ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
AFFAIR સંવનન
COURTSHIP નિકટતા
CHARMING પ્રેમાદર
INTIMACY પ્રણય કિસ્સો
ADORE મોહક
ઓળખાણ રાખો
લીલોછમ કિનારા વિસ્તાર અને પ્રિય પાત્ર સાથે હળવે હલેસે રોમેન્ટિક દુનિયા ખડી કરી દેતું કુમારકોમ સ્થળ દેશના કયા રાજ્યમાં સ્થિત છે એની ઓળખાણ પડી?
અ) કર્ણાટક બ) કેરળ ક) ઓડિશા ડ) ગોવા
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘પ્રેમનો પાષાણ હૈયામાંય ઉદ્ભવ લાગશે, એ હશે તણખો પણ ડુંગરે દવ લાગશે’ એ પંક્તિમાં દવ શબ્દનો અર્થ શુ થાય એ જણાવો.
અ) દવા બ) આગ ક) દરદ ડ) હવા
માતૃભાષાની મહેક
પ્રેમ એટલે પ્રીતિ, સ્નેહ, પ્યાર, હેત, વહાલ. જડ પદાર્થમાં એકબીજાને વળગી રહેવાની શક્તિ છે, તેવી જ શક્તિ ચેતન પદાર્થમાં હોવી જોઈએ. સાહિત્યમાં પ્રેમ, રતિ અથવા પ્રીતિના ત્રણ પ્રકાર માનવામાં આવે છે: (૧) ઉત્તમ, જેમાં પ્રેમ હંમેશાં એક સ્વરૂપ રહે. જેમકે, ઈશ્ર્વર પ્રતિ ભક્તનો પ્રેમ. (૨) મધ્યમ, જે અકારણ ઉત્પન્ન થાય. જેમકે, મિત્રોનો પ્રેમ. અને (૩) અધમ, જે કેવળ સ્વાર્થને માટે ઉત્પન્ન થાય.
ગુજરાત મોરી મોરી રે
ઈશ્ક – મોહબ્બતનો કોઈ ઈલાજ નથી એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
ચાલે પીડામાં નહીં પ્રેમની વૈદું
ઈર્શાદ
નયન જો ગમે તો નયન ને હૃદય જો ગમે તો હૃદય,
હવાફેર માટે જગ્યા તને બે બતાવી દીધી.
—- ઉદયન ઠક્કર
માઈન્ડ ગેમ
‘પોથી પઢી પઢી જગ મૂઆ, પંડિત ભયા ન કોય, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય’. હૃદય ભાવનાની આ અદ્ભુત પંક્તિઓ કોની છે એ કહી શકશો?
અ) તુલસીદાસ બ) ત્યાગરાજ
ક) કબીર ડ) મલૂકદાસ
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
ABSORPTION શોષણ
ADULTERATION ભેળસેળ
AFFINITY આકર્ષણ
ALLOY મિશ્ર ધાતુ
ANAESTHETIC નિશ્ર્ચેતક
ગુજરાત મોરી મોરી રે
રૂઠેલો વૈદ ફરી સુધારે કાયા
ઓળખાણ પડી?
જર્મની
માઈન્ડ ગેમ
૧૪,૪૫૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
વાસણ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) શ્રદ્ધા આશર (૪) ભારતી બુચ (૫) ડૉ. પ્રકાશ કટકિયા (૬) ભારતી કટકિયા (૭) ખુશરૂ કાપડિયા (૮) વિભા મહેશ્ર્વરી (૯) પુષ્પા પટેલ (૧૦) લજિતા ખોના (૧૧) મહેશ સંઘવી (૧૨) મીનળ કાપડિયા (૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) મનીષા શેઠ (૧૫) ફાલ્ગુની શેઠ (૧૬) હીરા જે. શેઠ (૧૭) હર્ષા મહેતા (૧૮) નિખિલ બંગાળી (૧૯) અમીશી બંગાળી (૨૦) નંદકિશોર સંજાણવાળા (૨૧) તાહેર ઔરંગાબાદવાલા (૨૨) શીરીન ઔરંગાબાદવાલા (૨૩) કલ્પના આશર (૨૪) ભાવના કર્વે (૨૫) સુરેખા દેસાઈ (૨૬) દેવેન્દ્ર સંપટ (૨૭) મહેશ દોશી (૨૮) સુભાષ મોમાયા (૨૯) જગદીશ ઠક્કર (૩૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૧) ઈનાક્ષી દલાલ (૩૨) હિના દલાલ (૩૩) રમેશ દલાલ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૫) ધીરેન્દ્ર ઉદ્દેશી (૩૬) પુષ્પા ખોના (૩૭) નિતિન બજરિયા (૩૮) રજનીકાંત પટવા (૩૯) સુનીતા પટવા (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) વિણા સંપટ (૪૬) જ્યોતિ ખાંડવાલા (૪૭) અબદુલ્લા એફ. મુનીમ (૪૭) જયવંત પદમશી ચિખલ