ઈન્ટરવલ

ફોકસ: આ ડિજિટલ યુગમાં જૂના નૈતિક ઉપદેશો નહીં ચાલે, નહીં ચાલે !

-વીણા ગૌતમ

દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર ગૂગલ ગુરુ, ચમત્કાર જેવાં પરાક્રમો દેખાડતા ડિજિટલ ગેજેટ્સ અને વૈશ્ર્વિક એક્સપોઝરવાળી આપણી નવી પેઢી માટે જૂના નૈતિક ઉપદેશો નકામા છે. જૂઠું નહીં બોલો, તમારા વડીલો જે કહે છે તેનું પાલન કરો, તમારા ઘરે આવતા લોકો સાથે આદરપૂર્વક વર્તો. આ પરંપરાગત નૈતિક ઉપદેશો નવી પેઢીના વિચાર અને હાજરજવાબી સામે હાસ્યાસ્પદ લાગવા લાગ્યા છે. બદલાયેલા કૌટુંબિક અને સામાજિક વાતાવરણ વચ્ચે, બાળકોને નૈતિકતાનાં જૂનાં ધોરણો શીખવવા વ્યવહારુ કે સરળ નથી. આજના આ ડિજિટલ યુગમાં જૂઠું ન બોલવું, કોઈના પર આંધળો વિશ્ર્વાસ કરવો જેવી બાબતો ખૂબ જ તુચ્છ બની ગઈ છે. આજે અરાજકતા, ગુસ્સો અને પરેશાની જેવી નકારાત્મકતા એવી છે કે ઘણી વખત માતા-પિતા ઇચ્છવા છતાં પણ તેમના બાળકોને તેમનાથી બચાવી શકતા નથી. કારણ કે જૂના સમયના નૈતિક ઉપદેશો તેમને નિયંત્રિત કરવા માટે પૂરતી નૈતિક શક્તિ પ્રદાન કરતા નથી. તેથી, આ ડિજિટલ યુગમાં, ભારતીય કિશોરો માટે માત્ર નવા યુગના નૈતિક ઉપદેશો જ ન હોવા જોઈએ, પરંતુ તેમાં આવનારા ભવિષ્યના દ્રષ્ટિકોણનો પણ સમાવેશ થવો જોઇએ. દાખલા તરીકે અત્યાર સુધી નાગરિકતાની લાગણી અને સંદર્ભ બંને મર્યાદિત હતા. આ પહેલા ડિજિટલ નાગરિકતા આપણા જીવનનો હિસ્સો જ ન હતી. જોકે આજે છે. તેથી, આજના કિશોરોને મહેમાનો અને અજાણ્યાઓ સામે આદર અને નમ્રતાથી કેવી રીતે વર્તવું તે શીખવવા કરતાં, તેમને ઓનલાઇન વિશ્ર્વમાં અજાણ્યાઓ સાથે કેવી રીતે જવાબદારીપૂર્વક અને આદરપૂર્વક વર્તવું તે શીખવવું વધુ મહત્ત્વનું છે. સાયબર બુલિંગથી બચવા, અન્યની ગોપનીયતાનો આદર કરવા અને અજાણ્યા લોકો સાથે ઓનલાઈન વિશ્વમાં સચોટ માહિતી શેર કરવી આજની નૈતિકતાના આવશ્યક પાસાઓ હોવા જોઈએ.

આ પણ વાંચો: ફોકસ: હાર્ટ-અટૅક ને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું છે તફાવત?

આજે જરૂરી બની ગયું છે કે આપણે આપણાં બાળકોને શીખવીએ કે સોશિયલ મીડિયા પર જૂઠાણા, અફવાઓ અને ખોટી માહિતીઓથી પોતે કેવી રીતે બચીએ અને બીજાને કેવી રીતે બચાવીએ. નિ:શંકપણે, ઇન્ટરનેટ પર એ દરેક માહિતી ઉપલબ્ધ છે, જે આપણને જોઈએ કે જેના દ્વારા આપણે આપણો દૃષ્ટિકોણ રજૂ કરી શકીએ છીએ, પરંતુ આપણે આપણા કિશોરોને એ સમજાવવું જરૂરી છે કે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ તમામ માહિતી પથ્થરની લકીર નથી. જો ઇન્ટરનેટ પર લાખો સાચી માહિતી છે, તો દસ લાખ ખોટી અને ભ્રામક માહિતી પણ છે. તેથી, આપણે આપણાં બાળકોને જાગૃત કરવા જોઈએ કે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ દરેક માહિતી પર આંખ બંધ કરીને વિશ્ર્વાસ કરવો જોઈએ નહીં, પરંતુ તેને વિવેચનાત્મક રીતે જોવી જોઈએ અને સમજવી જોઈએ. એકંદરે, માહિતીના વિશાળ મહાસાગરમાં સાચી અને ખોટી માહિતી જાણતા અને સમજતા શીખો.

આ પણ વાંચો: ફોકસ: રિલ્સ ને વીડિયો બનાવવા માટે પાળેલાં પ્રાણીઓ સાથે વધી રહી છે ક્રૂરતા….

એક સમય હતો, જ્યારે સમય પસાર થતો ન હતો, ત્યારે આ રૂઢિપ્રયોગ બહુ સામાન્ય હતો કે સમય પસાર કરવા કે ટાઇમ પાસ કરવા માટે, વ્યક્તિ ફલાણા કામ કરે છે. આજે તે સંપૂર્ણપણે વિપરીત છે. આજે સમય ક્યા સરકી જાય એનો ખ્યાલ પણ નથી આવતો. તેથી, આ ડિજિટલ યુગમાં, આપણે આપણાં કિશોરોને નૈતિક શિક્ષણ તરીકે ડિજિટલ ટાઈમ મેનેજમેન્ટ આવશ્યકપણે શીખવવું જોઈએ, કારણ કે આજના યુગમાં જો આપણા બાળકો સોશિયલ મીડિયા સાથે કામ કરતી વખતે આ બધામાં કેટલો સમય ફાળવવો પડે છે તેનું ધ્યાન ન રાખી શકતા હોય તો આ બેદરકારી તેમના વિનાશનું કારણ બની શકે છે. આજના સમયમાં, કંઈપણ ખોટું કર્યા વિના પણ સોશિયલ મીડિયા પર ખોટો સમય પસાર કરવો આપણને આપણા માર્ગથી દૂર ધકેલી શકે છે અને નિષ્ફળ બનાવી શકે છે. તેથી, આ ડિજિટલ યુગમાં, આપણા બાળકો માટે ડિજિટલ ટાઈમ મેનેજમેન્ટનું નૈતિક શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: ફોકસ : ઇ-ટેક્નોલોજીનો આજનો યુગ

આ સમય આવી ગયો છે કે આપણે આપણાં બાળકોને, જે ઉંમરમાં પહેલી બારાખડી શીખવવામાં આવે છે, એ ઉંમરમાં તેમને શીખવીએ કે આજની ઓનલાઈન દુનિયામાં, બીજાઓ કરતાં પણ આપણે આપણાં માટે જવાબદાર બનવું કેટલું મહત્ત્વનું છે. તે જ સમયે, આપણે તેમનામાં પ્રમાણિકતા અને સત્યનો સ્વીકાર કરવાની નૈતિકતા પણ કેળવવી જોઈએ કે જો તેઓને પૂછવામાં આવે તો જો દુનિયામાં કંઇક ખોટું થાય છે, તો વ્યક્તિએ તેને સરળતાથી સ્વીકારી લેવું જોઈએ, જેથી ભવિષ્યમાં તેમને પોતાને સુધારવું શક્ય બને. આટલું જ નહીં, આપણે આપણાં બાળકોને નાનપણથી જ સમજાવવું જોઈએ કે આજની દુનિયામાં એવી કોઈ જગ્યા નથી જ્યાં કેમેરાની નજર પહોંચી ન શકે. તેથી, ન તો ક્યાંય અવ્યવસ્થિત બનો અને ન તો તમારી ગોપનીયતા સંબંધિત કોઈ નબળાઈ બતાવો. સાથે જ અન્યની ગોપનીયતાનો પણ આદર કરો.

આ પણ વાંચો: ફોકસ: રતાળા લાવશે ચહેરા પર નિખાર…

આ બધા સાથે, આજે આપણે આપણી નવી પેઢીને તેમનામાં અખિલ ભારતીયતાની દ્રષ્ટિ કેવી રીતે વિકસાવવી તે જણાવવું અને સમજાવવું જરૂરી બન્યું છે, કારણ કે આજે ઈન્ટરનેટના કારણે પ્રાદેશિકતાનો ઉભારો પહેલા કરતા વધુ ઝડપી બન્યો છે એટલું જ નહીં તે આંખના પલકારામાં ઘણી સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે. ઉદાહરણ તરીકે, થોડાં વર્ષો પહેલા, બેંગ્લોર અને હૈદરાબાદમાં ઈન્ટરનેટ દ્વારા એક અફવા ફેલાઈ હતી કે સ્થાનિક લોકો નોર્થ ઈસ્ટના લોકો પર મોટો હુમલો કરવા જઈ રહ્યા છે, જેના કારણે રાતોરાત ઉત્તરમાંથી લોકો પલાયન થવા લાગ્યા હતા, જેને કેટલાય દિવસો સુધી રાત-દિવસ ઉચ્ચ કક્ષાની સક્રિયતા દ્વારા જ સંભાળી શકાયા હતા….અને અંતે સાયબર સુરક્ષા. હા, એ કહ્યા વિના ચાલે છે કે આજે ઓનલાઈન એ માત્ર મનોરંજન અને આનંદની જગ્યા નથી પરંતુ તે અંધકારની ગુનાહિત દુનિયામાં પણ પરિવર્તિત થઈ ગઈ છે. તેથી, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે આપણે આપણાં બાળકોને નાનપણથી જ કહીએ કે કેવી રીતે સાયબર વિશ્ર્વમાં સુરક્ષિત રહેવું મહત્ત્વપૂર્ણ છે. આપણે નાની ઉંમરે બાળકોને તેમની વિવિધ દુનિયાના પાસવર્ડ્સ કોઈને ન આપવાનું શીખવવું જોઈએ, પરંતુ એ પણ મજબૂત પાસવર્ડ કેવી રીતે બનાવવો કે જે કોઈને તેમની દુનિયામાં ડોકિયું કરવાથી તેમના ડિજિટલ લોક તોડી ન શકે. આજે, આપણે આપણાં બાળકોને સમજાવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ તમામ રંગીન દુનિયામાં બિનજરૂરી ડોકિયું કરવું ખૂબ જોખમી હોઈ શકે છે. આનો અર્થ એ છે કે રોમાંચની રીતે પણ ખતરનાક વેબસાઇટ્સ ખોલવાનું ટાળવું જોઈએ. આ વાત આપણે નાનપણથી જ આપણાં નાના બાળકોના મનમાં ભરી દેવું જોઈએ. આને આ યુગનું નૈતિક શિક્ષણ માનવું જોઈએ, તો જ તેઓ આજે વધુ સ્માર્ટ અને સુરક્ષિત રહી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button