ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
CLOUD નડતર
CLOUGH લવિંગ
CLOVE વાદળું
CLOWN ઊંડી ખીણ
CLOG વિદૂષક
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘લલાટે લખેલા લેખ મિટાવી નથી શકાતા’ પંક્તિમાં લલાટ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) લલકાર બ) પોથી ક) પુસ્તક ડ) કપાળ
માતૃભાષાની મહેક
સંગીતની દુનિયામાં વીણાનું સાજ મહત્ત્વનું ગણાય છે. ભારતનું સંગીત વીણાના તાર દ્વારા વધુમાં વધુ કહ્યું છે એમ મનાય છે, કારણ કે યુગોથી વીણાવાદન ચાલતું આવ્યું છે. વીણા અને સરસ્વતીની કલ્પના એક સાથે ચમકે છે, કારણ કે સરસ્વતીના હાથમાં વીણા મૂકવામાં આવી છે. કલા અને સાહિત્યનો આ મેળ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
ગુજરાત મોરી મોરી રે
યોગ્યતા અનુસાર સત્કાર કરવો એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
કપાસિયાની દેવને આંખ છાણના
ઈર્શાદ
આ હળુ વાતો પવન ને ગામ ઊંઘરેટું સજનવા,
આપનું ઘર એક સપના જેટલું છેટું સજનવા.
— મુકુલ ચોક્સી
માઈન્ડ ગેમ
બકોર પટેલ, વાઘજીભાઈ વકીલ, જિરાફ જોશી વગેરે પાત્રોથી યાદગાર બાળ સાહિત્યની રચના કોણે કરી હતી એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) ગિજુભાઈ બધેકા બ) હરિપ્રસાદ વ્યાસ
ક) જીવરામ જોશી ડ) જુગતરામ દવે
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
MOCK ચાળા પાડવા
MODE પદ્ધતિ
MONK સાધુ
MOSS લીલ
MUTE મૂંગું
ગુજરાત મોરી મોરી રે
ગામના મોઢે ગળણું ન દઈ શકાય
ઓળખાણ પડી?
ત્રિપુરા
માઈન્ડ ગેમ
Pygmalion
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
પ્યાસ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) નીતા દેસાઈ (૩) ધીરેન્દ્ર ઉદ્દેશી (૪) શ્રદ્ધા આશર (૫) શીરીન ઔરંગાબાદવાલા (૬) તાહેર ઔરંગાબાદવાલા (૭) અબ્દુલ્લા એફ. મુનીમ (૮) પુષ્પા પટેલ (૯) ભારતી બુચ (૧૦) સુભાષ મોમાય (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) નિખિલ બંગાળી (૧૩) અમીશી બંગાળી (૧૪) હર્ષા મહેતા (૧૫) મહેન્દ્ર લોઢાવિયા (૧૬) મીનળ કાપડિયા (૧૭) ખુશરૂ કાપડિયા (૧૮) પ્રવીણ વોરા (૧૯) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૦) ડૉ. પ્રકાશ કટકિયા (૨૧) ભારતી પ્રકાશ કટકિયા (૨૨) મનીષા શેઠ (૨૩) ફાલ્ગુની શેઠ (૨૪) કલ્પના આશર (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) દેવેન્દ્ર સંપટ (૨૮) દેવેન્દ્ર સંપટ (૨૯) નંદકિશોર સંજાણવાળા (૩૦) મહેશ દોશી (૩૧) અંજુ ટોલીયા (૩૨) વિણા સંપટ (૩૩) ભાવના કર્વે (૩૪) સુરેખા દેસાઈ (૩૫) જગદીશ વલ્લભજી ઠક્કર (૩૬) જ્યોત્સના ગાંધી (૩૭) ઈનાક્ષી દલાલ (૩૮) હિના દલાલ (૩૯) રમેશ દલાલ (૪૦) શિલ્પા શ્રોફ (૪૧) દિલીપ પરીખ (૪૨) જયવંત પદમશી ચિખલ (૪૩) પુષ્પા ખોના (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) નિતીન બજરિયા (૪૬) અંજુ ટોલિયા (૪૭) નયના ગિરીશ મિસ્ત્રી