ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
OPIUM વિરોધ કરવો
OPINE દમન કરવું
OPPONENT અફીણ
OPPOSE પ્રતિસ્પર્ધી
OPPRESS અભિપ્રાય આપવો

ઓળખાણ પડી?
અમેરિકન સ્પેસ એજન્સી ‘નાસા’ના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે આવેલું વ્હીકલ એસેમ્બલી બિલ્ડિંગ યુએસએના કયા રાજ્યમાં આવેલું છે એ કહી શકશો?
અ) કેલિફોર્નિયા બ) ફ્લોરિડા ક) મિસિસિપી ડ) નેવાડા

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ભરે ફાળ પણ મૃગ નહીં, નહીં સસલો નહીં શ્ર્વાન,
મોં ઊંચું પણ મોર નહીં, આપો જવાબ ચતુર સુજાણ.
અ) શિયાળ બ) દેડકો ક) મગર ડ) જિરાફ

માતૃભાષાની મહેક
પ અક્ષર વિશેષણ પરથી ભાવવાચક નામ બનાવતો પ્રત્યય તરીકે ઓળખ ધરાવે છે. એ સ્ત્રીલિંગનો પ્રત્યય છે. ભાષામાં શબ્દને છેડે પ્રત્યયરૂપ જોડાય છે, જેમ કે, ઊણપ, મોટપ, છોટપ, માનપ, ભોળપ ઈત્યાદિ. પ ગુજરાતી વર્ણમાળાનો બત્રીસમો અને વ્યંજનોમાં એકવીશમો વર્ણ છે. આ સિવાય એ પહેલો ઔષ્ઠય વ્યંજન પણ કહેવાય છે અને તેનો ઉચ્ચાર બંને હોઠ ભેગા કરીને થાય છે.

ગુજરાત મોરી મોરી રે
આજની તારીખમાં પણ અત્યંત જાણીતા બાળગીતમાં ખૂટતો શબ્દ ઉમેરો.
એન ઘેન દીવા ઘેન, ડાહીનો ઘોડો, ——- ખાતો,
પાણી પીતો, રમતો, જમતો, છૂટ્યો છે.
અ) ચણા બ) ખોળ ક) ખડ ડ) લાડુ

ઈર્શાદ
જીવન પ્યારું હતું તો રોમેરોમ દીપ જલતા’તા,
બળી મરવું છે ત્યારે કાં નથી જડતો તિખારો પણ?
— જટિલરાય કેશવલાલ વ્યાસ

માઈન્ડ ગેમ
(૬૪ – ૩૨ + ૧૮)X( ૪૪ + ૬૯ – ૩૮) = કેટલા થાય એ ધ્યાનપૂર્વક ગણીને જણાવો.
અ) ૩૫૦૦ બ) ૩૨૮૦ ક) ૩૯૯૦ ડ) ૩૭૫૦

ગયા બુધવારના જવાબ
A B
DELTA નદીનો મુખત્રિકોણ
DELUDE છેતરવું
DELUGE મહાપૂર
DELUXE ઉચ્ચ કોટિનું
DELVE સંશોધન કરવું

ગુજરાત મોરી મોરી રે
કાલિંદરીને

ઓળખાણ પડી?
લ્યુના ૨૫

માઈન્ડ ગેમ
૪૦૨૦

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
આકાશ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧). સુભાષ મોમાયા ૨). મુલરાજ કપૂર ૩). કિશોરકુમાર જીવણદાસ વેદ ૪). રસિક જુઠાની ટોરન્ટો કેનેડા ૫). શ્રદ્ધા આસાર ૬). નીતા આસાર ૭). ડો. પ્રકાશ કટકિયા ૮). ભારતી કટકિયા ૯). હષા મેહતા ૧૦). ભારતી બૂચ ૧૧).વિભા મહેશ્વરી ૧૨). અમિષિ બંગાળી ૧૩). નિખિલ બંગાળી ૧૪).પુષ્પા પટેલ ૧૫).જ્યોતી ખાંડવાલા ૧૬). ખૂશ્રુ કાપડિયા ૧૭). મીનળ કાપડિયા ૧૮) મહેન્દ્ર લોઢાવિયા૧૯). મહેશ દોશી ૨૦). ધનવીરસિંહ વિક્રમસિંહ કંચવા ૨૧). મનીષા શેઠ ૨૨). ફાલ્ગુની શેઠ ૨૩). નંદ કિશોર સંજાણવાલા ૨૪). કલ્પના આશર ૨૫). વીના સંપટ ૨૬). દેવેન્દ્ર સંપટ ૨૭). રજનીકાંત પટવા ૨૮) .સુનિતા પટવા ૨૯). અંજુ ટોલિયા ૩૦). લલિતા ખોના ૩૧). ભવના કાવે ૩૨). સુરેખા દેસાઈ ૩૩). પુષ્પા ખોના ૩૪). ખુશ્રુ કાપડિયા ૩૫). અરવિંદ કામદાર ૩૬).દિલિપ પારિખ ૩૭). પ્રવીણ વોરા ૩૮). તાહેર ઔરંગાબાદવાલા ૩૯). શીરીન ઔરંગાબાદવાલા ૪૦). અબદુલ્લાહ એફ મુનીમ ૪૧). ઈનાક્ષીબેન દલાલ ૪૨). જ્યોસના ગાંધી ૪૩). રમેશ દલાલ ૪૪).હીનાબેન ૪૫). જગદિશ ઠક્ક્રર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button