ફન વર્લ્ડ | મુંબઈ સમાચાર

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો

A B

FLAX ડાઘો
FLEX ઊન
FLECK ભાગી જવું
FLEE વીજળીનો તાર

FLEECE છોડની જાત

ઓળખાણ રાખો
૧૬૯ ફૂટ ઊંચાઈની આ બુદ્ધ ડોર્ડેનમા તરીકે ઓળખાતી આ પ્રતિમા ભારતના કયા પાડોશી દેશમાં છે? એની અંદર સવા લાખ નાની બુદ્ધ પ્રતિમાનો સમાવેશ છે.

અ) નેપાળ બ) શ્રીલંકા ક) મ્યાનમાર ડ) ભૂતાન

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘જળને ઠેકાણે થળ ને થળને ઠેકાણે જળ’ એ તાત્વિક કહેવતમાં થળ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.

અ) થડ બ) ઝાંઝવું ક) જમીન ડ) વાયુ

માતૃભાષાની મહેક

ચોખાની કહેવતો જુઓ: ચોખો ચંપાય ને દાળ દબાય. બીજી કહેવત છે ચોખા ભેગી ઈયળ બફાઈ જાય અને દેરાણી-જેઠાણીના ચોખા ભેગા ચડ્યા સાંભળ્યાં નથી. એ રીતે તુવેર રાણી ગુજરાતમાં ઘરોઘર માનીતાં છે. ગુજરાતણોની રસોઈમાં આ રાણી રોજ હાજર હોય. હવે એની વાત સાંભળો: તુવેર કહે હું તાજો દાણો, રસોઈની છું રાણી, મારો સ્વાદ લેવો હોય તો, પ્રમાણમાં નાખો પાણી.

ગુજરાત મોરી મોરી રે
ઘણી વિપદા પછી વખત બદલાય એ સમજાવતી કહેવતના શબ્દો આડાઅવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.

વિના સુખ ને વિના નહીં કષ્ટ ફળ નહીં દુ:ખ

ઈર્શાદ
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.

—- અમૃત ઘાયલ

માઈન્ડ ગેમ
(૧૫ X ૨૫ X ૩૫) + (૯ X ૧૧ X ૧૩) પહેલા બધો ગુણાકાર અને પછી સરવાળાની ગણતરી કરી જવાબ આપો.

અ) ૧૪૫૫૮ બ) ૧૪૪૧૨ ક) ૧૪૧૫૦ ડ) ૧૩૯૦૦

ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
SUIT પોશાક
SHOOT ગોળી મારવી
SOOT મેશ
SUITE રહેવાની જગ્યા

SHAPE આકાર

ગુજરાત મોરી મોરી રે

દોરડી બળી જાય પણ વળ ન છોડે

ઓળખાણ પડી?

કિશનગઢ

માઈન્ડ ગેમ

૪૨૪૦

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો

દાયણ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) ભારતી બુચ (૪) નીતા દેસાઈ (૫) સુભાષ મોમાયા (૬) ખુશરૂ કાપડિયા (૭) ડો. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) સુરેખા દેસાઈ (૧૦) લજિતા ખોના (૧૧) પ્રવીણ વોરા (૧૨) અમીશી બંગાળી (૧૩) શ્રદ્ધા આશર (૧૪) નિખિલ બંગાળી (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) સુરેખા દેસાઈ (૧૭) પુષ્પા પટેલ (૧૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૯) રજનીકાંત પટવા (૨૦) સુનીતા પટવા (૨૧) તાહેર ઔરંગાબાદવાલા (૨૨) શીરીન ઔરંગાબાદવાલા (૨૩) મહેન્દ્ર લોઢાવિયા (૨૪) જ્યોતિ ખાંડવાલા (૨૫) હર્ષા મહેતા (૨૬) મહેશ સંઘવી (૨૭) મનીષા શેઠ (૨૮) ફાલ્ગુની શેઠ (૨૯) મીનળ કાપડિયા (૩૦) ભાવના કર્વે (૩૧) કલ્પના આશર (૩૨) અરવિંદ કામદાર (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) અંજુ ટોલિયા (૩૫) પુષ્પા ખોના (૩૬) શિલ્પા શ્રોફ (૩૭) જાગૃતિ બજરિયા (૩૮) નિતિન બજરિયા (૩૯) જશુભાઈ સી. શેઠ (૪૦) અતુલ જશવંતરાય શેઠ (૪૧) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૨) દિલીપ પરીખ (૪૩) મહેશ દોશી (૪૪) જયવંત પદમશી ચિખલ (૪૫) સુરેખા દેસાઈ (૪૬) જ્યોત્સના ગાંધી (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) રમેશ દલાલ (૪૯) હિના દલાલ

Back to top button