ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
Rap ભમરી
Rape વીંટવું
Wrap ટકોરો
Warp બળાત્કાર
Wasp દોરડું
ઓળખાણ રાખો
દક્ષિણના રાજ્ય તામિલનાડુમાં પુરુષ દ્વારા કમર નીચે પહેરવામાં આવતા આ વિશિષ્ટ પહેરવેશની ઓળખાણ પડી? એ સળંગ હોય છે અને કોઈ જગ્યાએ સિલાઈ નથી હોતી.
અ) મુકનાડુ બ) વેષ્ટિ ક) પલાઝો ડ) નેરિયાતુ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ભલે ઊગા ભાણ, ભાણ તુંહારાં ભામણાં’ પંક્તિમાં ભાણ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) ભાલો બ) તિલક ક) સૂર્ય ડ) ચંદ્ર
માતૃભાષાની મહેક
પવનના ઘણા પ્રકાર છે. પ્રતિકૂળ પવન, અસ્થિર પવન, વાવાઝોડાનો પવન, ગર્જના કરતો તોફાની ૪૦ અક્ષાંશનો પવન, વિષુવવૃત્તીય પવન, અક્ષાંશનો શાંત પવન, મથાળાનો પવન, અનુકૂળ પવન, સાપેક્ષ પવન, પવનનો વળાંક, ઝંઝાવાત, જોરદાર પવન, વાવાઝોડું ફૂંકાતો પવન, દરિયાઈ તોફાન, હૂંફાળો પવન, પ્રચંડ પવન, ભારે પવન, વિષુવવૃત્તીય પવન, ધૂળ વંટોળ, રેતી વંટોળ, વાવંટોળ, ચક્રવાત વગેરે.
ગુજરાત મોરી મોરી રે
‘અમુક પ્રસંગમાં આમંત્રણ વગર પણ લોકો હાજર થતા હોય છે’ એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
ખેડુ તેડું નહીં ને નહીં બાવળિયાને તમાશાને
ઈર્શાદ
તારા સ્વપ્નોમાં છું એવો લીન કે તું જગાડે તોય જાગું નહીં,
તારા સ્મરણોનાં મળે જો ફૂલ તો, હું સદેહે પણ તને માગું નહીં .
- ભગવતીકુમાર શર્મા માઈન્ડ ગેમ
તમને જો કાગળમાં કાટકોણ ત્રિકોણ દોરીને આપવામાં આવ્યો હોય અને એમાં એક ખૂણાનું માપ ૫૫ અંશ હોય તો બીજા ખૂણાનું માપ ગણતરી કરી જણાવો.
અ) ૪૫ અંશ બ) ૯૦ અંશ
ક) ૩૫ અંશ ડ) ૬૦ અંશ
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
Peal ઘંટારવ
Peel છાલ
Pill દવાની ગોળી
Pail બાલદી
Pale નિસ્તેજ
ગુજરાત મોરી મોરી રે
દોંગા જોઈને ડરીઓ મત, ને પાતળા જોઈને લડીઓ મત
ઓળખાણ પડી?
ગીત સેઠી
માઈન્ડ ગેમ
પ્રોટેક્ટર
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
લુચ્ચું
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) પ્રતીમા પમાની (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) નીતા દેસાઈ (૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૯) ડૉ. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) શ્રદ્ધા આશર (૧૨) ભારતી બુચ (૧૩) પુષ્પા પટેલ (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) લજીતા ખોના (૧૬) મહેશ સંઘવી (૧૭) ખુશરૂ કાપડિયા (૧૮) મીનળ કાપડિયા (૧૯) જ્યોતી ખાંડવાલા (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) નિતીન જે. બજેરીયા (૨૩) વીણા સંપટ (૨૪) દિલીપ પરીખ (૨૫) દેવેન્દ્ર સંપટ (૨૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૭) ભાવના કર્વે (૨૮) જગદીશ વલ્લભ ઠક્કર (૨૯) કલ્પના આશર (૩૦) મહેશ દોશી (૩૧) સુનીતા પટવા (૩૨) રજનીકાંત પટવા (૩૩) અંજુ ટોલીયા (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) હીના દલાલ (૩૮) રમેશ દલાલ (૩૯) રસીક જુઠાણી (ટોરન્ટો- કેનેડા) (૪૦) પુષ્પા ખોના (૪૧) પ્રવીણ વોરા (૪૨) કિશોર બી. સંઘરાજકા (૪૩) જયવંત પદમશી ચિખલ (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) અબ્દુલ્લા એફ. મુનીમ (૪૬) નયન ગિરીશ મિસ્ત્રી (૪૭) મહેન્દ્ર લોઢાવીયા (૪૮) નિખીલ બંગાળી મિસ્ત્રી (૪૯) એમીષી બંગાળી (૫૦) અલકા વાણી (૫૧) સુરેખ દેસાઈ (૫૨) નંદકિશોર સંજાણવાળા (૫૩) હરીશ મનુભાઈ ભટ્ટ