ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
Nail ચૂંટી
Nil ઝોકું
Nap ટાંક
Nip શૂન્ય
Nib ખીલો

ઓળખાણ રાખો
સાગના લાકડામાંથી વિવિધ ડિઝાઇન વાપરી તૈયાર કરવામાં આવતા ગુજરાતના આ વિશિષ્ટ ફર્નિચરની ઓળખાણ પડી? એમાં લાખ અને આકર્ષક રંગનો ઉપયોગ થાય છે.
અ) હવેલી બ) સંખેડા ક) ઓરસિયો ડ) સજાવટ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘જ્યાં પ્રથમ મેઘ વરસ્યો, સરિતાએ તોડ્યાં તટનાં બંધન’ પંક્તિમાં તટ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) તડ બ) બંધ ક) મોજાં ડ) કિનારો

માતૃભાષાની મહેક
આંખ ઉઘડવી એટલે ભાન આવવું, સમજણ આવવી અને આંખ ઉઘાડીને જોવું એટલે બુદ્ધિપૂર્વક વિચાર કરવો. આંખ ઊંચી કરવી એટલે સામે થવા હિંમત થવી, આંખ નીચી કરવી એટલે શરમથી સામે ન જોવું. આંખ ઠરવી એટલે સંતોષ થવો, પણ આંખો ઠરી જવી એટલે મૃત્યુ પામવું. આંખ ફૂટવી એટલે દેખાતું બંધ થવું અને આંખ ફોડવી એટલે આંખને બહુ શ્રમ આપવો.

ગુજરાત મોરી મોરી રે
‘નાના માણસનું કરેલું કામ મોટા માણસને કોઈ વિસાતમાં ન હોય’ એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
આટામાં સબળાને તે નબળો કરે ગુણ જાય

ઈર્શાદ
હોઠ મલકે તો મોટી મહેરબાની સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો મુલક ક્યાંક દીઠો લાગે!
— હરીન્દ્ર દવે

માઈન્ડ ગેમ
જો કોઈ મહાનુભાવનો જન્મ ઈ. સ. પૂર્વે ૬૮માં થયો અને જો એ વ્યક્તિ ૮૨ વર્ષ જીવી હોય તો એનું અવસાન કઈ સાલમાં થયું હોવું જોઈએ?
અ) ઈ.સ. પૂર્વે ૧૬ બ) ઈ. સ. ૧૪
ક) ઈ.સ. પૂર્વે ૧૫૦ ડ) ઈ. સ. ૧૪૪

ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
Hance અર્ધકમાન
Hunte શિકારી
Heir વારસ
Hare સસલું
Hence અત્યારથી

ગુજરાત મોરી મોરી રે
ન મામા કરતાં કહેણા મામા સારા

ઓળખાણ પડી?
મલાવ તળાવ

માઈન્ડ ગેમ
૧૧૭૬

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
હથિયારધારી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) ડૉ. પ્રકાશ કટકિયા (૪) ભારતી પ્રકાશ કટકિયા (૫) ધીરેન્દ્ર ઉદ્દેશી (૬) ભારતી બુચ (૭) સુભાષ મોમાયા (૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૯) નીતા દેસાઈ (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) કમલેશ મૈઠિયા (૧૨) શ્રદ્ધા આશર (૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) પ્રવીણ વોરા (૧૫) પુષ્પા પટેલ (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) મહેશ દોશી (૧૮) નિખિલ બંગાળી (૧૯) અમીશી બંગાળી (૨૦) શીરીન ઔરંગાબાદવાલા (૨૧) તાહેર ઔરંગાબાદવાલા (૨૨) અબદુલ્લા એફ. મુનીમ (૨૩) કિશોર બી. સંઘરાજકા (૨૪) જ્યોતિ ખાંડવાલા (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) મીનળ કાપડિયા (૨૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૯) સુરેખા દેસાઈ (૩૦) નંદકિશોર સંજાણવાળા (૩૧) દિલીપ પરીખ (૩૨) કલ્પના આશર (૩૩) જગદીશ ઠક્કર (૩૪) વિણા સંપટ (૩૫) દેવેન્દ્ર સંપટ (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) હેમા હરીશ ભટ્ટ (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) અંજુ ટોલિયા (૪૧) ભાવના કર્વે (૪૨) શિલ્પા શ્રોફ (૪૩) હર્ષા મહેતા (૪૪) પુષ્પા ખોના (૪૫) અલકા વાણી (૪૬) વિજય આસર (૪૭) નિતીન બજરિયા (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) જયવંત પદમશી ચિખલ (૫૦) ઈનાક્ષી દલાલ (૫૧) હિના દલાલ (૫૨) રમેશ દલાલ (૫૩) જ્યોત્સના ગાંધી (૫૪) મહેશ સંઘવી (૫૫) અરવિંદ કામદાર (૫૬) અશોક સંઘવી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા