ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
Sort ગોળી મારવી
Sortie મેશ
Suit હુમલો
Soot પ્રકાર
Shoot પોશાક
ઓળખાણ રાખો
‘મારે પણ એક ઘર હોય’ એ શાશ્ર્વત ભાવના છે. મોટાભાગના લોકોએ ફિલ્મમાં જોયા હોય એવા આ બરફના ઘર કયા નામથી ઓળખાય છે એ કહી શકશો?
અ) એડોબ બ) કોટેજ ક) ઈગ્લૂ ડ) ઓવલાઈટ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘કેટલાક લોકોમાં મોટી ઉંમરે પણ શૈશવનાં લક્ષણો જોવા મળે છે’ પંક્તિમાં શૈશવ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) શંકા બ) બાળપણ ક) શાણપણ ડ) ઉતાવળ
માતૃભાષાની મહેક
વસ્તુમાત્રની અનેકવિધ છાપ આપણા મન પર પડે છે. સાંખ્ય દર્શન અનુસાર દસ ઇન્દ્રિયો, બુદ્ધિ, અહંકાર અને મન મળી તેર પ્રકારનાં કરણો છે. દસ ઇન્દ્રિયો બાહ્યકરણ કહેવાય છે. બુદ્ધિ, અહંકાર અને મન એ અંત:કરણ કહેવાય છે. ઇન્દ્રિયોના વ્યાપારમાં મનનું પ્રાધાન્ય, મનના વ્યાપારમાં અહંકારનું પ્રાધાન્ય અને અહંકારના વ્યાપારમાં બુદ્ધિનું પ્રાધાન્ય છે.
ગુજરાત મોરી મોરી રે
‘નાણાંની રેલમછેલ હોય ત્યારે સગાં થવા સૌ દોડતા આવે’ એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
ત્યારે પણ મળે ઘણાં મળે સગાં પૈસા
ઈર્શાદ
પડછાયો પણ તિમિરમાં નથી સાથ આપતો,
મુશ્કિલ સમયમાં કોણ વફાદાર હોય છે?
- હેમેન શાહ માઈન્ડ ગેમ
દસ ગ્રોસ હાફુસ કેરી ખરીદતી વખતે જો રૂપિયા ૭૪,૪૦૦ ચૂકવ્યા હોય તો એક ડઝન કેરીનો ભાવ શું થાય એ તમારું ગણિતનું જ્ઞાન કામે લગાડી જણાવો.
અ) ૫૪૦ બ) ૫૯૫
ક) ૬૨૦ ડ) ૬૫૦
ગયા બુધવારના જવાબ
A B
Rap ટકોરો
Rape બળાત્કાર
Wrap વીંટવું
Warp દોરડું
Wasp ભમરી
ગુજરાત મોરી મોરી રે
તમાશાને તેડું નહીં, ને બાવળિયાને ખેડુ નહીં
ઓળખાણ પડી?
વેષ્ટિ
માઈન્ડ ગેમ
૩૫ અંશ
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
સૂર્ય