ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
OPIUM વિરોધ કરવો
OPINE દમન કરવું
OPPONENT અફીણ
OPPOSE પ્રતિસ્પર્ધી
OPPRESS અભિપ્રાય આપવો
ઓળખાણ રાખો
ઈટલીના વેનિસ શહેરમાં સહેલાણીઓ માટે વિશિષ્ટ આકર્ષણ ધરાવતી આ નૌકાની ઓળખાણ પડી? સ્થાનિક લોકો એનો ઉપયોગ મુસાફરી માટે પણ કરે છે.
અ) હાઉસબોટ બ) કોરફુ ક) કાયાક ડ) ગોન્ડોલા
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!’ પંક્તિમાં હાક શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) હોંકારો બ) બૂમ ક) આમંત્રણ ડ) વાણી
માતૃભાષાની મહેક
એક ખેડૂતે ઢોરઢાંખરના નુકસાનથી બચવા પોતાની વાડીની ચારેબાજુ થોરની વાડ કરી અને વાડીમાં પોતાને અંદર જવા માટે એક નાની નેળ રાખી. એક બકરું દરરોજ એ નેળમાં થઈને વાડીમાં પેસી જતું હોવાથી કંટાળીને તેણે નેળ બંધ કરીને એક છીડું રાખ્યું. એમ કરવા જતા બકરાને બદલે ઊંટ પેસી ગયું. તે ઉપરથી કહેવત પડી કે બકરું કાઢતાં ઊંટ પેઠું.
ગુજરાત મોરી મોરી રે
‘પતિ જેવું તેવું ખાઈને ચલાવી લે જ્યારે ખાતર પાડનાર સારી વસ્તુઓ લઈ પલાયન થઈ જાય’ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
ધતૂરો મલીદો ને ધણીને ચોરને
ઈર્શાદ
જ્યારે હું ‘ભવિષ્ય’ શબ્દનું ઉચ્ચારણ કરું છું,
એટલી વારમાં તો એ ભૂતકાળ બની ચૂક્યો હોય છે.
— વિસ્વાવા શિમ્બોર્સ્કા (પોલેન્ડના કવિ)
માઈન્ડ ગેમ
એક સંખ્યાને બમણી કર્યા બાદ જે જવાબ મળે એ સંખ્યામાં મૂળ સંખ્યા ઉમેરવાથી બે અંકની સૌથી મોટી સંખ્યા મળે તો મૂળ સંખ્યા જણાવો.
અ) ૨૫ બ) ૩૩ ક) ૩૮ ડ) ૪૨
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
SACK ગૂણપાટ
SAKE માટે
SHAKE હલાવવું
SAP વનસ્પતિનો રસ
SHAPE આકાર
ગુજરાત મોરી મોરી રે
ઘડા જેટલું માથું જજો, પણ ચણા જેટલું નાક ના જશો
ઓળખાણ પડી?
નીરમહલ
માઈન્ડ ગેમ
૩૫
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
પોતે
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) મુલરાજ કપૂર (૩) ડૉ. ભારતી કટકિયા (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) ગીતા ઉદેશી (૬) સુરેખા દેસાઈ (૭) કિશોરકુમાર જીવનણદાસ વેદ (૮) ભારતી બુચ (૯) તાહેર ઔરંગાબાદવાલા (૧૦) શીરીન ઔરંગાબાદવાલા (૧૧) અબદુલ્લા એફ. મુનીમ (૧૨) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૩) સુભાષ મોમાયા (૧૪) ખુશરૂ કાપડિયા (૧૫) શ્રદ્ધા આશર (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) જ્યોતિ ખાંડવાલા (૧૮) મીની કાપડિયા (૧૯) નિખિલ બંગાળી (૨૦) અમીશી બંગાળી (૨૧) નયના ગિરીશ મિસ્ત્રી (૨૨) જયવંત પદમશી ચિખલ (૨૩) નંદકિશોર સંજાણવાળા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) હર્ષા મહેતા (૨૭) મહેન્દ્ર લોઢાવિયા (૨૮) પુષ્પા પટેલ (૨૯) મહેશ દોશી (૩૦) ભાવના કર્વે (૩૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૨) રજનીકાંત પટવા (૩૩) સુનીતા પટવા (૩૪) વિણા સંપટ (૩૫) દેવેન્દ્ર સંપટ (૩૬) કિશોર બી. સંઘરાજકા (૩૭) શિલ્પા શ્રોફ (૩૮) નિતીન બજરિયા (૩૯) અલકા વાણી (૪૦) દિલીપ પરીખ (૪૧) પુષ્પા ખોના (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) મહેશ સંઘવી (૪૪) જ્યોત્સના ગાંધી (૪૫) રમેશ દલાલ (૪૬) ઈનાક્ષી દલાલ (૪૭) હિના દલાલ (૫૦) અરવિંદ કામદાર (૫૧) મહેશકાન્ત વસાવડા (યુ.એસ.એ.) (૫૨) રુચિકા વસાવડા (યુ.એસ.એ.)