવડાવવું એટલે ખોટી બડાઈ કરવી, શક્તિ હોય નહીં અને મોટા થવાની કોશિશ કરવી.
ગુજરાત મોરી મોરી રે
વિવિધ કોમ પોતપોતાની રીતે ઉત્સવનો આનંદ માણતી હોય છે. ભરવાડ સમાજ માતાજીના જયઘોષ સાથે પરંપરાગત વેશભૂષામાં રાસ લે એ ક્યા નામે જાણીતો છે?
અ) સુડો બ) ધમાલ ક) હુડો ડ) હીંચ
ઈર્શાદ
છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર કોને ભાન છે,
ઝાંઝર હતાં કે એ હતી તલવાર કોને ભાન છે.
—- જવાહર બક્ષી
માઈન્ડ ગેમ
દોઢ કરોડ રૂપિયા છ ટકાના વ્યાજે બૅંકમાં એક વર્ષ માટે મૂક્યા પછી પાકતી મુદતે ટીડીએસ કાપ્યા વિના કુલ કેટલી રકમ હાથમાં આવી એ જણાવો.
અ) ૧,૫૩,૦૦,૦૦૦ બ) ૧,૫૫, ૬૦,૬૦૦ ક) ૧,૫૯,૦૦,૦૦૦ ડ) ૧,૬૧,૬૬,૦૦૦
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
દાક્ષાયણી શક્તિપીઠ માનસરોવર
ત્રિપુરમાલિની શક્તિપીઠ જાલંધર
વિમળા શક્તિપીઠ પુરી
લલિતા શક્તિપીઠ પ્રયાગરાજ
શ્રવણી શક્તિપીઠ ક્ધયાકુમારી
ઓળખાણ પડી?
મણિયારો રાસ
માઈન્ડ ગેમ
નેપાળ
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આસમાની
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧)કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) ભારતી બુચ (૯) પુષ્પા પટેલ (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) લજિતા ખોના (૧૨) મીનળ કાપડિયા (૧૩) મહેશ સંઘવી (૧૪) જગદીશ ઠક્કર (૧૫) નંદકિશોર સંજાણવાળા (૧૬) હર્ષા મહેતા (૧૭) શ્રદ્ધા આશર (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) રમેશ દલાલ (૨૦) ઈનાક્ષી દલાલ (૨૧) જ્યોત્સના ગાંધી (૨૨) હિના દલાલ (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) મહેન્દ્ર લોઢાવિયા (૨૬) સુરેખા દેસાઈ (૨૭) ભાવના કર્વે (૨૮) અંજુ ટોલિયા (૨૯) હીરા જશવંતરાય શેઠ (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૨) તાહેર ઔરંગાબાદવાલા (૩૩) શીરીન ઔરંગાબાદવાલા (૩૪) દિલીપ પરીખ (૩૫) ખુશરૂ કાપડિયા (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) કલ્પના આશર (૩૯) જયવંત પદમશી ચિખલ (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) પ્રવીણ વોરા (૪૨) નયના ગિરીશ મિસ્ત્રી (૪૩) દેવેન્દ્ર સંપટ (૪૪) વિણા સંપટ