ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
LIBEL ખોંડગાતું
LIAR ગળવું
LEAK બદનક્ષી
LICK જુઠ્ઠાડો
LIMP ચાટવું
ઓળખાણ રાખો
વિવિધ કઠોળના રસાવાળા મિશ્રણમાં સેવ, ચેવડો, પૌઆ, ઝીણા ચીરેલા કાંદા નાખી તીખી તમતમતી મહારાષ્ટ્રીયન વાનગીની ઓળખાણ પડી?
અ) મિસળ બ) આળુ વડી ક) મોરૈયો ડ) કોથીંબીર વડી
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘કણબી બગડ્યા કૈડવે ને મણિધર બગડ્યા પૈડુવે’
એ અનોખી કહેવતમાં કણબી શબ્દનો અર્થ શું થાય એ
જણાવો.
અ) શેઠ બ) વાણોતર ક) બાદશાહ ડ) ખેડૂત
માતૃભાષાની મહેક
સૂર્ય ઊગે છે તે પૂર્વ દિશા. સૂર્ય અસ્ત પામે છે તે પશ્ર્ચિમ. ઉગતા સૂર્યની સામે ઊભા રહેતાં ડાબા હાથ તરફથી ઉત્તર
અને જમણા હાથ તરફ દક્ષિણ દિશા. ઉત્તર અને પૂર્વ એ બેની વચમાંનો ખૂણો તે ઈશાન, ઉત્તર અને પશ્ર્ચિમ વચ્ચે વાયવ્ય, પશ્ર્ચિમ અને દક્ષિણ વચ્ચેનો નૈર્ત્રયુત્ય તથા દક્ષિણ અને પૂર્વ વચ્ચે અગ્નિ ખૂણો છે.
ગુજરાત મોરી મોરી રે
જે વસ્તુ જેને માટે હોય એ જ જગ્યાએ તે શોભે એ સમજાવતી કહેવતના શબ્દો આડાઅવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
નાકમાં ન કંઈ પહેરાય કાનમાં પહેરાય નથ
ઈર્શાદ
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
—- અમૃત ઘાયલ
માઈન્ડ ગેમ
(૬૫ + ૭૩ + ૮૨) X (૧૫ + ૭૫ – ૪૫) પહેલા સરવાળો અને પછી ગુણાકારની ગણતરી કરી
જવાબ આપો.
અ) ૮૯૯૦ બ) ૯૧૦૦
ક) ૯૫૫૦ ડ) ૯૯૦૦
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
SKID લપસી જવું
SKILL આવડત
SKIM મલાઈ કાઢી લેવી
SKIN ચામડી
SKIP દોરડા કૂદવા
ગુજરાત મોરી મોરી રે
દેવ દેરાં મૂકીને હનુમાનની ઠેસે આવવું નહીં
ઓળખાણ પડી?
સુરત
માઈન્ડ ગેમ
૯,૦૦,૦૦૦
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
સ્મશાન
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) વિભા મહેશ્ર્વરી (૭) ભારતી બુચ (૮) ખુશરૂ કાપડિયા (૯) ડો. પ્રકાશ કટકિયા (૧૦) લજિતા ખોના (૧૧) પુષ્પા પટેલ (૧૨) મીનળ કાપડિયા (૧૩) જ્યોતિ ખાંડવાલા (૧૪) અતુલ જે. શેઠ (૧૫) નંદકિશોર સંજાણવાળા (૧૬) મનીષા શેઠ (૧૭) ફાલ્ગુની શેઠ (૧૮) નિખિલ બંગાળી (૧૯) અમીષી બંગાળી (૨૦) હર્ષા મહેતા (૨૧) તાહેર ઔરંગાબાદવાલા (૨૨) ભાવના કર્વે (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૫) મહેશ દોશી (૨૬) અંજુ ટોલિયા (૨૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૮) દિલીપ પરીખ (૨૯) રજનીકાંત પટવા (૩૦) સુનીતા પટવા (૩૧) શિલ્પા શ્રોફ (૩૨) જયવંત પદમશી ચિખલ (૩૪) નિતીન બજરિયા (૩૫) પુષ્પા ખોના (૩૬) સુરેખા દેસાઈ (૩૭) દેવેન્દ્ર સંપટ (૩૮) અરવિંદ કામદાર (૩૯) જગદીશ ઠક્કર (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) રમેશ દલાલ (૪૪) મનેસ શ્રોફ મુદ્રા (૪૫) ધીરેન્દ્ર ઉદ્દેશી (૪૬) અબદુલ્લા એફ. મુનીમ