ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
LIAR દોરડું
LIRA બોડ
LAIR જુઠ્ઠાડો
LASS પૈસાનું ચલણ
LASSO છોકરી
ઓળખાણ રાખો
મુખ્યત્વે માડાગાસ્કર અને ફિલિપિન્સમાં જોવા મળતા આ પ્રાણીની ઓળખાણ પડી? એનો ચહેરો શિયાળ જેવો અને શરીર વાનર જેવું હોય છે.
અ) Moose બ) Baboon ક) Antelope ડ) Lemur
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ઘણા સંબંધો તકલાદી હોય છે, ઝાઝું ટકતા નથી’ પંક્તિમાં તકલાદી શબ્દનો અર્થ જણાવો.
અ) તકલી બ) નાજુક ક) તૈયાર ડ) સુંવાળા
માતૃભાષાની મહેક
ઉધાર એટલે કરજ, ઋણ, ખાતે આપવું તે. ઉધાર આપ ને નમતું જોખ જાણીતી કહેવત છે. ઉધાર લેનારને પસંદગી ન હોય. દાનમાં મળેલી ગાય સારી છે કે નહીં એની ચકાસણી ન કરાય એ જ રીતે ઉધારે લીધેલો માલ બરોબર છે કે નહીં એની ચકાસણી ન કરાય. ‘ઉધાર કહે ઓ, તો કહે ખૂણે બેસી રો, નગદ કહે જી, તો કહે ખા ખીચડી ને ઘી.’
ગુજરાત મોરી મોરી રે
‘વખત આવે ત્યારે પરચો બતાવી દેવો’ એ ભાવાર્થની કહેવતના શબ્દો આડાઅવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
મારવી આવે ત્યારે સોગઠી દાવ
ઈર્શાદ
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
— મરીઝ
માઈન્ડ ગેમ
એન્થ્રેક્સ અને રેબીઝ જેવા રોગ સામે રક્ષણ આપતી વેકિસન – રસી શોધી કાઢવાની સિદ્ધિ ક્યા વૈજ્ઞાનિકના નામ સાથે સંકળાઈ છે એ જણાવો.
અ) થોમસ એડિસન બ) બેન્જામિન ફ્રેન્કલિન
ક) લુઈ પાશ્ર્ચર ડ) ક્લેમેન્ટ એડર
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
BELL ઘંટ
BAIL જામીન
BALE ગાંસડી
BARN વખાર
BURN બાળવું
ગુજરાત મોરી મોરી રે
ડુંગરા દૂરથી રળિયામણા ને પાસે જાય તો બિહામણા
ઓળખાણ પડી?
Kayak
માઈન્ડ ગેમ
૭૯૫૦
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
આકાશ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) ડો. પ્રકાશ કટકિયા (૫) ભારતી પ્રકાશ કટકિયા (૬) સુરેખા દેસાઈ (૭) સુભાષ મોમાયા (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૧) ધીરેન્દ્ર ઉદેશી (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) ભારતી બુચ (૧૪) લજિતા ખોના (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) કિશોર બી. સંઘરાજકા (૧૯) પુષ્પા પટેલ (૨૦) મહેશ દોશી (૨૧) પ્રવીણ વોરા (૨૨) મીનળ કાપડિયા (૨૩) નિખિલ બંગાળી (૨૪) અમીશી બંગાળી (૨૫) ભાવના કર્વે (૨૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૭) મનીષા શેઠ (૨૮) ફાલ્ગુની શેઠ (૨૯) મહેન્દ્ર લોઢાવિયા (૩૦) કલ્પના આશર (૩૧) અરવિંદ કામદાર (૩૨) રજનીકાંત પટવા (૩૩) સુનીતા પટવા (૩૪) પુષ્પા ખોના (૩૫) વિણા સંપટ (૩૬) દેવેન્દ્ર સંપટ (૩૭) અંજુ ટોલિયા (૩૮) પુષ્પા ખોના (૩૯) મહેશ મહેતા (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) જગદીશ ઠક્કર (૪૨) હર્ષા મહેતા (૪૩) દિલીપ પરીખ (૪૪) નિતીન બજરિયા (૪૫) મહેશ સંઘવી (૪૬) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૭) મહેશકાન્ત વસાવા (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) જ્યોત્સના ગાંધી (૫૦) ઈનાક્ષી દલાલ (૫૧) રમેશ દલાલ (૫૨) હિના દલાલ (૫૩) ગનુ શાહ