ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
FILL અનુભવવું
FEEL પાડવું
FAIL ડંગોરો
FELL ભરવું
FLAIL નિષ્ફળ
ઓળખાણ રાખો
વિશ્ર્વના વિવિધ દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળતી આ અનોખી માછલીની ઓળખાણ પડી? આ માછલીના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે.
અ) ટ્યૂના બ) સ્ટિંગ રે ક) કોડ ફિશ ડ) મેકરેલ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘જંગલમાં દવ લાગે એનો ઉપાય હોય, દિલમાં દવ લાગે ત્યારે શું?’ પંક્તિમાં દવ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) દવા બ) પવન ક) ડર ડ) આગ
માતૃભાષાની મહેક
ઘર ભરવું રૂઢિપ્રયોગ વિવિધ અર્થથી સજ્જ છે. પ્રચલિત અર્થ છે ઘરની અંદર ચીજ વસ્તુ વગેરે લાવીને દાખલ કરવી. આ ઉપરાંત છોકરાં છૈયાંથી કુટુંબનો વિસ્તાર વધારવો, જેના પર હક્ક નથી તેવી માલમતા. બીજાને નુકસાન કરી પોતાનો ફાયદો કરવો એ ઉપરાંત લાંચ લેવી, સ્થિતિ જમાવવી જેવા અર્થ પણ છે.
ગુજરાત મોરી મોરી રે
‘જીવનમાં તકલીફો વેઠ્યા પછી સુખનો આનંદ થાય’ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
વિના સુખ કષ્ટ ફળ ને નહીં નહીં વિના દુ:ખ
ઈર્શાદ
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો.
— કલાપી
માઈન્ડ ગેમ
યુએસમાં ૧૨૦ ડૉલરમાં ખરીદેલી વસ્તુ (૧ ડૉલર = ૮૩ રૂપિયા) યુકેમાં ૧૧૦ પાઉન્ડમાં (૧ પાઉન્ડ = ૧૦૫ રૂપિયા) વેચવાથી રૂપિયાના હિસાબે કેટલો ફરક આવ્યો?
અ) ૧૪૧૦ બ) ૧૪૭૫
ક) ૧૫૫૫ ડ) ૧૫૯૦
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
MADE બનાવ્યું
MAID નોકરાણી
MEND સુધારવું
MAIN મુખ્ય
MANE કેશવાળી
ગુજરાત મોરી મોરી રે
કબુધિયાને બુદ્ધિ થોડી ઘર વેચીને લીધી ઘોડી
ઓળખાણ પડી?
REINDEER
માઈન્ડ ગેમ
૧૨૫૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વિશાળ વૃક્ષ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડૉ. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) ધીરેન્દ્ર ઉદ્દેશી (૫) મુલરાજ કપૂર (૬) તાહેર ઔરંગાબાદવાલા (૭) શીરીન ઔરંગાબાદવાલા (૮) સુભાષ મોમાયા (૯) જયશ્રી બુચ (૧૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૧) પુષ્પા પટેલ (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) શ્રદ્ધા આશર (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) કિશોર બી. સંઘરાજકા (૧૬) મહેશ દોશી (૧૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૮) નીતા દેસાઈ (૧૯) હર્ષા મહેતા (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) અશોક સંઘવી (૨૩) નંદકિશોર સંજાણવાળા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) નિખિલ બંગાળી (૨૭) અમીશી બંગાળી (૨૮) મીનળ કાપડિયા (૨૯) ભાવના કર્વે (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીતા પટવા (૩૨) કલ્પના આશર (૩૩) વિણા સંપટ (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) અરવિંદ કામદાર (૩૬) જ્યોત્સના ગાંધી (૩૭) રમેશ દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) હિના દલાલ (૪૦) અલકા વાણી (૪૧) જગદીશ ઠક્કર (૪૨) સુરેખા દેસાઈ (૪૩) અંજુ ટોલિયા (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) પુષ્પા ખોના (૪૬) નિતીન બજરિયા (૪૭) દિલીપ પરીખ (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) પ્રવિણ વોરા (૫૦) હરીશ મનુભાઈ ભટ્ટ