ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
SACK આકાર
SAKE હલાવવું
SHAKE માટે
SAP ગૂણપાટ
SHAPE વનસ્પતિનો રસ
ઓળખાણ રાખો
આરસપહાણ અને બલુઆ પથ્થરમાંથી તૈયાર થયેલા ત્રિપુરામાં સ્થિત મહેલની ઓળખાણ પડી? આ મહેલ કયા નામથી જાણીતો છે?
અ) જલતરંગ બ) શીશમહલ ક) નીરમહલ ડ) મેઘમહલ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના’ પંક્તિમાં નિજ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) પૂર્ણ બ) પોતે ક) મન ડ) નિખાલસ
માતૃભાષાની મહેક
નીતિ શબ્દના વિવિધ અર્થ છે જેમ કે સદાચરણ, નૈતિક ધોરણ, આચાર પદ્ધતિ વગેરે. મહાભારતમાં ભીષ્મે યુધિષ્ઠિરને નીતિશાસ્ત્રનો ઉપદેશ આપેલો છે. તેમાં પ્રજાને માટે કૃષિ, વાણિજ્ય વગેરેની વ્યવસ્થા, અપરાધીઓને દંડ, દરિદ્રોનું ભરણપોષણ, સાધુઓની પૂજા, વિદ્વાનોનો આદર, સમાજ વગેરે ઘણી વાતો છે.
ગુજરાત મોરી મોરી રે
‘મરદ માણસ જીવ આપી દે પણ આબરૂ ન જવા દે’ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
ચણા જજો જેટલું માથું ના નાક જશો પણ જેટલું ઘડા
ઈર્શાદ
બાગમાં હવે ક્યાં ફરે છે સનમ,
વેબસાઇટ ઉપર મળે છે સનમ.
— અદમ ટંકારવી
માઈન્ડ ગેમ
જો અ + બ બરાબર ૬૭ થાય અને અ – બ બરાબર ૧૭ થતા હોય તો ગણતરી કરી જણાવો કે અ સંખ્યાનું મૂલ્ય કઈ સંખ્યા કરતા વધારે છે.
અ) ૩૫ બ) ૪૬
ક) ૫૧ ડ) ૫૭
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
AVID ઉત્સુક
ARID સૂકું
AMID વચમાં
ACID તેજાબ
ABIDE વફાદાર રહેવું
ગુજરાત મોરી મોરી રે
ગજા વગરની ગધેડી ને ઉપર ત્રણ મણનો બોજ
ઓળખાણ પડી?
ડૂગોંગ
માઈન્ડ ગેમ
૨૮૫૦૦
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ઝરણું
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) ડો. પ્રકાશ કટકિયા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) પુષ્પા પટેલ (૧૧) શ્રદ્ધા આશર (૧૨) મીનળ કાપડિયા (૧૩) પુષ્પા ખોના (૧૪) મહેશ દોશી (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) રજનીકાંત પટવા (૧૭) શ્રદ્ધા આશર (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) સુનીતા પટવા (૨૦) કિશોર બી. સંઘરાજકા (૨૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૨) ભાવના કર્વે (૨૩) અશોક સંઘવી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) પ્રતીમા પમાણી (૨૭) જયવંત પદમશી ચિખલ (૨૮) સુરેખા દેસાઈ (૨૯) હર્ષા મહેતા (૩૦) શિલ્પા શ્રોફ (૩૧) કલ્પના આશર (૩૨) અંજુ ટોલિયા (૩૩) નીતા દેસાઈ (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) અલકા વાણી (૩૬) દિલીપ પરીખ (૩૭) મહેન્દ્ર લોઢાવિયા (૩૮) પ્રવીણ વોરા (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) નિખિલ બંગાળી (૪૧) અમીશી બંગાળી (૪૨) જગદીશ ઠક્કર (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) અરવિંદ કામદાર (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) રમેશ દલાલ (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હિના દલાલ (૪૯) નિતીન બજરિયા (૫૦) નંદકિશોર સંજાણવાળા (૫૧) મહેશકાન્ત વસાવડા (યુએસએ) (૫૨) સુભાષ મોમાયા