ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
Shin ઘેટું
Sheen દ્રશ્ય
Scene પગનો નળો
Ship ચળકાટ
Sheep જહાજ
ઓળખાણ રાખો
માથાથી પગ સુધી જેના શરીર પર ભીંગડા હોય છે એવા મુખ્યત્વે આફ્રિકા અને એશિયામાં નજરે પડતા પ્રાણીની ઓળખાણ પડી? એના અસ્તિત્વ સામે જોખમ છે.
અ) Pangolin બ) Lizard ક) Porcupine ડ) Jaguar
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ઉદ્યમી માણસોના જીવનમાં પ્રમાદની બાદબાકી થતી હોય છે’ પંક્તિમાં પ્રમાદ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) આનંદ બ) મૂર્ખાઈ ક) આળસ ડ) પ્રસન્નતા
માતૃભાષાની મહેક
સુખ એટલે તન, મનને ગમે એવો અનુભવ; આરામ; ચેન; શાંતિ; સંતોષ; તૃપ્તિ; ઉપભોગ; કામનાની સિદ્ધિનો
આનંદ. મુદ, પ્રીતિ, પ્રમદ, હર્ષ, પ્રમોદ, આમોદ, સંમદ, આનંદથુ, આનંદ, શર્મ, શાત અને સુખ એ બાર નામ સુખનાં છે. મુદ અને પ્રીતિ શબ્દ સ્ત્રીલિંગ છે, શર્મ, શાત, સુખ, નપુંસક છે, શેષ
પુંલિંગ છે.
ગુજરાત મોરી મોરી રે
‘નાનો માણસ ચોરી કરે તો થોડું નુકસાન જાય પણ મૂળ માણસ પોતે જ ચોરી કરે તો સમૂળગો નાશ થાય’ એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
ચાકર બરકત શેઠ જાય ચોરે ને જાય તો નખોદ તો ચોરે
ઈર્શાદ
મેં તો આપ્યું’તું તને મોતી
ને તને શંખલા ને છીપલાં વ્હાલા લાગે
- એમાં મારો શું વાંક? — સુરેશ દલાલ માઈન્ડ ગેમ
પિતાની ઉંમર પુત્રથી ત્રણ ગણી છે. ૧૫ વર્ષ પછી પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા અડધી હશે તો હાલના તબક્કે પુત્રની ઉંમર શું છે એ ગણતરી કરી જણાવો…
અ) ૧૨ બ) ૧૫
ક) ૨૦ ડ) ૨૫
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
Not નહીં
Note નોંધ
Nought શૂન્ય
Naughty તોફાની
Knot ગાંઠ
ગુજરાત મોરી મોરી રે
ગધેડાં ચાલે બાર ગાઉ, તો કુંભાર ચાલે ચૌદ ગાઉ
ઓળખાણ પડી?
ઓયસ્ટર
માઈન્ડ ગેમ
૬ કલાક ૧૫ મિનિટ
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
નસીબ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) તાહેર ઔરંગાબાદવાલા (૫) શીરીન ઔરંગાબાદવાલા (૬) અબદુલ્લા એફ. મુનીમ (૭) પ્રતીમા પમાણી (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) નીતા દેસાઈ (૧૦) શ્રદ્ધા આશર (૧૧) ડો. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) ભારતી બુચ (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) પુષ્પા પટેલ (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) નંદકિશોર સંજાણવાળા (૨૦) મીનળ કાપડિયા (૨૧) પ્રવીણ વોરા (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) લજિતા ખોના (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) ભાવના કર્વે (૨૮) મહેન્દ્ર લોઢાવિયા (૨૯) કલ્પના આશર (૩૦) હર્ષા મહેતા (૩૧) મહેશ દોશી (૩૨) વિણા સંપટ (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) રજનીકાંત પટવા (૩૫) સુનીતા પટવા (૩૬) પુષ્પા ખોના (૩૭) અંજુ ટોલિયા (૩૮) અલકા વાણી (૩૯) દિલીપ પરીખ (૪૦) અરવિંદ કામદાર (૪૧) સુરેખા દેસાઈ (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) નિતીન બજરિયા (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ (૪૮) ઈનાક્ષી દલાલ (૪૯) હેમા હરીશ ભટ્ટ (૫૦) શીલા ભટ્ટ (૫૧) ગિરીશ શેઠ (૫૨) જગદીશ વલ્લભજી ઠક્કર (૫૩) હરીશ મનુભાઈ ભટ્ટ (૫૪) હીરાબેન શેઠ (૫૫) અતુલ જશુભાઈ શેઠ