ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો

A B
SMELL ખરડવું
SMILE સૂંઘવું
SMITE ધુમાડો
SMOKE સ્મિત
SMIRCH મારવું

ઓળખાણ રાખો
મુખ્યત્વે રણ વિસ્તારમાં જોવા મળતા આ અનોખા પ્રકારના વૃક્ષની ઓળખાણ પડી? સ્પેનિશ ભાષામાં એ ડેઝર્ટ ડેન્જર તરીકે ઓળખાય છે.
અ) જોશુઆ બ) કેકટસ ક) લેવેન્ડર ડ) ઓર્કિડ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ઓતરાદા વાયરા ઊઠો ઊઠો’ પંક્તિમાં વાયરા શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) વાસણ બ) વાનર ક) પવન ડ) કિરણ

માતૃભાષાની મહેક
વન એટલે ઉમરનો છઠ્ઠો દશકો. પચાસ વર્ષ પછી વન શરૂ થાય છે. જેમકે, એકાવન, બાવન વગેરે. વનમાં પેસવું એટલે એકાવનમું વર્ષ બેસવું. વન એટલે જંગલ, વગડો, અરણ્ય અર્થ પણ છે. વનને સિંહનો અને સિંહને વનનો ઓથ એટલે અરસપરસ મદદરૂપ થવું. વનમાં એકલું ઝાડ પણ રહે નહિ એટલે જથ્થો અને ઓથ વગર બધું નકામું છે.

ગુજરાત મોરી મોરી રે
‘દુકાળમાં અધિક માસ, બગડેલું વધારે ખરાબ થવું’ એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
પડ્યા દાઝ્યા ડામ ઉપર ને પાટું ઉપર

ઈર્શાદ
આ બોલકાં નયનની પરિભાષા છે અજબ,
બોલે નહીં કશું ને કળે બધું એવું પણ બને.
— રશીદ મીર

માઈન્ડ ગેમ
જો કોઈ પ્રાચીન કલાકૃતિ ઈ. સ. પૂર્વે ૬૬૬માં રચાઈ હોય તો ૨૦૨૪માં એનું વર્ણન કરતી વખતે એ કેટલા વર્ષ પહેલાની કહેવાય?
અ) ૨૦૬૬ બ) ૨૪૪૦
ક) ૨૬૯૦ ડ) ૧૩૫૮

ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
Nail ખીલો
Nil શૂન્ય
Nap ઝોકું
Nip ચૂંટી
Nib ટાંક

ગુજરાત મોરી મોરી રે
નબળો સબળાને ગુણ કરે તે આટામાં જાય

ઓળખાણ પડી?
સંખેડા

માઈન્ડ ગેમ
ઈ. સ. ૧૪

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કિનારો

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.

(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડૉ. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) મુલરાજ કપૂર (૫) ભારતી બુચ (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૭) પ્રતીમા પમાની (૮) નીતા દેસાઈ (૯) કમલેશ મેઠિઆ (૧૦) ખુશરૂ કાપડીયા (૧૧) પુષ્પા પટેલ (૧૨) સુભાષ મોમૈયા (૧૩) રસીક જુઠાની – ટોરેન્ટો – કેનેડા (૧૪) મહેશ સંઘવી (૧૫) મહેશ સંઘવી (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) મહેન્દ્ર લોઢવીયા (૧૯) પ્રવીણ વોરા (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) લજીતા ખોના (૨૨) મીનળ કાપડિયા (૨૩) નિખિલ બંગાળી (૨૪) અમીષી બંગાળી (૨૫) ભાવના કર્વે (૨૬) કિશોર બી. સંઘરાજકા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) દિલીપ પરીખ (૨૯) મનીષા શેઠ (૩૦) ફાલ્ગુની શેઠ (૩૧) નંદકિશોર સંજાણવાળા (૩૨) હર્ષા મહેતા (૩૩) તાહેર ઔરંગાબાદવાલા (૩૪) શીરીન ઔરંગાબાદવાલા (૩૫) મહેશ દોશી (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) કલ્પના આશર (૩૯) જગદીશ ઠક્કર (૪૦) જયવંત પદમશી ચિખલ (૪૧) વીણા સંપટ (૪૨) દેવેન્દ્ર સંપટ (૪૩) અંજુ ટોલીયા (૪૪) શિલ્પા શ્રોફ (૪૫) નીતીન જે. બજરીયા (૪૬) અલકા વાણી (૪૭) ઈનાક્ષીબેન દલાલ (૪૮) હીનાબેન દલાલ (૪૯) રમેશભાઈ દલાલ (૫૦) જ્યોત્સના ગાંધી (૫૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૫૨) નયના ગિરીશ મિસ્ત્રી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button