ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો

A B

CONCAVE ગર્ભાધારણ
CONCEAL બહિર્ગોળ
CONCEIT સંતાડવું
CONCEIVE અંતર્ગોળ

CONVEX ઘમંડ, ગુમાન

ઓળખાણ રાખો
૧૫૦ ફૂટ સુધીની ઊંચાઈ સુધી ઉગનારા યુકેલિપટસ વૃક્ષો સૌથી વધુ પ્રમાણમાં કયા દેશમાં જોવા મળે છે એ કહી શકશો? એનું તેલ ગુણકારી ગણાય છે.

અ) યુએસએ બ) જાપાન ક) ઓસ્ટ્રેલિયા ડ) સ્વિટ્ઝર્લેન્ડ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’ એ તાત્ત્વિક કહેવતમાં રવિ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.

અ) રજા બ) વીર ક) ચંદ્ર ડ) સૂર્ય

ગુજરાત મોરી મોરી રે
સમજણ વગરની ગમે એટલી મહેનત કરીએ પણ એ વ્યર્થ છે એ સમજણ આપતી કહેવતના શબ્દો આડા અવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.

આખો ઠેરનો ઘાંચીનો પણ દિ ઠેર ફરે બળદ

ઈર્શાદ
કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી, જર ઝવેરાત સહુ એમનું એમ છે,
તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર ક્યાં ગયો કોઈ કહેતું નથી.

—- મનોજ ખંડેરિયા

માતૃભાષાની મહેક
બેના ઉપયોગથી કેટલીક વિશિષ્ટ સંખ્યા વિશે જાણીએ જે આજની તારીખમાં ચલણમાં નથી અને અનેક વાચકો
તેનાથી અજાણ હોવાની શક્યતા છે. બે તીલંતર એટલે બસો
ત્રણ – ૨૦૩, બે સતલંતરસો એટલે બસો ને સાત – ૨૦૭.
બે દાબોતેર એટલે બસો દસ – ૨૧૦ એટલે બે તેંતાળાં
એટલે બસો તેંતાલીસ – ૨૪૩, બે તોતેરાં એટલે બસો

તોંતેર – ૨૭૩.

માઈન્ડ ગેમ
(૨૫X ૧૮ X૩૦) – (૧૫ X ૧૦ X ૨૨) પહેલા બધો ગુણાકાર અને પછી બાદબાકીની ગણતરી કરી જવાબ આપો. ૧૩૫૦૦

અ) ૧૦૨૦૦ બ) ૧૦૫૯૦ ક) ૧૦૯૭૫ ડ) ૧૧૦૫૦

ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
FLAX છોડની જાત
FLEX વીજળીનો તાર
FLECK ડાઘો
FLEE ભાગી જવું

FLEECE ઊન

ગુજરાત મોરી મોરી રે

દુ:ખ વિના સુખ નહીં, ને કષ્ટ વિના ફળ નહીં

ઓળખાણ પડી?

ભૂતાન

માઈન્ડ ગેમ

૧૪૪૧૨

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો

જમીન

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) નીતા દેસાઈ (૩) ભારતી બુચ (૪) મુલરાજ કપૂર (૫) શ્રદ્ધા આશર (૬) લજિતા ખોના (૭) ડો. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) સુભાષ મોમાયા (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) અમીશી બંગાળી (૧૩) જ્યોતિ ખાંડાલા (૧૪) મહેન્દ્ર લોઢાવિયા (૧૫) તાહેર ઔરંગાબાદવાલા (૧૬) મીનળ કાપડિયા (૧૭) નિખિલ બંગાળી (૧૮) રજનીકાંત પટવા (૧૯) સુનીતા પટવા (૨૦) જયવંત પદમશી ચિખલ (૨૧) હર્ષા મહેતા (૨૨) ભાવના કર્વે (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) તાહેર ઔરંગાબાદવાલા (૨૬) શીરીન ઔરંગાબાદવાલા (૨૭) વિણા સંપટ (૨૮) દેવેન્દ્ર સંપટ (૨૯) મહેશ દોશી (૩૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૧) અંજુ ટોલિયા (૩૨) પુષ્પા ખોના (૩૩) દિલીપ પરીખ (૩૪) અબદુલ્લા એફ મુનીમ (૩૫) નિતીન બજરિયા (૩૬) પુષ્પા ખોના (૩૭) રશીક જુથાણી – ટોરંટો-કેનેડા (૩૮) સુરેખા દેસાઈ (૩૯) પ્રવીણ વોરા (૪૦) કલ્પના આશર (૪૧) રમેશ દલાલ (૪૨) જ્યોત્સના ગાંધી (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હિના દલાલ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો