ખોટા પેમેન્ટના બદલામાં સાચી ઉઘરાણીની ઠગાઈ
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
‘હલ્લો સર… આપ ફલાણા ઢીકણા બોલો છો ને?’‘હા ભાઈ, કોણ?’ ‘સરસ, આપના પપ્પાએ મને ત્રણ હજારનું ઓનલાઈન પેમેન્ટ કરવા કહ્યું છે તો આપનો આ જ નંબર જીપે સાથે જોડાયેલો છે ને!’ ‘હા, ભાઈ” ‘હું આપને હમણાં જ ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરું છું… જુઓ સર, આપને મેસેજ આવ્યો હશે…’‘આપ જુઓ તો એસએમએસ આવ્યો હોય કે આપના ખાતામાં રૂ. ત્રીસ હજાર જમા થયા છે.’
‘…પણ તમે તો 30 હજાર રૂપિયા મોકલી દીધા.’‘ઓહ સોરી સર, આપ મારા આ જ નંબર પર 27 હજાર પાછા મોકલાવી દો, પ્લીઝ’ પણ સબૂર. એસએમએસ ધ્યાનથી જુઓ. એમાં અંગ્રેજીમાં મેસેજ છે: છત. 30,000 ઈયિમશયિંમ જ્ઞિં ફ/ભ ડડડફબભમ જ્ઞક્ષ 8-01-25. બધું બરાબર છે. પણ વધુ ચોક્સાઈથી જુઓ ઉપર આપની બૅન્કનું નામ નથી. જે નંબર પરથી ફોન આવ્યો હતો એ જ નંબરથી મેસેજ આવ્યો છે. આ મેસેજ સાવ બનાવટી છે. બોગસ છે અને તમારા 27 હજાર રૂપિયા પડાવી લેવાનો પેંતરો છે.
હાલમાં કંઈક આવી જ પણ બીજી અલગ ટાઈપની છેતરપિંડી થવા માંડી છે. વ્હોટ્સએપ દ્વારા કોલ આવે છે. ‘હલ્લો… ભાઈ સાહેબ કેમ છો?’ ‘તમે કોણ’ ‘શું ભાઈ સાવ ભૂલી ગયા’ નંબર પણ ડિલીટ કરી નાખ્યો મારો?’ ‘કંઈ યાદ આવતું નથી દોસ્ત?’ ‘હું શર્મા…’ તમે માથું ખંજવાળીને કંઈક યાદ કરીને પૂછો, ‘શર્મા… મનોજ શર્મા… ગાઝિયાબાદ…?’ ‘હા… મનોજ શર્મા…’ ‘સોરી કદાચ નંબર જૂના ફોનમાં રહી ગયો… કે પછી આ નવો નંબર છે?’
‘ભાઈ, એ બધું જવા દો. એક નાનકડું કામ છે…’ ‘બોલો, શું કામ છે?’ ‘એક વેપારી દશ મહિનાથી પેમેન્ટ માટે રખડાવતો હતો. આજે મારા માણસની પકડમાં આવ્યો છે. પણ હવે કહે છે કે ચેકબુક ખલાસ થઈ ગઈ છે. મહાપરાણે એ જીપે કરવા માટે તૈયાર થયો છે. મારું પેમેન્ટ આપના નંબર પર મગાવી લઉં? પ્લીઝ….’
‘પણ બીજો કોઈ વિકલ્પ નથી?’ ‘નથી. એટલે જ તો આપને તકલીફ આપવી પડી. આપના ખાતામાં પેમેન્ટ આવે એટલે આપ મને મોકલાવી આપજો…. પ્લીઝ ભાઈ…’ તમે પરાણે હા પાડો એ વિચારમાં પડી જાઓ કે આ અવાજ ગાઝિયાબાદનાં મનોજ શર્માનો જ હતો ખરો? ત્યાં જ વૉટ્સએપમાં સ્ક્રીન શોટ આવે છે. જેમાં તમારું નામ છે. બૅન્ક એકાઉન્ટનો નંબર હોય અને એમાં 25 હજાર રૂપિયા ક્રેડિટ થયાની માહિતી હોય. ત્યાં ફરી વ્હોટ્સએપ પર ફોન આવે અને એ જ અવાજ સંભળાય.
‘આપના એકાઉન્ટમાં 25 હજાર જમા થઈ ગયા હશે એ પ્લીઝ મને તાત્કાલીક મોકલી આપશો. સબૂર ઉતાવળ ન કરવી. એસ.એમ.એસ. કે સ્ક્રીનશોટને સાચો માની ન લેવો. થોડો સમય શાંતિ રાખવી. દસ-પંદર મિનિટ બાદ બૅન્ક એકાઉન્ટમાં ઓનલાઈન ચેક કરી લેવું. 123 ટકા આપના ખાતામાં નવું ફદિયું પણ જમા નહિ થયું હોય.
જો ઉતાવાળ કરી અને પૈસા મોકલી દીધા તો સાયબર ક્રિમિનલને બખ્ખા થઈ જવાના. અજાણ્યા નંબર પરથી આવેલા ફોનનો વિશ્ર્વાસ ન કરવો. એ ફોન, એસ.એમ.એસ. કરે કે સ્ક્રીનશોટ મોકલે કે તરત જ મોબાઈલ ફોન પર બૅન્કનું એપ ખોલીને આ તપાસ ન કરવી. ક્યારેક એસએમએસ સાથે વાઈરસ આવ્યા હોય તો કોઈ પાસવર્ડ એ ઠગ સુધી પહોંચી પણ શકે. આ સંજોગોમાં શું કરવું? એ અજાણ્યા નંબર પર આવેલો સાદો કે વ્હોટ્સએપ કોલ ક્યારે ન ઉપાડવો. કદાચ ઉપાડાઈ જાય તો સામેવાળાની વાત પર લેશમાત્ર વિશ્ર્વાસ ન મૂકવો. જો આ બંને કર્યું તો ….. નુકસાન માટે તૈયારી રાખવી.
અ.ઝ.ઙ. (ઑલ ટાઇમ પાસવર્ડ)
શક્ય હોય તો મોબાઈલ ફોન કનેક્ટેડ બૅન્ક ખાતામાં કામ પૂરતી રકમ રાખવી. મોટી રકમ સાદા બે ખાતામાં રાખવી. એમાંથી એટીએમ થકી પૈસા કઢાવી જ શકાશે ને?