ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
AVID વફાદાર રહેવું
ARID વચમાં
AMID ઉત્સુક
ACID સૂકું
ABIDE તેજાબ

ઓળખાણ રાખો
મુખ્યત્વે એશિયા તેમજ ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા આ દરિયાઈ પ્રાણીની ઓળખાણ પડી? આ પ્રાણી દરિયામાં ઊગતી સીગ્રાસ નામની વનસ્પતિ આહારમાં લે છે.
અ) સેબલ બ) ડ્રેકો લિઝાર્ડ ક) ડૂગોંગ ડ) પેંગોલિન

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘પાંચેક મિનિટ ચાલ્યા પછી વહેળો આવશે ને ત્યાંથી જમણી બાજુ વળી જજો’ પંક્તિમાં વહેળો શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) ચોક બ) વળાંક ક) વનરાજી ડ) ઝરણું

માતૃભાષાની મહેક
મહેનત કરવી ગમતી ન હોય એ વૃત્તિ આળસ કહેવાય છે. આળસ ખાવી એટલે બગાસાં ખાવાં, સુસ્તી દેખાડવી, શરીરમાં સ્ફૂર્તિ લાવવા અંગ મરડવું. એવી માન્યતા છે કે આળસ દરિદ્રતાનું મૂળ છે. મતલબ કે એદીપણાને લીધે ગરીબાઈ આવે છે. આળસ મરડવી એટલે શરીરમાં ભારેપણું દૂર કરવા હાથ પગ લાંબા ટૂંકા કરી શરીર મરડવું.

ગુજરાત મોરી મોરી રે
‘પોતાની તાકાત – સામર્થ્ય વગરનું કામ કરવું’ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
મણનો બોજ ગધેડી ત્રણ વગરની ઉપર ને ગજા

ઈર્શાદ
આ મારા લોહીમાં જો ભળે લાલી સ્પર્શની,
તો શક્ય છે જીવનની પળેપળ સુખદ બને.
— અમૃત ઘાયલ

માઈન્ડ ગેમ
એક ડઝન કેરી ૪૭૫ રૂપિયાના ભાવે ખરીદી હોય તો ૫ ગ્રોસ કેરી ખરીદવા માટે કુલ કેટલા પૈસા ચૂકવવા પડ્યા હશે એની ગણતરી કરી જણાવો.
અ) ૨૫૭૫૫ બ) ૨૪૯૦૦
ક) ૨૬૫૭૫ ડ) ૨૮૫૦૦

ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
FILL ભરવું
FEEL અનુભવવું
FAIL નિષ્ફળ
FELL પાડવું
FLAIL ડંગોરો

ગુજરાત મોરી મોરી રે
દુ:ખ વિના સુખ નહીં ને કષ્ટ વિના ફળ નહીં

ઓળખાણ પડી?
સ્ટિંગ રે

માઈન્ડ ગેમ
૧૫૯૦

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આગ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડૉ. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) ધીરેન્દ્ર ઉદ્દેશી (૫) મુલરાજ કપૂર (૬) તાહેર ઔરંગાબાદવાલા (૭) શીરીન ઔરંગાબાદવાલા (૮) સુભાષ મોમાયા (૯) જયશ્રી બુચ (૧૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૧) પુષ્પા પટેલ (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) શ્રદ્ધા આશર (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) કિશોર બી. સંઘરાજકા (૧૬) મહેશ દોશી (૧૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૮) નીતા દેસાઈ (૧૯) હર્ષા મહેતા (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) અશોક સંઘવી (૨૩) નંદકિશોર સંજાણવાળા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) નિખિલ બંગાળી (૨૭) અમીશી બંગાળી (૨૮) મીનળ કાપડિયા (૨૯) ભાવના કર્વે (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીતા પટવા (૩૨) કલ્પના આશર (૩૩) વિણા સંપટ (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) અરવિંદ કામદાર (૩૬) જ્યોત્સના ગાંધી (૩૭) રમેશ દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) હિના દલાલ (૪૦) અલકા વાણી (૪૧) જગદીશ ઠક્કર (૪૨) સુરેખા દેસાઈ (૪૩) અંજુ ટોલિયા (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) પુષ્પા ખોના (૪૬) નિતીન બજરિયા (૪૭) દિલીપ પરીખ (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) પ્રવિણ વોરા (૫૦) અબદુલ્લા એફ. મુનીમ (૫૧) જયવંત પદમશી ચિખલ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો