ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ રાખો
આધુનિક જગતની અજાયબી ગણાતો ૫૫૦ મીટર ઊંચો સી એન ટાવર કયા દેશનું સ્મારક છે એ જણાવો. એન્જિનિયરિંગ કૌશલ ધરાવે છે.
અ) ફ્રાંસ બ) ઓસ્ટ્રિયા ક) કેનેડા ડ) ડેનમાર્ક
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
BIN રમત
BIND ઉજવણી
BINE બાંધવું
BINGE ટોપલી
BINGO ડાળખું
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘અમે લખીશું, અમે વાંચશું, અમે કરીશું શ્ર્લાઘા’ પંક્તિમાં શ્ર્લાઘા શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) બોલવું બ) વખાણ ક) હોંકારો ડ) વાર્તા
માતૃભાષાની મહેક
શ્રમ એટલે મહેનત, તકલીફ. ગાંધીજીએ લખ્યું છે યંત્રવત શ્રમ કરવો એ ગુલામી સૂચવે છે. જ્ઞાનથી ઉજ્જવળ બનેલો શ્રમ સ્વતંત્રતા માટેનો સંકલ્પ સૂચવે છે. એ બે વચ્ચે આકાશ પાતાળ જેટલું અંતર છે. આ અંતર સમજીને શ્રમ કરવો જોઈએ. શ્રમ ઉઠાવવો, શ્રમ લેવો એટલે મહેનત કરવી, પરિશ્રમ કરવો. શ્રમ પડવો – પહોંચવો કે લાગવો એટલે થાકી જવું, મહેનત પડવી.
ગુજરાત મોરી મોરી રે
જીવનમાં થતા બધા કાર્ય સાર્થક નથી હોતા ‘નિરર્થક કાર્ય’ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
ઉચાળા મેહ ને તડકે ભરે ઉંદરડી તડકે વરસે
ઈર્શાદ
ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાનાં ઝરણાં નાનાને સાગર જેવું બનાવો.
- સુન્દરમ માઈન્ડ ગેમ
એક પણ અંકની પુનરાવૃત્તિ વિનાની શૂન્ય વગરની ચાર અંકની સૌથી મોટી એકી સંખ્યામાંથી એક પણ અંકની પુનરાવૃત્તિ વિનાની ચાર સંખ્યાની શૂન્ય વિનાની સૌથી નાની બેકી સંખ્યા બાદ કરતા શું જવાબ મળે?
અ) ૭૩૯૬ બ) ૭૭૫૦ ક) ૮૧૫૫ ડ) ૮૬૪૨
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
OPIUM અફીણ
OPINE અભિપ્રાય આપવો
OPPONENT પ્રતિસ્પર્ધી
OPPOSE વિરોધ કરવો
OPPRESS દમન કરવું
ગુજરાત મોરી મોરી રે
ધણીને ધતૂરો ને ચોરને મલીદો
ઓળખાણ પડી?
ગોન્ડોલા
માઈન્ડ ગેમ
૩૩
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
બૂમ