ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
દાક્ષાયણી શક્તિપીઠ પ્રયાગરાજ
ત્રિપુરમાલિની શક્તિપીઠ પુરી
વિમળા શક્તિપીઠ ક્ધયાકુમારી
લલિતા શક્તિપીઠ માનસરોવર
શ્રવણી શક્તિપીઠ જાલંધર
ઓળખાણ પડી?
પોરબંદર અને આસપાસના પંથકમાં રમાતો મહેર લોકોનો પરંપરાગત રાસ કયા નામથી ઓળખાય છે? આ રાસ કેડિયું – ચોરણી પહેરી રમાય છે અને જુસ્સો – શૌર્યનું પ્રદર્શન એમાં નજરે પડે છે.
અ) ટીટોડો રાસ બ) છલાંગ રાસ ક) મણિયારો રાસ ડ) તાળી રાસ
ચતુર આપો જવાબ
ગરબામાં ખૂટતો શબ્દ ઉમેરો
———- રંગની ચૂંદડી રે, હે રૂડી ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય.
અ) કેસરિયા બ) લીલા તે ક) લાલ લાલ ડ) આસમાની
માતૃભાષાની મહેક
રાસ કે ગરબા ફક્ત સ્ત્રીઓને જ માટે હોય એવું નથી. કાઠિયાવાડમાં તેમ જ બીજે ઘણે સ્થળે સ્ત્રીઓ અને પુરુષો સાથે રાસ લે છે. લોકનૃત્ય તરીકે તો રાસ ફક્ત નવરાત્રિના તહેવારોમાં જ જોવામાં આવે છે. રાસ હંમેશાં ગાયનો સાથે જ લેવાય છે. કોઈ ઠેકાણે લોટા કે ગાગર વગેરે લઈને પણ રાસ લઈ શકાય છે. ગાગર કે હાંડો લઈને રાસ લેવાની પ્રથા મુખ્યત્વે કાઠિયાવાડમાં જ નજરે પડે છે જે હીંચ તરીકે ઓળખાય છે.
ગુજરાત મોરી મોરી રે
નવરાત્રિ દરમિયાન ખેલૈયા રાસ – ગરબાની રમઝટ બોલાવે ત્યારે એમાં સાથ પુરાવતા ઢોલ, નગારા, તબલા જેવા ચર્મ વાદ્ય તૈયાર કરનારા કયા નામે ઓળખાય છે?
અ) ડબગર બ) ચુડગર ક) ફણીધર ડ) ઢોલકર
ઈર્શાદ
હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો,
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો.
— રાસ
માઈન્ડ ગેમ
આપણા દેશમાં વિવિધ રાજ્યમાં શક્તિપીઠ છે. દેશ ઉપરાંત પડોશના દેશમાં પણ શક્તિપીઠની હાજરી છે. ‘ગંડકી ચંડી શક્તિપીઠ’ કયા દેશમાં છે એ જણાવો.
અ) બાંગ્લાદેશ બ) શ્રીલંકા
ક) મ્યાનમાર ડ) નેપાળ
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
MALICE દ્વેષભાવ
MALIGN વ્યાધિકારક
MALLET હથોડી
MAMMAL સસ્તન પ્રાણી
MANIA ઉન્માદ, ઘેલછા
ગુજરાત મોરી મોરી રે
રઘુનાથનાં
ઓળખાણ પડી?
અવિનાશ સાબળે
માઈન્ડ ગેમ
૩૧૬૮૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ચપ્પુ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) નીતા દેસાઇ (૫) ભારતી બુચ (૬) શ્રદ્ધા આશ૨ (૭) ખુશરૂ કાપડિયા (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) જ્યોતિ ખાંડવાલા (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કાપડિયા (૧૪) હર્ષા મહેતા (૧૫) અમીષી બંગાળી (૧૬) નિખિલ બંગાળી (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) શીરીન ઔરંગાબાદવાલા (૧૯) અબદુલ્લા એફ મુનીમ (૨૦) પ્રવીણ વોરા (૨૧) મહેન્દ્ર લોઢાવિયા (૨૨) મનીષા શેઠ (૨૩) ફાલ્ગુની શેઠ (૨૪) ભાવના કર્વે (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) અરવિંદ કામદાર (૨૮) કલ્પના આશર (૨૯) જગદીશ ઠક્કર (૩૦) મહેશ દોશી (૩૧) સુરેખા દેસાઈ (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) જયવંત પદમશી ચિખલ (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) દિલીપ પરીખ (૩૭) નિતિન બજરિયા (૩૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૧) હિના દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હીરાબેન જશુભાઈ શેઠ (૪૫) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪૬) મહેશ સંઘવી (૪૭) અંજુ ટોલિયા (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી