ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
BELL વખાર
BAIL ઘંટ
BALE બાળવું
BARN ગાંસડી
BURN જામીન
ઓળખાણ રાખો
પાણીના ઉછળતા મોજા વચ્ચે પેડલની મદદથી ચલાવવામાં આવતી આ વિશિષ્ટ નૌકાની ઓળખાણ પડી? આ નૌકા ચાર હજાર વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી હતી.
અ) Ponto બ) Bowrider ક) Kayak ડ)Canoe
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘જલધિજલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માંહી સરતી’ પંક્તિમાં વ્યોમ શબ્દનો અર્થ જણાવો.
અ) વ્યાસ બ) વાયુ ક) અંધકાર ડ) આકાશ
માતૃભાષાની મહેક
શ્રમ એટલે મહેનત, તફલીક. ગાંધીજી લખે છે કે, યંત્રવત શ્રમ કરવો એ ગુલામી સૂચવે છે. જ્ઞાનથી ઉજ્જવળ બનેલો શ્રમ સ્વતંત્રતા માટેનો સંકલ્પ સૂચવે છે. એ બે વચ્ચે આકાશ પાતાળ જેટલું અંતર છે. શ્રમ ઉઠાવવો એટલે મહેનત કરવી. શ્રમ પડવો એટલે થાકી જવું, મહેનત પડવી.
ગુજરાત મોરી મોરી રે
‘લાંબેથી દેખાતી વસ્તુનું સ્વરૂપ ક્યારેક છેતરામણું હોય છે’ એ ભાવાર્થની કહેવતના શબ્દો આડાઅવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
તો ને દૂરથી ડુંગરા બિહામણા જાય પાસે રળિયામણા
ઈર્શાદ
આવું અજવાળું ના ઊગે ધણમાં,
કૈંક જાદુ હશે રબારણમાં!
— શોભિત દેસાઈ
માઈન્ડ ગેમ
હોટેલનું બિલ ચૂકવતી વખતે ૫૦૦ રૂપિયાની ૧૧ નોટ, ૨૦૦ રૂપિયાની ૭ નોટ, ૧૦૦ રૂપિયાની ૯ નોટ અને ૫૦ રૂપિયાની ૩ નોટ આપી. બિલ કેટલું થયું હશે?
અ) ૭૪૦૦ બ) ૭૬૫૦
ક) ૭૯૫૦ ડ) ૮૧૫૦
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
COURSE અભ્યાસક્રમ
COARSE ખરબચડું
COT ઘોડિયું
COOT બતક
COZY આરામદાયક
ગુજરાત મોરી મોરી રે
પુત્રનાં લક્ષણ પારણામાંથી ને વહુનાં લક્ષણ બારણામાંથી
ઓળખાણ પડી?
માર્ટિના નવરાતિલોવા
માઈન્ડ ગેમ
ડોના ગાંગુલી
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
આપદા
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) નીતા દેસાઈ (૩) ડૉ. પ્રકાશ કટકિયા (૪) મુલરાજ કપૂર (૫) ભારતી પ્રકાશ કટકિયા (૬) સુરેખા દેસાઈ (૭) ભારતી બુચ (૮) પ્રતિમા પમાણી (૯) તાહેર ઔરંગાબાદવાલા (૧૦) શીરીન ઔરંગાબાદવાલા (૧૧) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૨) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૩) અરવિંદ કામદાર (૧૪) શ્રદ્ધા આશર (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) લજિતા ખોના (૧૮) કિશોર બી. સંઘરાજકા (૧૯) પુષ્પા પટેલ (૨૦) મહેશ દોશી (૨૧) અમીશી બંગાળી (૨૨) નિખિલ બંગાળી (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) અશોક સંઘવી (૨૬) મહેન્દ્ર લોઢાવિયા (૨૭) મીનળ કાપડિયા (૨૮) પુષ્પા ખોના (૩૦) પ્રવીણ વોરા (૩૧) નંદકિશોર સંજાણવાળા (૩૨) હર્ષા મહેતા (૩૩) ભાવના કર્વે (૩૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૫) રજનીકાંત પટવા (૩૬) સુનીતા પટવા (૩૭) દિલીપ પરીખ (૩૮) અરવિંઘદ કામદાર (૩૯) કલ્પના આશર (૪૦) વિણા સંપટ (૪૧) દેવેન્દ્ર સંપટ (૪૨) ગીતા ઉદ્દેશી (૪૩) શિલ્પા શ્રોફ (૪૪) સુભાષ મોમાયા (૪૫) નિતીન બજરિયા (૪૬) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૭) અલકા વાણી (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) મહેશ સંઘવી (૫૦) જગદીશ ઠક્કર (૫૧) જ્યોત્સના ગાંધી (૫૨) રમેશ દલાલ (૫૩) ઈનાક્ષી દલાલ (૫૪) હિના દલાલ