ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
Bar ફળ
Bare સહન કરવું
Bear ઉઘાડું
Bray પ્રતિબંધ
Berry ભૂંકવું
ઓળખાણ રાખો
બેડમિન્ટનની રમતમાં ક્રાંતિ લાવનારા ઈન્ડોનેશિયન ખેલાડીની ઓળખાણ પડી? ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં તેણે આઠ વખત વિજેતાપદ મેળવ્યું હતું.
અ) લિન ડેન બ) રુડી હાર્ટોનો ક) કેવિન સંજયા ડ) રાશિદ સિદેક
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘જીવનમાં અનેક લોકોની અનેક અભિલાષા હોય છે’
પંક્તિમાં અભિલાષા શબ્દનો અર્થ શું થાય એ
જણાવો.
અ) અબીલ બ) ભીલ ક) આકાંક્ષા ડ) મહેનત
માતૃભાષાની મહેક
પલક એટલે આંખનો પલકારો. પલકવારમાં એટલે થોડી વારમાં. પલક શબ્દ સાથે મળી જાતજાતના અને ભાતભાતના શબ્દો બન્યાં છે. જેમ કે પલકદરિયા એટલે વાદળાં. થોડી વારે તેજ થાય અને થોડી વાર પછી ઝાંખો પડી જાય એ પલકદીવડો તરીકે ઓળખાય છે. પલકમતીસંગમ નર્મદાના દક્ષિણ તટ પર આવેલું સ્થળ છે. અહીં વનવાસના સમયે પાંડવોએ યજ્ઞ કર્યો હતો.
ગુજરાત મોરી મોરી રે
‘જેનું ભોજન આરોગ્યું હોય એની સાથે જ બેવફાઈ કરવી’ એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
ધણીનું ગાવાં ખાવું ધાન વીરાનાં ગીત
ઈર્શાદ
એની બહુ નજીક જવાની આ સજા છે,
મળતો હતો જે દૂરથી એ સહકાર પણ ગયો.
- મરીઝ માઈન્ડ ગેમ
એક ચતુષ્કોણના ચાર ખૂણા પૈકી જો ત્રણ ખૂણાનું માપ અનુક્રમે ૮૫ અંશ, ૧૦૮ અંશ, ૭૬ અંશ હોય તો બાકી રહેલા ચોથા ખૂણાનું માપ ગણતરી કરીને જણાવો.
અ) ૬૫ અંશ બ) ૮૦ અંશ
ક) ૮૫ અંશ ડ) ૯૧ અંશ
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
CLOUD વાદળું
CLOUGH ઊંડી ખીણ
CLOVE લવિંગ
CLOWN વિદૂષક
CLOG નડતર
ગુજરાત મોરી મોરી રે
છાણના દેવને કપાસિયાની આંખ
ઓળખાણ પડી?
બોબી ફિશર
માઈન્ડ ગેમ
હરિપ્રસાદ વ્યાસ
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
કપાળ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) શ્રદ્ધા આશર (૪) તાહેર ઔરંગાબાદવાલા (૫) શીરીન ઔરંગાબાદવાલા (૬) અબ્દુલ્લા એફ. મુનીમ (૭) ડૉ. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) જયશ્રી બુચ (૧૧) મહેન્દ્ર લોઢાવીય (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) નીતા દેસાઈ (૧૪) મહેશ સંઘવી (૧૫) લડજીતા ખોના (૧૬) પુષ્પા પટેલ (૧૭) મહેશ સંઘવી (૧૮) હર્ષા મહેતા (૧૯) હર્ષા મહેતા (૨૦) જ્યોતી ખાંડવાલા (૨૧) નિખીલ બંગાળી (૨૨) અમીષી બંગાળી (૨૩) મીનળ કાપડિયા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) સુરેખા દેસાઈ (૨૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૮) ક્લ્પના આશર (૨૯) મહેશ દોશી (૩૦) અરવિંદ કામદાર (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) અંજુ ટોલીયા (૩૩) નિતીન જે. બજેરીયા (૩૪) અલકા વાણી (૩૫) સુભાષ મોમાયા (૩૬) પ્રતીમા પામાની (૩૭) શિલ્પા શ્રોફ (૩૮) પુષ્પા ખોના (૩૯) પ્રવીણ વોરા (૪૦) રસીક જુઠાણી (ટોરન્ટો- કેનેડા) (૪૧) રજનીકાંત પટવા (૪૨) સુનીત પટવા (૪૩) ભાવના કર્વે (૪૪) જ્યોત્સના ગાંધી (૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) રમેશભાઈ દલાલ (૪૭) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૮) શિલ્પા શ્રોફ (૪૯) નયના ગિરીશ મિસ્ત્રી