ઈન્ટરવલ

ફન વર્લ્ડ

ઓળખાણ રાખો
આરસપહાણ અને બલુઆ પથ્થરમાંથી બનેલો ભારતનો સૌથી વિશાળ જળ મહેલ `નીરમહલ’ કયા રાજ્યમાં છે એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.

અ) આસામ બ) ત્રિપુરા ક) મેઘાલય ડ) મિઝોરમ

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
MOCK પદ્ધતિ
MODE લીલ
MONK મૂંગું
MOSS ચાળા પાડવા

MUTE સાધુ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`તને જોઈ નહોતી ત્યાં હતી પાગલ પિપાસા’ પંક્તિમાં પિપાસા શબ્દનો અર્થ શું થાય એ જણાવો.

અ) પરસેવો બ) પુણ્ય ક) પ્યાસ ડ) પરેશાની

ગુજરાત મોરી મોરી રે
લોકો તો ટીકા કરવાના. બધાને ટીકા કરતા ન અટકાવી શકાય એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.

મોઢે શકાય ગળણું દઈ ન ગામના

માતૃભાષાની મહેક

શેણી – વિજાણંદની કથાનો એક દુહો છે: વરસ વળ્યાં વાદળ વળ્યાં, ધરતી લીલાણી, એક વિજાણંદને કારણે, શેણી સુકાણી. કથાના આ દુહામાં આનંદની વાત સાથે વિરહની વાત પણ કેવી પ્રભાવી રીતે વણાઈ ગઈ છે. દુકાળ પૂરો થયો, મેઘ વરસ્યા અને ધરતી લીલીછમ બની પણ વિજાણંદના વિયોગને કારણે શેણી તો દુ:ખથી સુકાઈ ગઈ છે. એક જ પંક્તિમાં છેડાના બે ભાવ કેવા આબાદ રીતે પ્રગટ થયા છે.

ઈર્શાદ
અનુભવની મજા કોઈને કહેવામાં નથી હોતી,
અસલ વસ્તુની ખૂબી એની છાયામાં નથી હોતી.

— `નઝીર’ ભારતી

માઈન્ડ ગેમ
વિખ્યાત સર્જક જ્યોર્જ બર્નાર્ડ શોની કઈ કૃતિ પરથી ગુજરાતીમાં `સંતુ રંગીલી’ નાટક અને ફિલ્મ બન્યા હતા એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.

અ) Man and Superman બ) Saint Joan ક) Major Barbara ડ) Pygmalion

ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
CRUSADE વિગ્રહ
INVASION ચડાઈ
COMBAT ઝપાઝપી
STRUGGLE જહેમત
CONTENTION વિવાદનો મુદ્દો

ગુજરાત મોરી મોરી રે
ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ

ઓળખાણ પડી?
ભાવનગર
માઈન્ડ ગેમ
અશ્વિની ભટ્ટ

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
સાપ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button