ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com ‘ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
CRUSADE ચડાઈ
INVASION જહેમત
COMBAT વિવાદનો મુદ્દો
STRUGGLE વિગ્રહ

CONTENTION ઝપાઝપી

ઓળખાણ રાખો
ગુજરાતનું ઘરેણું ગણાતી અને ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઓળખ મેળવનાર બાર્ટન લાઈબ્રેરી ગુજરાતના ક્યા શહેરમાં છે એ કહી શકશો?

અ) વડોદરા બ) સુરત ક) ભાવનગર ડ) ગાંધીનગર

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ભમર, ભોરિંગ ને ચતુર નર કરડી આઘો થાય’ પંક્તિમાં ભોરિંગ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.

અ) શ્ર્વાન બ) ભાલો ક) છછૂંદર ડ) સાપ

માતૃભાષાની મહેક

હરિજન બંધુમાં ભૂલના નિવારણ માટે ગાંધીજીએ લખ્યું છે કે: હું સરતચૂક કે ભૂલ કે ગુનો ને પાપ એ બધા વચ્ચે કશો ભેદ કરતો નથી. માણસ ચોખ્ખી દાનતથી ચાલે ને છતાં તેને હાથે કંઈ ભૂલ થઈ બેસે. એમ બને પણ સાફ દિલથી પસ્તાવો કરી પોતાના કરનારની આગળ તે તેનો એકરાર કરે તો તે મહેરબાન ભૂલોથી થતું બધું નુકસાન અટકાવી દે છે.

ગુજરાત મોરી મોરી રે
હાથમાંથી સરી ગયેલો મોકો કે મળેલી તક એકવાર ગુમાવી દીધા પછી ફરી નથી મળતી એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.

પ્રાણ આવે ગયા નહીં અવસર ન ગત આવે

ઈર્શાદ
આંખને પણ હૃદય સાથે, કેવો સીધો સંબંધ હોય છે,
યાદ આવે કોઈની તો, આંખ હંમેશાં બંધ હોય છે.

— શ્રી અરવિંદ

માઈન્ડ ગેમ
‘આશકા માંડલ’, ‘આખેટ’, ‘ઓથાર’ જેવી અફાટ લોકપ્રિયતાને વરેલી નવલકથાઓના સર્જકનું નામ અહીં આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.

અ) હરકિસન મહેતા બ) ચંદ્રકાન્ત બક્ષી ક) અશ્ર્વિની ભટ્ટ ડ) પીતાંબર પટેલ

ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ

A B
APOSTLE ધર્મપ્રચારક
BATTLE લડાઈ
CASTLE કિલ્લો
HUSTLE ઉતાવળ

RATTLE ખડખડવું

ગુજરાત મોરી મોરી રે

દરિયાના છેડા આવે, કોઈની છાતીના છેડા ન આવે

ઓળખાણ પડી?

પુણે

માઈન્ડ ગેમ

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો

બાકી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) મુલરાજ કપૂર (૪) ભારતી બુચ (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) ડૉ. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) નિખિલ બંગાળી (૧૦) અમીશી બંગાળી (૧૧) ધીરેન્દ્ર ઉદ્દેશી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) પ્રતિમા પમાણી (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) મહેન્દ્ર લોઢાવિયા (૧૮) મીનળ કાપડિયા (૧૯) હર્ષા મહેતા (૨૦) પ્રવીણ વોરા (૨૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) અબદુલ્લા એફ. મુનીમ (૨૪) શીરીન ઔરંગાબાદવાલા (૨૫) વિજય આસર (૨૬) મહેશ દોશી (૨૭) રજનીકાંત પટવા (૨૮) ભાવના કર્વે (૨૯) સુરેખા દેસાઈ (૩૦) મનીષા શેઠ (૩૧) ફાલ્ગુની શેઠ (૩૨) દેવેન્દ્ર સંપટ (૩૩) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૪) વિણા સંપટ (૩૫) નિતીન બજરિયા (૩૬) પુષ્પા ખોના (૩૭) નયના ગિરીશ મિસ્ત્રી (૩૮) દિલીપ પરીખ (૩૯) જયવંત પદમશી ચિખલ (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) રમેશ દલાલ (૪૪) અરવિંદ કામદાર (૪૫) જગદીશ ઠક્કર (૪૬) અંજુ ટોલિયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button