ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com ‘ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
OAR શપથ
OATH ઝરવું
OBESE બોજો
ONUS હલેસું
OOZE ગોળમટોળ

ઓળખાણ રાખો
હરણ જેવા જ દેખાતા અને એના જેવી જ ઝડપ ધરાવતા પ્રાણીની ઓળખાણ પડી? કૂદકા મારવામાં પણ ઉસ્તાદ હોય છે.
અ) Bonobo બ) Hyena ક) Gazelle ડ) Jackal

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘તૃષ્ણા તરત મટી જાય, આતમરૂપ તો ઓળખાય’ પંક્તિમાં તૃષ્ણા શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) તકલીફ બ) તૈયારી ક) લાલસા ડ) આળસ

માતૃભાષાની મહેક
ખલાસનો સર્વવિદિત પ્રચલિત અર્થ ભલે સમાપ્ત હોય, પણ ખલાસ એટલે ખલાસીને સફર દીઠ મળતો પગાર એવો સુધ્ધાં અર્થ છે. કચ્છમાં ખલાસીને પગાર સફરના પ્રમાણમાં અપાય છે. બધાં બંદરોની સફર ઉપર એક સામટા ઉપર પગાર ઠેરવ્યા હોય છે. સફરમાં ગમે તેટલા દિવસો લાગે, છતાં પગાર તો સફર ઉપર જ મળે છે.

ગુજરાત મોરી મોરી રે
‘નાના પાયે થયેલી તકરાર કે ઝઘડાનો ઉકેલ જલદી આવી જાય, પણ વધારે થાય તો લોકો જોવા ભેગા થાય’ એ મતલબની કહેવતના શબ્દો આડાઅવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
ને મોઢું વહરારનું ઘણી વહરારનું જોવું કાળું સારું થોડું

ઈર્શાદ
નમે સંતને શિર, નમે તે શિર નહિતર કોળું
ઊંઘણશી જે છતે જાગ્રતિ, એને ક્યમ ઢંઢોળું
— હરીશ મીનાશ્રુ

માઈન્ડ ગેમ
બ્રહ્માંડ અને ‘બ્લેક હોલ’ જેવા વૈજ્ઞાનિક મુદ્દે અસાધારણ સંશોધન કરનારા વૈજ્ઞાનિક કોણ એ કહી શકશો?
અ) નીલ બોર બ) સ્ટીફન હોકિંગ
ક) એનરીકો ફર્મી ડ) જેમ્સ વોટસન

ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
LIAR જુઠ્ઠાડો
LIRA પૈસાનું ચલણ
LAIR બોડ
LASS છોકરી
LASSO દોરડું

ગુજરાત મોરી મોરી રે
દાવ આવે ત્યારે સોગઠી મારવી

ઓળખાણ પડી?
LEMUR

માઈન્ડ ગેમ
લુઈ પાશ્ર્ચર

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
નાજુક

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) સુરેખા દેસાઈ (૨) મુલરાજ કપૂર (૩) ભારતી બુચ (૪) સુભાષ મોમાયા (૫) ડૉ. પ્રકાશ કટકિયા (૬) ભારતી પ્રકાશ કટકિયા (૭) ધીરેન્દ્ર ઉદેશી (૮) પ્રતિમા પમાણી (૯) કલ્પના આશર (૧૦) તાહેર ઔરંગાબાદવાલા (૧૧) શીરીન ઔરંગાબાદવાલા (૧૨) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૧૪) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) શ્રદ્ધા આશર (૧૭) લજિતા ખોના (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) નિખિલ બંગાળી (૨૧) અમીશી બંગાળી (૨૨) પ્રવીણ વોરા (૨૩) મહેશ દોશી (૨૪) દિલીપ પરીખ (૨૫) પુષ્પા પટેલ (૨૬) જ્યોતિ ખાંડવાલા (૨૭) મીનળ કાપડિયા (૨૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૯) મનીષા શેઠ (૩૦) ફાલ્ગુની શેઠ (૩૧) હર્ષા મહેતા (૩૨) રજનીકાંત પટવા (૩૩) સુનીતા પટવા (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) અશોક સંઘવી (૩૬) ભાવના કર્વે (૩૭) નીતા દેસાઈ (૩૮) જગદીશ ઠક્કર (૩૯) કિશોર બી. સંઘરાજકા (૪૦) અંજુ ટોલિયા (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) રમેશ દલાલ (૪૩) હિના દલાલ (૪૪) ઈનાક્ષી દલાલ (૪૫) શિલ્પા શ્રોફ (૪૬) અરવિંદ કામદાર (૪૭) શિલ્પા શ્રોફ (૪૮) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૯) અશોક સંઘવી (૫૦) નિતીન બજરિયા

Show More

Related Articles

Back to top button
Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે